________________
(૪૮૮)
નથી રોગોથી ઘેરાયો, જરા પીડે ન જ્યાં સુધી; નથી મૃત્યુ - મુખે પેઠો, સાધ કલ્યાણ ત્યાં સુધી. “સંસારાનલમાં ભલે ભુલાવી, વિદ્ગો સદા આપજો, દારા, સુત, તન, ધન હરી, સંતાપથી બહુ તાવજો; પણ (પ્રભુ) ના બૈર્ય મુકાય એમ કરજો, દયે સદા આવજો,
અંતે આપ પદે શ્રી સદ્ગુરુ, સમતાએ દેહ મુકાવજો.” બાંધેલાં કર્મ ઉદય આવ્યે, હર્ષ-શોક કરવો વ્યર્થ છે; ઊલટું આર્તધ્યાન થવાનો પ્રસંગ આવે; તેવાં કર્મ અત્યારે ન ગમતાં હોય તો ફરી નવાં કર્મ તેવાં ન બંધાય તે માટે ભાવ ફેરવવાના છેજી. પૂર્વે અજ્ઞાનભાવે, સ્વચ્છેદે, નિજકલ્પનાએ સંસારના પ્રસંગો સુખરૂપ માની, તેની ભાવના કરેલી, તેનું ફળ આ ભવમાં પ્રગટ દેખાય છે, નહીં ગમતું છતાં ભોગવવું પડે છે; પણ સુકૃત્યો કંઈ કર્યા હશે તેના ફળરૂપે મનુષ્યભવ મળ્યો, તેમાં સદ્ગુરુનો યોગ, તેનાં દર્શન-સમાગમનો અલભ્ય લાભ મળ્યો, તેની
કિંચિત્ સેવાનો પ્રસંગ બન્યો અને તેની નિષ્કારણ અનંત કરુણાને લીધે આ અપાત્ર અભાગિયો જીવ હોવા છતાં તરવાના સાધનરૂપ મહામંત્ર, છ પદનો પત્ર, આત્મસિદ્ધિ, વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, યમનિયમ આદિ ઉત્તમ પુરુષનાં વચનામૃતો વગેરે રોજ વિચારવાની ભવદુઃખભંજનહારી આજ્ઞા મળી. તે અનેક પ્રકારે જીવને ઊંચો લાવવા સમર્થ છે; તો જીવે પ્રમાદ, આળસ અને વિષય-કષાય તજી તે ઉપાસવા યોગ્ય છે. સપુરુષ પ્રત્યે, તેના બતાવેલા માર્ગ પ્રત્યે, તેની આજ્ઞા આરાધનારા મુમુક્ષુઓ પ્રત્યે તથા તેનાં વચનોના આશય પ્રત્યે પ્રીતિ, ભક્તિભાવ, શ્રદ્ધા વધારી, આ મનુષ્યભવનો લહાવો લેવાનો જોગ મળ્યો છે, તો પ.પૂ. ભાવદયાસાગર પ્રભુશ્રીજી ઘણી વખત કહેતા તેમ લૂંટેલ્ટ લહાવ લઈ લેવો. આવો અવસર વારે-વારે નથી આવતો. મરણની ખબર નથી; માથે મરણ ભમે છે, તે ઉપાડી લે તે પહેલાં પુરુષાર્થ કરી, શ્રદ્ધા વૃઢ આ ભવમાં કરી લઈએ તો આપણા જેવા ભાગ્યશાળી કોઈ ન કહેવાય. લીધો કે લેશે એમ થઈ રહ્યું છે, કાળ ગટકા ખાઈ રહ્યો છે તો આ જીવ હવે કયા કાળને ભજે છે, તે વિચારવા યોગ્ય છે. કાર્ય-કાર્યો અને પ્રસંગે-પ્રસંગે –
“છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ, એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ0''
નથી ધર્યો દેહ વિષય વધારવા,
નથી ઘર્યો દેહ પરિગ્રહ ધારવા.' આટલું યાદ, ઘડીએ-ઘડીએ રહે તેવો નિશ્રય કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૧૫૪, આંક ૧૫૫) D મનુષ્યભવ મળ્યો છે તે સંસારસમુદ્રને કિનારે આવી ગયા જેવું છે. કિનારે આવેલો માણસ બહાર
નીકળી જવા કંઈ પ્રયત્ન ન કરે તો પછી મોજાં તેને સમુદ્રમાં પાછો તાણી જાય, ફરી બહાર નીકળવા પામે નહીં. માટે આ મનુષ્યભવ મળેલો સાર્થક થાય, તેમ પુરુષાર્થ કરવા યોગ્ય છે. (બો-૧, પૃ.૮, આંક ૯)