________________
(પ૨૮) D જીવ જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરવા માંડે તો પછી પાપની પ્રવૃત્તિ સહેજે ઓછી થાય અને સમયે-સમયે જો ઉપયોગ આજ્ઞામાં પ્રવર્તાવે તો પછી પાપ તો થાય જ ક્યાંથી ? કારણ કે જે કામ કરવા માંડે તે પહેલાં જ વિચાર આવે કે એમાં આજ્ઞા પળાય છે કે કેમ ? જો નથી પળાતી, તો તે કામ થાય નહીં. (બો-૧, પૃ.૩૩, આંક ૧). T સપુરુષની આજ્ઞાએ ભક્તિભાવ કરતાં કોટી કર્મનો ક્ષય થાય છે.
આ કાળમાં પુરુષ પરમકૃપાળુદેવનું શરણ અને તેની આજ્ઞામાં ચિત્ત રાખશે, તેનું જરૂર કલ્યાણ થશે. સાંસારિક કામનાઓ તજી આત્માર્થે ભક્તિ કર્તવ્ય છે, એ લક્ષ ચૂકવા યોગ્ય નથીજી. પૂર્વે બાંધ્યાં છે તે કર્મ (પાપપુણ્ય) યથા-અવસરે ઉદય આવી જવાનો ક્રમ લે છે, પણ તે વખતે જીવ જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન રાખે તો ધીરજથી વેદી લેવાય અને તે ચૂકે તો કર્મ બંધાય છે. તે ન બંધાય તેવા પુરુષાર્થમાં વર્તવું ઘટે છેજી. ગરજ હોય તેટલી સપુરુષની આજ્ઞાની સ્મૃતિ રહે છેજી. (બી-૩, પૃ.૫૯૭, આંક ૬૮૦) બીજી પંચાતમાંથી વૃત્તિ પાછી વાળી, હવે તો જ્ઞાનની આજ્ઞામાં જ રહેવાય તો આ જીવનું કલ્યાણ થાય તેમ લાગે છે જી. અનાદિનો પરભાવનો અધ્યાસ તજી, સદ્ગુરુના અસંગભાવનો લક્ષ નિરંતર મરવા યોગ્ય છેજી. તેમને પગલે-પગલે ચાલ્યા વિના છૂટકો નથી. સ્વચ્છેદ અને પ્રતિબંધ ટાળ્યા વિના તેમ બનવું મુશ્કેલ છે, માટે તે ટાળવાનો પુરુષાર્થ મરણિયા થઈને કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૭૭૩, આંક ૯૮૭)
જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ.” સત્સાધન જેને પ્રાપ્ત થયું છે તેનાં મહાભાગ્ય, આ કાળમાં સમજવા યોગ્ય છે. જ્યાં સુધી તેની ઉંમર નહોતી કે સમજ નહોતી, ત્યાં સુધી તો શું કરવું તે ખબર નહોતી, તેથી કંઈ બન્યું નહીં, પણ જ્યારથી સમજણ આવી, ઘરનાં, દુકાનનાં, કુટુંબનાં કામની કાળજી રાખતા થયા, ત્યારથી આત્માની કાળજી પણ કર્તવ્ય છે. ધનની સંભાળ દેહને અર્થે છે, પણ દેહ જ નાશવંત છે; તો જે વડે પરભવ પણ સુધરે એવી જ્ઞાનીની આજ્ઞા આત્મહિતકારી છે એમ ગણી, ધન કરતાં વિશેષ તેને માટે વિચારણા રહ્યા કરે, તેવો કંઈ પુરુષાર્થ કર્તવ્ય છે. કેવી રીતે તે પુરુષાર્થ કરવો? તેનું દ્રષ્ટાંત પોતે પરમકૃપાળુદેવ જ છે. (બો-૩, પૃ.૩૫૦, આંક ૩૫૨) D જ્ઞાનીની આજ્ઞા, મંત્રનું સ્મરણ, ભક્તિ, વાંચન, વિચારમાં મન રાખી આનંદમાં રહેવું. કોઈ આપણું
છે નહીં. એકલા આવ્યા છીએ અને એકલા જવાનું છે. આજ્ઞા આરાધી હશે તેટલું આત્માનું હિત થશે. (બી-૩, પૃ.૭૦૦, આંક ૮૪૦) આટલું તો દરેકે દયમાં નક્કી ધારણ કરી રાખવું ઘટે છે કે ગમે ત્યારે પણ, જ્ઞાનીની આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થમાર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે, તે પ્રત્યે હવે મારે વિશેષ-વિશેષ લક્ષ રાખવો છે.