________________
(४४४ 0 મુખપાઠ કરવાનો અભ્યાસ રાખવો; કારણ કે મુખપાઠ કરેલું હોય તે કોઈ વખતે ઘણો લાભ આપે છે.
ગમે ત્યારે, ગમે તેવા સંજોગોમાં પણ મુખપાઠ કરેલ વચન ઉપયોગી થઈ પડે છે; કારણ કે પુસ્તક હંમેશાં પાસે હોય નહીં. (બો-૧, પૃ.૩૩૯, આંક ૮) T સવારે ત્રણ વાગે ઊઠીને મોક્ષમાળાના પાઠ ફેરવતી વખતે એ લક્ષ રાખવો કે મારે વિચાર કરવા માટે
ફેરવવા છે. એકાગ્ર મનથી ફેરવવા. શીખેલા છે માટે ન ફેરવું તો ભૂલી જઇશ, એટલો જ લક્ષ ન રાખવો. વિચાર કરવાનો પણ લક્ષ રાખવો. (બો-૧, પૃ.૩૪૧, આંક ૧૫) | દરેક મુમુક્ષુ ભાઈબહેને નિત્યનિયમ ઉપરાંત, કંઈ ને કંઈ પરમકૃપાળુદેવનાં વચનમાંથી વાંચવા, વિચારવા કે ભાવના કરવાનું રાખવા યોગ્ય છે.જી. બને તો એકાદ કડી મુખપાઠ કરી, અવકાશે બોલતા રહેવાથી, તે પરમપુરુષનો ઉપકાર વિશેષ-વિશેષ સમજાતો જશેજી. રોજ ને રોજ ખાવું-પચાવવું પડે છે તેમ કંઈ ને કંઈ વાંચીને, સાંભળીને, મુખપાઠ કરીને કે મુખપાઠ કરેલ ફેરવતા જઈને, જે પરમાર્થ પરમપુરુષે હૃયમાં રાખેલો છે, તે દયગત કરવા, વારંવાર વિચારવાની જરૂર છેજી. ઊંડા ઊતરવાની જરૂર છેજી. એ દિશામાં પુરુષાર્થ કરેલો, ગુરુકૃપાથી સફળતા અર્પશેજી. (બી-૩, પૃ.૫૭૧, આંક ૬૪૨) જે કંઈ મુખપાઠ કરવાની વૃત્તિ થાય, તેમાં લોકરંજન, વ્યાખ્યાનમાં ઉપયોગિતા કે માનાદિક અંકુરથી પ્રેરાઈને કંઈ થતું હોય તો તે ઉપશમાવી, પરમકૃપાળુદેવ અને તેમનાં વચનોમાં વૃત્તિ વિશેષ રાખવી છે, એ લક્ષ દ્રઢ કરવા યોગ્ય છેજી. ત્યાગ-વૈરાગ્યને પોષક વાંચન, ગમે તે ધર્મમાંથી ગ્રહણ કરવામાં હરકત નથી. આપણા આત્માને ઉલ્લાસ પ્રેરે તેવાં વચન મુખપાઠ કરવા વિશેષ વૃત્તિ થઈ આવે તો પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ
આજ્ઞા લઈ તેમ કરવામાં હરકત નથીજી. (બી-૩, પૃ.૫૫૩, આંક ૬૧૧) | ગોખવાનું કંઈ હોય તો વૃત્તિ વારંવાર ત્યાં જાય અને સત્પરુષનાં વચનરૂપ વ્યાપારમાં તો લાભ જ હોય.
કોઈક ક્ષણ એવી આવે કે જ્યારે જીવને જગત વિસ્મરણ થઈ આત્મજાગૃતિ પ્રગટે. (બી-૩, પૃ.૬૩૪, આંક ૭૪૬) D જે મુખપાઠ કરવું હોય, તે જ લખવાનું રાખવાથી, થોડી મહેનતે યાદ પણ રહે તેમ છેજી.
ગમે તે પ્રકારે, કાળ, જ્ઞાનીનાં વચનો વાંચવા, લખવા, વિચારવા કે મુખપાઠ કરવામાં જાય અને
સમજીને ભાવની વૃદ્ધિ, નિર્મળતા થાય, તેમ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૫૦૦, આંક ૫૩૭) | વૈરાગ્ય-ઉપશમ વધે અને નિવૃત્તિનો વખત પરમકૃપાળુદેવનાં વચનો વાંચવા-વિચારવામાં જાય તથા
મુખપાઠ કરી તેમાં વૃત્તિ રમ્યા કરે, એમ કરવાથી નિર્જરા થાય છે.જી. (બી-૩, પૃ.૫૬૭, આંક ૬૩૭) D મૂળ વિચાર તો એ જ વારંવાર કરવા યોગ્ય છે કે “હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ
પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” (૬૯૨) આ વિચાર વારંવાર લક્ષમાં રાખવા યોગ્ય છેજી. તેમાં જાગૃતિ રહેવા અર્થે બીજું વાંચવા-વિચારવાનું, મુખપાઠ કરવાનું છેજી, (બો-૩, પૃ.૫૦૮, આંક ૫૪૯)