________________
(૪૭૭) પેલાને પૂર્વ સંસ્કારોને લીધે વૈરાગ્ય હતો, એટલે ઘેરથી નીકળી પડ્યો. તે શેઠ, રાતદિવસ તેની ચિંતામાં રહે કે મારો દીકરો ક્યાં રહેતો હશે? તેને ખાવાનું કોણ આપતું હશે? એમ આખો દિવસ અને રાત ચિંતા કરે, પણ ભૂલે નહીં. તેમ આત્માને માટે લક્ષ રાખવાનો છે. આત્માની સંભાળ અને તેની જ કાળજી રાખવાની છે. જેટલો વિકાસ કરે તેટલો થોડો છે; કેમ કે આત્મા
અનંત જ્ઞાનવાળો છે. (બો-૧, પૃ.૨, આંક ૪૦) | આત્મવૃત્તિ પરમકૃપાળુદેવમાં લીન રહે, એ મુખ્ય કાર્ય આ ભવનું છે. પરમકૃપાળુદેવ સમીપ જ છે
એવી ભાવના રાખી, તેને શરણે જગતના ભાવો ભૂલી જઈ, પરમ આનંદમય સ્વરૂપ તેમણે પ્રગટ કર્યું છે, તે આપણે ઈચ્છીએ, તે જ પરમ શાંતિમાં લીન થઈએ, અભેદભાવે તે રૂપ જ થઈ જઈએ, એ જ દ્રષ્ટિ કર્તવ્ય છે. (બી-૩, પૃ.૭૨૦, આંક ૮૭૩) T સદ્દગુરુ આજ્ઞાનુસાર, ધર્મભાવનામાં જેટલો કાળ ગળાશે, તે જ ખરું જીવન છે. બાકી તો ધમણની પેઠે
શ્વાસોશ્વાસ લેવામાં અને બીજે ખોટી થવામાં, જે જે ક્ષણો વહી જાય છે, તે રત્ન વેરતાં-વેરતાં જવાની ટેવ જેવી મૂર્ખાઈ સમજાય છેજી. મનુષ્યભવની દુર્લભતા તથા સફળ કરવાની ઉત્કંઠા ચિત્તમાં નહીં વસે ત્યાં સુધી અમૃત જેવાં જ્ઞાનીનાં વચનો, તે ભેંસ આગળ ભાગવત્ સમાન, કંઈ અસર કે ગરજ જગાડે, તેવાં બનવા યોગ્ય નથી. આ મનુષ્યભવ છે ત્યાં સુધી આત્મહિત થઈ શકે એમ છે; માટે આત્મહિત એ જ મુખ્ય કર્તવ્ય છે, એવો લક્ષ નિરંતર રાખી, બીજાં કામમાં પ્રવૃત્તિ ઘટે છે. (બી-૩, પૃ.૩૭૮, આંક ૩૮૪). T મનુષ્યભવરૂપી થાપણ, આપણી લૂંટાઈ જાય તે પહેલાં, તેનો સદુપયોગ કરી આ દેહમાં રહેલો અમર આત્મા ઓળખવા, શ્રદ્ધવા, અનુભવવા યથાશક્તિ શ્રમ લેવો યોગ્ય છેજી. અનાદિકાળથી જીવ “હું અને મારું' એવા લૌકિકભાવને આરાધતો આવ્યો છે. તે સ્વપ્નદશા તજી, હવે તો આત્મા જેવી ઉત્તમ વસ્તુ ઓળખી, તેનું આરાધન કરવાનો આ મનુષ્યભવમાં લાગ મળ્યો છે, તે ચૂકી ન જવાય, તેવી જાગૃતિ નિરંતર રાખવી ઘટે છેજી. સત્સંગ, સન્શાસ્ત્ર, વિનય, વિવેક, ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ આદિની ભાવના રાખી, બને તેટલું વર્તન સગુરુની આજ્ઞા પ્રમાણે રાખવું, એ અત્યારે કર્તવ્ય છેજી. પરમ શાંતિપદને પામીએ તે અર્થે આત્મભાવના કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૭૪૪, આંક ૯૧૮)
હે ભાઈ ! જરી મનમાં વિચારો – કેમ આવ્યો હું અહીં? ને શું કર્યું મેં કાજ આજે? વ્યર્થ તો જીવ્યો નહીં? બગડવું જરૂર સુધારવું, સુધરેલ બગડે ના હવે; એ કાળજી ધરી કાળજે, જીવન ગુજારું આ ભવે.
(બી-૩, પૃ.૫૯૫, આંક ૬૭૭) નાનો છોકરો અણસમજણવાળો હોય, ક્રોધ વગેરે કરતો હોય; પરંતુ મોટો થાય, સમજણો થાય ત્યારે સુધરી જઈ વેપાર વગેરે સારી રીતે કરે છે, અપલક્ષણો ભૂલી જઈને પોતાની ફરજ સંભાળે છે. તેમ જો આ જીવ પુરુષનું કહ્યું માની સમજણો થાય તો જ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે જાય તેમ છે; અને તે માટે આ