________________
(૪૭૫) કરવા લાગે; પણ ઉપલકદ્રષ્ટિએ જીવને નાટક જેમ પ્રિય લાગે છે, પણ ધનનો વ્યય, ઉજાગરો, કસંગ અને કર્મબંધન તથા ટેવ પડી જાય તો મહા હાનિ થાય, તે દેખાતો નથી; પણ વિચાર કરે તો જણાય, સમજાય તેમ છે; તેમ જ આ અસાર સંસારને સત્ય માની, જીવ અનેક કષ્ટો માત્ર ધન મેળવવા ઉઠાવે છે અને ઘણાં હલકાં કામ કરે છે, તેનો વિચાર કોઈ સદ્દગુરુસમાગમ થાય તો દૃષ્ટિ ફરતાં સત્ય વસ્તુ આ મનુષ્યભવમાં સમજી શકાય તેમ છે. મનુષ્યભવની તો સ્વર્ગના દેવો પણ ઇચ્છા કરે છે; તેવો અમૂલ્ય અવસર પામી, જીવ જો સંસારી, સ્વાર્થી લોકોની પાછળ દેખાદેખી ગાડરની પેઠે વહ્યો જાય, તો તેનો ભવ પશુ સમાન ગણાય. પોતાને પાકો વિચાર કરવાની શક્તિ ન હોય અને તેવો જોગ ન હોય તો પણ જીવ જો, સદ્ગુરુએ જે જાણ્યું છે, તે માટે માન્ય છે અને તેની આજ્ઞાએ વર્તી, મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે, એવો દૃઢ નિશ્ચય કરી, પાપનાં-અનીતિનાં કાર્યોથી ડરતો રહે અને સત્પરુષનો સમાગમ, બોધ અને સેવાની ભાવના રાખી, આટલો આવરદા-જીવનકાળ એ સાચા પુરુષનો નિશ્વય કરી, તેનો આશ્રય ગ્રહણ કરે, તો પરમસુખનાં કારણની તેને પ્રાપ્તિ થવા યોગ્ય છેજી. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રદેવનાં વચનો અમૃત સમાન છે. તેનું અવલંબન લઈ, તે જ પુરુષ ઉપર દ્રઢ પ્રતીતિ થઈ જાય કે તેની આજ્ઞામાં જ આટલું જીવન ગાળવું છે, તો તે ભાવના પણ પરમ કલ્યાણકારી છે. મરણની કોઈને ખબર નથી. મોટા થઇને કે ઘરડાં થઈને મરી જાય એમ બનતું નથી અને આ લાગ ખોયો તો મનુષ્યભવ, આર્ય દેશ, ઉત્તમ કુળ અને ધર્મ પામવાની આવી જોગવાઈ મળવી, મહા-મહા દુર્લભ છે. કળિકાળ છે અને અસત્સંગથી જીવ ઘેરાઈ રહ્યો છે. તેમાં માત્ર પુરુષનાં વચનામૃતો, સત્સંગ અને ધર્મમાં વૃત્તિને વારંવાર જોડવાનો પુરુષાર્થ, જીવ સવેળા ચેતીને કરે તો તરવાનો ઉપાય કંઈક હાથ લાગે, નહીં તો આ ભવ હારી ગયા પછી શું થશે? એ વિચારતાં ત્રાસ છૂટે, એવાં આ કાળના જીવોનાં કર્મ જ્ઞાની પુરુષે જાણ્યાં છે. એવાં કર્મ ન હોય તો આ કાળે, આવા ક્ષેત્રે જન્મ ન હોય. ડાહ્યા પુરુષે પોતાનું હિત કરવા અર્થે, સપુરુષની કોઈ આજ્ઞા - રાગ-દ્વેષ તજવાની, સ્મરણમાં રહેવાની
કે જે કોઈ કરી હોય, તેમાં ચિત્તને વારંવાર રોકવું યોગ્ય છે. (બી-૩, પૃ.૪૧, આંક ૨૮) | મનુષ્યભવ પામીને સૌથી પ્રથમ કામ, સમજુ જીવાત્માને કરવા લાયક એ છે કે કોઈ એક
સપુરુષને શોધી, તેનાં ગમે તેવાં વચનોમાં શ્રદ્ધા રાખવી; પણ એ આપણે ધારીએ છીએ તેટલું સહેલું નથી; તોપણ જીવને એક આત્મકલ્યાણ સિવાય બીજી વાસના ન હોય, તો તેવો જોગ બની આવવા યોગ્ય છેજી. આ ભવમાં નહીં તો પરભવમાં પણ સતુભાવના સફળ થયા વિના ન રહે. અશુભ ભાવનાઓ વગર કહ્યું ફળ આપે છે, તો સતભાવનામાં તો સાચનું બળ રહ્યું છે, તો તે કેમ અફળ હોય? (બી-૩, પૃ.૬૧, આંક ૫૦) D પ્રથમ કાર્ય મનુષ્યભવમાં કરવા યોગ્ય છે કે “સત” વસ્તુની જિજ્ઞાસાની વૃદ્ધિ કરવી અને તે પ્રાપ્ત કરાવે
તેવા સપુરુષને શોધી, તેનાં વચનમાં વિશ્વાસ રાખવો.