________________
આમ ને આમ આટલાં બધાં વર્ષો દેહને જ પોતાનો માની, તેના દુઃખે દુઃખી અને તેના સુખે સુખી થવાની તેની અનાદિની ટેવ જીવ ઉપાસતો આવ્યો છે. હવે કોઈ પરમકૃપાળુની કૃપાથી જો જાગે તો અવશ્ય તેનું કલ્યાણ થાય. પરમકૃપાળુદેવે “મૂળમાર્ગ''માં જ્ઞાનનું સ્વરૂપ જણાવ્યું છે, તે જીવને જાગ્રત કરવા અર્થે જ કહ્યું છે :
છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ, એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ0''
(બી-૩, પૃ.૯૭, આંક ૯૦). D આપની તબિયત સંબંધી જણાવ્યું તે વિષે જણાવવાનું કે જેને સદ્ગુરુશરણ, સસાધન પ્રાપ્ત થયેલ છે, તેણે આ મનુષ્યદેહને રત્નકરંડ (રત્નની ડબી) સમાન સાચવવા યોગ્ય છંજી. જેમ ધન સંબંધી આપણી નજર પહોંચે તે પ્રમાણે વિચાર કરી, કાળજીપૂર્વક વર્તીએ છીએ તેથી વિશેષ કાળજી, મનુષ્યદેહ જે ““બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો'' છે, તે ધર્મકાર્યમાં વાપરવા માટે વિશેષ ટકે તો સારું, એ ભાવનાથી તેની કાળજી લેવી ઘટે છે. બાકી મોહને અર્થે દેહની મમતા તો અનંતકાળથી જીવ કરતો આવ્યો છે, એમાં કહેવું પડે તેમ નથી; પણ આ દેહે જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધી શકાય તેવો લાભ પ્રગટ જાણ્યો તો તે અર્થે દેહની સંભાળ કર્તવ્ય છે. પછી તો જે થવાનું હોય તે થાય. તેને માટે નિર્ભયતા પણ સંઘરી રાખવી ઘટે છેજ. આપણું ધાર્યું બધું થતું નથી, પણ થાય તેટલું કરી છૂટવું; અને તે છૂટવામાં મદદ કરનાર છે. માટે આ લક્ષ જે દવા તથા ચરી વા બ્રહ્મચર્ય આચરવાં ઘટે, તે સર્વ સાધવા યોગ્ય છે.જી. (બી-૩, પૃ.૪૪૬, આંક ૪૬૫) જે મહાપુરુષો કૃતકૃત્ય થયા છે, જેમણે આ શરીરથી કરવા યોગ્ય - સાધવાનું સાધી લીધું છે, તે તેની કંઈ દરકાર રાખતા નથી; એ આદર્શ લક્ષમાં રાખી, જ્યાં સુધી આ દેહે કરી આત્મકલ્યાણનું આરાધન કરવાનું બાકી છે ત્યાં સુધી, મુસાફર ગાડાની સંભાળ રાખે છે તેમ, શરીર-સંભાળ પણ કર્તવ્ય છેજી.
છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ.'
(બો-૩, પૃ.૫૫૦, આંક ૬૦૬) D હોડીમાં બેસીને પેલે પાર જવાનું છે. હોડી તો પછી ત્યાં જ પડી રહેવાની છે. એવો હોડી જેવો આ
મનુષ્યદેહ આપણને મળ્યો છે; તો આ સંસારદરિયો તરીને પેલી પાર જતા રહેવું. શરીર તો અહીં જ પડયું રહેવાનું છે. તેત્રીસ સાગર સુધી આયુષ્ય હોય, પણ છેવટે દેહ તો છોડવો જ પડે છે. ત્રણે કાળ દેહની સાથે જાણે સંબંધ નહોતો, એવું કરવાનું છે. સોભાગભાઇએ પરમકૃપાળુદેવને લખેલું
કે દન આઠથી આ આત્મા અને આ દેહ, એમ બે ફટ જુદા ભાસે છે. (બો-૧, પૃ.૨૮, આંક ૩૨) 0 દેહના ઉપચાર કરવા પડે તોપણ, તે દેહે કરીને જ્ઞાનીના માર્ગનું આરાધન થઇ શકે એવો તેમાં લાભ છે
એમ જાણી, વ્યાધિના ઉપચારે પ્રવર્તવું ઘટે છે. કોઈ પણ પ્રકારે દેહ મૂછ કરવા યોગ્ય નથી. દેહ તો કર્મે રચેલું કેદખાનું છે. માત્ર તે દ્વારા ભક્તિ આદિ મોક્ષના ઉપાય સાધી, કર્મનો ક્ષય કરવામાં વપરાય તો જ ઉત્તમ છે, નહીં તો દેહમાં બીજું કંઈ સારું નથી.