________________
(૪૪૨)
અધ્યાસ એટલે વિપરીતતા. અધ્યાસ એટલે ભ્રાંતિ. દેહને આત્મા માને, તે અધ્યાસ છે, ભ્રાંતિ છે. પરમાં પોતાપણું માનવું, દેહ તે હું છું, એમ માનવું, તેને અધ્યાસ કહે છે. અધ્યાસ એટલે આરોપ કરવો. અધિ + આસ એટલે પોતાની જગ્યા નહીં ત્યાં બેસવું. વિપરીતપણે આત્માપણું માનવું, તે
અધ્યાત છે. (બો-૧, પૃ. ૨૦૯, આંક ૯૬) વાંચવા વિષે I એક ક્ષણ પણ નકામી ન જવા દેવી. વાંચવા, વિચારવાનું રાખવું. પરમકૃપાળુદેવને મારે જાણવા છે,
એવી ભાવના રાખવી. “પરમકૃપાળુદેવ મને જ કહે છે.' એવો લક્ષ રાખીને વાંચવું, વિચારવું. વાંચવાનું વધારે રાખવું. તેથી આત્માને શાંતિ થાય છે. એકાંતની જરૂર છે. પાસે પુસ્તક હોય તો લાભ
લઈ લેવો. (બો-૧, પૃ.૧૨૯, આંક ૩) T બીજા લોકોના સંગ કરતાં પુસ્તકોનો પરિચય વિશેષ રાખવા ભલામણ છેજી. વારંવાર વાંચશો તો
વિશેષ-વિશેષ સમજાશેજી. (બો-૩, પૃ.૭૯૪, આંક ૧૦૧૯) D પહેલાંના વખતમાં પુસ્તક વાંચતા ત્યારે પ્રથમ તેની પૂજા કરતા, પછી મનમાં ભાવના ભાવતા કે આ પુસ્તકથી મને લાભ થજો; અને ઉપવાસ, એકાસણું આદિ તપ કરી, પછી આજ્ઞા લઈને તે પુસ્તકનું વિધિસહિત વાંચન કરતા. (બો-૧, પૃ.૪૧, આંક ૧૩) જે કંઈ વાંચવું-વિચારવું થાય, તેની અસર ઘણા વખત સુધી રહ્યા કરે, તેની અપૂર્ણતા લાગે અને આત્મામાં પરમાર્થની ગરજ વિશેષ વધતી જાય, તેમ વાંચવા-વિચારવા વિનંતી છેજી. (બી-૩, પૃ.૬૦૯, આંક ૭૦૩) T એવો સત્સંગ કરવો કે જેથી પોતાનો આત્મા ફરે, આત્માને લાભ થાય. પોતાના દોષો દેખાય એવી રીતે
વાંચવું. (બો-૩, પૃ. ૯, આંક ૭૦૩) જે કંઈ પુસ્તકો વંચાય, તેના સારરૂપ અથવા તેમાંથી આપણને ઉપયોગી, ખાસ લાભકારક જણાય, તેવા ભાગની નોંધ રાખવા ભલામણ છે; કારણ કે પુસ્તક વંચાઈ રહ્યા પછી ભુલાવાનો ક્રમ શરૂ થાય છે; પણ તેવી નોંધ હોય અને ફરી વંચાય તો તે ગ્રંથનો ઉપદેશ ફરી તાજો થાય અને આપણને ઉપયોગી નીવડ્યા હોય તે પ્રસંગોની સ્મૃતિથી, આપણી પ્રગતિનું કંઈ અંકન થઈ શકે. (બો-૩, પૃ.૭૨૭, આંક ૮૮૬). 0 પુસ્તક વાંચતાં આપણને જે સારું લાગે, તે એક નોટમાં ઉતારી લઈએ. એમ કરતાં-કરતાં
ચાર-પાંચ વર્ષે એક એવી નોટ તૈયાર થાય કે બધાં શાસ્ત્રોનો સાર એમાં આવી જાય. (બો-૧, પૃ.૨૮૯, આંક ૩૯). | વાંચતાં કંઇ ન સમજાય તે એક નોટમાં લખી રાખવું અને પત્ર લખો ત્યારે પૂછવા વિચાર રાખવો. ઘણું
ખરું તો વૈરાગ્ય અને વિચારદશા વધતાં આપોઆપ સમજાશે. અહીંથી ઉત્તર ન મળે તો કંટાળવું નહીં કે વાંચવાનું પડી મૂકવું નહીં. (બી-૩, પૃ.૬૬૬, આંક ૭૯૫) T કોઈ પુસ્તક વાંચ્યું હોય અને ન સમજાય તો ફરીથી વાંચવું. પુસ્તક વાંચતી વખતે વિચાર કરવો કે આ
પુસ્તક મારે માટે વાંચું છું, એમાં ત્યાગવા યોગ્ય શું છે? ગ્રહણ કરવા યોગ્ય શું છે?