________________
(પ૨ ૩ ‘‘નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં;
આપ તણો વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાહીં.'' અંનતકાળથી આ જીવ અનેક નાના-મોટા ભવો કરતાં, અનેક પ્રકારનાં અકથ્ય દુઃખો સહન કરતો આવ્યો છે. તેનું કારણ શોધતાં જ્ઞાની પુરુષે મથાળે જણાવેલી કડીમાં કહ્યું છે તેમ નિર્ણય છે, કે સપુરુષની આજ્ઞા જીવે હદયમાં અચળ કરી નથી, સદ્ગુરુ પ્રત્યે દ્રઢ વિશ્વાસ આવ્યો નથી કે જગતના સર્વ પદાર્થ કરતાં પરમ પુરુષ પ્રત્યે વિશેષ ભક્તિભાવ રહેતો નથી. જો સદ્ગુરુની આજ્ઞા દયમાં ૨ થઈ હોત તો જીવ મોક્ષે ગયો હોત; પણ જન્મવું પડયું છે તે જ જણાવે છે કે જીવે પૂર્વે જ્ઞાનીની આજ્ઞા ઉઠાવી નથી; પણ હજી મનુષ્યભવનો યોગ છે ત્યાં સુધી તે આજ્ઞા ઉપાસી, આત્મકલ્યાણ સાધી લેવાનો અવસર છે. આખા દિવસની આપણી પ્રવૃત્તિ તપાસીએ તો જણાશે કે જે અર્થે આ મનુષ્યભવ ગાળવો જોઇએ. તે માટે બહુ જ થોડો કાળ ગાળીએ છીએ; એટલે જે જે કંઈ મોટે ભાગે કરવું પડે છે, તે આપણને જન્મમરણના દુઃખમાંથી મુક્ત કરાવે એવું હોતું નથી. માત્ર પેટની વેઠ કે લોભ અને મોહને વશ મજુરી કરવી પડે છે. અત્યારે બીજું કંઈ વિશેષ ન બની શકે તો દ્રષ્ટિ તો યથાર્થ રાખવી. ઘટે છે, સંસારનાં કારણોને બંધનરૂપ, અહિતકારી અને વહેલામોડા તજવા યોગ્ય જાણી. દરેક કાર્ય કરતાં. તેથી કાંઇ આત્મહિત થવાનું નથી એટલો તો લક્ષ જરૂર રાખવો ઘટે છેજી. માયિક સુખથી આત્મહિત કોઈ કાળે થનાર નથી એટલો તો દ્રઢ નિશ્ચય રાખી. તેથી રાજી ન થન આત્મિક સુખની વાંછના-ભાવના વિશેપ વિશેપ રાખી, મોહમાં દોડતા મનને નિરર્થક ભાવોથી પાક વાળી, જ્ઞાની પુરુષની આજ્ઞામાં જોડવા યોગ્ય છે. જ્ઞાની પુરુષની આજ્ઞા ઉપાસ્યા વિના, કોઇ રીતે, ક્યારેય મુક્તિ મળે તેમ નથી, એટલો દ્રઢ નિશ્ચય દયમાં રાખી, જે જે પ્રવૃત્તિ કરવી તે ઉદાસીનતા-વૈરાગ્યસહ કરવી ઘટે. ગમે તેટલો ધન આદિના લાભ થતો હોય તોપણ, મોક્ષને અર્થે જે ભવ છે તે વેચીને આ ક્ષણિક વસ્તુઓ ખરીદું છું, એ છે . ભૂલવા યોગ્ય નથી. કોડી સાટે રતન આપી દે તેમ અમૂલ્ય મનુષ્યભવ નજીવા પદાર્થો લેવા તો કવા જેવી મૂર્ખાઇ હું કરું છું. તે ભૂલ જેમ બને તેમ, વહેલામાં વહેલી તકે, યથાશક્તિ ટાળવા ધારું છું, એમ મનમાં રહેવું ઘટે છેજી. સત્પષનાં વચનો વારંવાર વાંચી, વિચારી વૈરાગ્ય-ઉપશમ વધતો રહે, તેમ વર્તવા વિનંતી છે જી. દરરોજ સાંજે એકાંતમાં વિચારવા યોગ્ય છે કે શું કરવા આ મનુષ્યભવમાં આવ્યો છું? અને આ દિવસ શામાં ગાળ્યો ? હવે કાલનો દિવસ જીવવા મળે તો કેવી રીતે ગાળવો ? આમ જેને વિચાર કરતા રહેવાની ટેવ હોય, તે ન-છૂટકે કરવાના કામમાં પ્રવર્તે; પણ તેના ભાવ જે કરવા યોગ્ય કામ છે, તેના પ્રત્યે વિશેષ વધતા જાય અને ધનાદિના લોભમાં મનુષ્યભવ બધો વહી ન જવા દે, પણ આજીવિકા જેટલો ધનસંચય થયે, તે જરૂર આત્મહિત કરવા તત્પર થાય, તેમ જ દરરોજ જ્ઞાની પુરુષની આજ્ઞાને ઉપાસતો રહે. આંખો મીંચીને જગત ધનની પાછળ પડ્યું છે, તેમ તે વગર વિચાર્યે ધંધામાં મંડયો ન રહે, પરંતુ ધંધાની અને ધર્મની કિંમત આંકવામાં ભૂલ ન કરે અને શાશ્વત સુખને વિસારી, તાત્કાલિક કમાણીમાં મશગૂલ ન થઈ ય વિચાર કરતા રહેવા અને સદચરણ પાળતા રહેવા ભલામણ છે. 'બો , પૃ. ૨ :. આ ૬ . . . !