________________
(૪૪૫) D આપે સ્મૃતિ કે મુખપાઠ થવામાં કઠણાઈ સંબંધી પ્રશ્ન કર્યો, તેના સંબંધી જણાવવાનું કે ચિત્તમાં જેમ વિક્ષેપ ઓછો, દેહાધ્યાસ ઓછો અને જ્ઞાની પુરુષોનાં વચનોમાં પ્રીતિ વિશેષ તથા તેના સંચયની ભાવનાની વૃદ્ધિ થાય, તેમ તેમ તે વચનો કંઠસ્થ થવામાં સરળતા થાય. પોતાની મેળે કરવા કરતાં, જ્ઞાનીની આજ્ઞા સમજાય તો વિશેષ ભાવથી મુખપાઠ કરવા વીર્ય ફરે છે; કારણ કે તેથી જ હિત છે, એમ જીવને દ્રઢ થયેલ હોવાથી, તે પ્રત્યે વધારે પુરુષાર્થ કરે છે. દરરોજ કંઈ ને કંઈ મુખપાઠ કરવાનો જેને અભ્યાસ હોય, તેને તે વાત સરળતાથી બને છે. પૂર્વે મુનિવર્ગ ચૌદપૂર્વ મુખપાઠ કરી લેતા. (બી-૩, પૃ.૨૯૬, આંક ૨૮૫) આપે મુખપાઠ થઈ શકતું નથી, એ સંબંધી પુછાવ્યું છે, તેના ઉત્તરમાં જણાવવાનું કે આપણને ગમતું હોય કે લક્ષમાં આવી ગયું હોય, તે ભુલાતું નથી. કેટલાંય સગાંવહાલાંનાં નામ યાદ રહે છે, તે ગોખવાં પડતાં નથી. કોઈ ગાળ ભાંડી જાય તો મરણ સુધી ભુલાતી નથી; કારણ કે તેનો પરિચય વિશેષ થઈ જાય છે, વારંવાર યાદ આવતું રહે છે. તેમ જો પરમપુરુષનાં વચનો, આત્માને અત્યંત હિતકારી અને પરભવનાં ભાથા જેવાં છે એમ લાગ્યાં હોય, તો તે પણ વારંવાર યાદ આવતાં રહે અને ભૂલી ન જવાય; પણ સત્સંગે તેનું માહાત્મ સંભળાય, તેની પકડ થાય, આત્મહિતની વાત રાતદિવસ ખટક્યા કરે કે અત્યારે પ્રમાદ કરી જેટલો કાળ ગુમાવ્યો, તેમાંથી એક કલાક પાછો માગીએ તો ફરી મળે એમ છે? ગયાં એટલાં વર્ષો તો બધાં હંમેશને માટે ગયાં, તેમાંથી કંઈ માગ્યું મળે તેમ નથી. માટે હવે જેટલું જીવવાનું હોય તેટલી ક્ષણો, કંજૂસના ધનની જેમ વિચારી-વિચારીને વાપરવી. અહીં બેઠાં, અહીં ગયા, અને જોતજોતામાં દિવસ જતો રહે છે તેમ કર્યા કરતાં, ધન કરતાં વહી જતા કલાકોની વિશેષ કાળજી રાખી, સપુરુષે આજ્ઞા કરી છે – સ્મરણમંત્ર, વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપના, છ પદનો પત્ર, શ્રી આત્મસિદ્ધિ, અપૂર્વ અવસર વગેરે વિચારવામાં, જ્ઞાનીએ જામ્યો છે તેવો મારો આત્મા છે, તે પ્રગટ કરવા માટે જ્ઞાનીએ કહ્યું છે તે રાતદિવસ કર્યા કરવું છે, એવો દ્રઢ નિશ્ચય કરી, તે નિશ્રય આરાધતા રહેવા યોગ્ય છેજી,
(બો-૩, પૃ.૧૬૯, આંક ૧૭૩). D પ્રશ્ન : કોઈક વખતે ગોખવામાં ઉત્સાહ હોય છે અને કોઈ વખતે નહીં, એનું શું કારણ? પૂજ્યશ્રી : કર્મનો ઉદય છે. જે વખતે નવું ન શિખાય, તે વખતે ફેરવવું. બીજી વસ્તુમાં ચિત્ત ન જવા દેવું; નહીં તો કર્મ બાંધે. ઉપવાસ-એકાસણું કરીને વાંચવા-વિચારવાનું કરવું છે. જેમ ગરજ વધશે, તેમ તેમ જીવની વૃત્તિ જ્ઞાનીનાં વચનમાં - આત્મામાં રહેશે. પુરુષાર્થ કરે તો બધું થાય. (બો-૧, પૃ.૩૩૪) “પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” (પુષ્પમાળા-૩૫) આવાં વચનો મુખપાઠ કરી, લક્ષ લેવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૪૪૭, આંક ૪૬૬) | મનુષ્યભવની એક-એક પળ રત્નચિંતામણિ કરતાં વિશેષ મૂલ્યવાન છે, કારણ કે તે વડે મોક્ષમાર્ગ સાધી
શકાય છે; પણ વિષય-કષાયમાં તેવી ક્ષણો ગાળીએ તો આ દુર્લભ મનુષ્યદેહને કોડીનો ગણ્યા બરાબર