________________
(૪૮૪)
કોઈ ભવમાં નહીં મળેલો તેવો યોગ સફળ કરવાનો લાગ આવ્યો છે, તે વહી જવા દેવો ન જોઇએ. ઉપશમ-વૈરાગ્ય વધારી, આત્માની દયા લાવી, તેનું પરિભ્રમણ ટાળવું જ. (બી-૩, પૃ.૧૬૧, આંક ૧૬૩). “કર્યા વગર કંઈ નહીં થાય, કરવું પડશે.” એમ ૫.ઉ.૫.પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા હતા. તે સ્મૃતિમાં લાવી, આત્મહિત માટે પુરુષાર્થ કરવાનું બળ વધારતા રહેશોજી. કંઈ ન બને તોપણ ભાવ તો તે જ કરવાનો રાખવા યોગ્ય છે અને તે સિવાય જે જે હું કરું છું તે છૂટવાનું કારણ નથી, મને બંધનરૂપ છે એમ વિચારી, તેમાંથી આસક્તિ, રુચિ ઘટાડી, વૈરાગ્યવાળી વૃત્તિ રાખવાનો અભ્યાસ કરતાં, જે કરવા યોગ્ય છે તે થતું જશે. બીજાના દોષ ન દેખતાં, પોતાના દોષ દેખી, તે દૂર કરવા તત્પર થવું ઘટે છે. પુરુષનો યોગ, આ ભવમાં મહાપુણ્યને યોગે થઈ ગયો તો તે વડે આ ભવ સફળ કરી લેવો. (બો-૩, પૃ.૧૨૧, આંક ૧૧૮) મનુષ્યભવ રત્નચિંતામણિ જેવો અમૂલ્ય છે, એમ મહાપુરુષો કહી ગયા છે. તેનો કેવી રીતે વ્યય થાય છે, તેનો લક્ષ રાખવો ઘટે છેજી. ધન તો નાશ પામે તો ફરી કમાવાય, પણ ગયો વખત પાછો આવે નહીં. સિલક કેટલી છે તે ખબર નથી, તો વાપરતાં કેટલી બધી કાળજી રાખવી ઘટે ? મનુષ્યદેહ તો નાશ પામનાર છે, પણ એવા નાશવંત દેહથી અવિનશ્વર, શાશ્વત આત્મસિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે, એમ નિશ્ચય થાય તો પ્રમાદ ન થાય. સમાધિમરણ થાય તો આ મનુષ્યભવની સફળતા ગણાય. તે અર્થે અત્યારથી તૈયારી કરવી ઘટે છે. (બી-૩, પૃ.પ૯૬, આંક ૬૭૯) મનુષ્યભવમાં આવી, જીવ સમ્યકધર્મ આરાધે તો મનુષ્યદેહ પામ્યો સાર્થક છે, નહીં તો દેહ છતાં મરલો જ છે; અને શરીર અપેક્ષાએ તો શ્રી કૃપાળુદેવ જણાવે છે કે કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી; અને મૃત્યુનું આવવું અવશ્ય છે, એવો પ્રત્યક્ષ નિસંશય અનુભવ છે, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે એ મોટું આશ્રર્ય છે.'' (૫૬૮) વિચારવાન જીવે તો આ સંસારનું અનિત્યપણું, અશરણપણું વિચારી, પ્રતિબંધ અને પ્રમાદ સર્વથા ત્યાગ કરવાનો વિચાર નિરંતર કરવો ઘટે છે; કારણ કે આ શરીર તો ક્ષણવારમાં પડી જાય, સડી જાય, વીણસી જાય તેવું છે, તેનો ભરુસો શો ? માટે સર્વ દેહ ઉપરથી મમત્વનો ત્યાગ કરી, દેહમાં રહેલું ચૈતન્ય તેને સદ્ગુરુ-આત્મપ્રાપ્ત પુરુષ પાસેથી સમજી, તેનો પરમ નિશ્રય કરી, તે શુદ્ધ તત્ત્વના દૃઢ અભ્યાસમાં વર્તવું યોગ્ય છે. જેને આવા ભયંકર કળિકાળમાં તત્ત્વાર્થની પ્રતીતિરૂપ કે આપ્તપુરુષની ઓળખાણરૂપ, મોક્ષમાર્ગને આપે તેવું સમ્યકત્વ થયું તો તેનું જીવિત સફળ છે, અને તેનો જ મનુષ્યભવ ગણાય. બાકી “3TZ! निद्रा भय मैथुनं च सामान्य एतन् पशुभिः नराणाम् ।"