________________
(૪પ૯)
આવું સ્પષ્ટીકરણ કથામાં કરે તો તે પ્રસંગની છાપ પડવી જોઇએ તેવી સચોટ ન પડે, માટે ટૂંકામાં કથામાં જણાવ્યું છે તેમ જ શિલાની અહલ્યા કરનાર શ્રી રામચંદ્રજીના ગુણ ગાયા છે. તેને શાપ લાગ્યો હતો તે ભવ બીજો હતો; અને તે મનુષ્યભવનો દેહ છૂટયા પછી કરેલાં પાપના ફળરૂપે એકેન્દ્રિયરૂપ પથ્થરના શરીરમાં ઘણાં વર્ષ અધોગતિનાં દુ:ખ સહતાં રહેવું પડયું. પછી જ્યારે તે પાપ ભોગવાઇ રહ્યું અને પુણ્યનો ઉદય આવ્યો ત્યારે શ્રી રામચંદ્ર મહાત્માનો યોગ તે જીવને બનતાં પાછો મનુષ્યભવ મળવાનું કારણ બન્યું. આ બધા ભવોમાં તેનો તે જીવ હતો, તેને અહલ્યા નામથી કથાકારે ઓળખાવ્યો છે. આટલું લક્ષમાં રહેશે તો કોઈ જાતની શંકા, તે કથામાં નહીં રહે એમ લાગે છે. પૃથ્વી, પાણી, વનસ્પતિ, પવન વગેરેમાં જીવ હોય છે. તે નીકળી જાય ત્યારે માત્ર પૃથ્વી, શિલા, ગરમ પાણી કે લાકડું પડી રહે છે; એ સિદ્ધાંતની વાત છે; એટલે જડમાંથી કદી ચેતનની ઉત્પત્તિ થતી નથી, પણ શિલામાં જે જીવ હતો, તે નીકળીને મનુષ્યગતિમાં ગયો; પથ્થરનું મનુષ્ય બની ગયું નથી, તે વિચારશો. વિચારપૂર્વક વાંચે તેને શંકા થાય તો તેનું સમાધાન પણ મળે, નિઃશંક તો જ્ઞાની મહાત્મા છે, તેને આધારે વર્તવું છે. (બો-૩, પૃ.૩૨૧, આંક ૩૧૩).
સ્યાદ્વાદ D ભગવાને જે જણાવ્યું છે, તે અનેક ભેદ સમજવા યોગ્ય છે. તેમાંના એક ભેદ વિષે વાત કરવી હોય
ત્યારે સ્યાદ્વાદ આમ પણ સમજવું, એમ પણ કહેવાય છે; એટલે અનંત ભાવોમાંથી એક ભાવ વિષે જણાવ્યું તેની મુખ્યતા થઈ, પણ બાકીના બીજા બધા ભાવો ગૌણપણે લક્ષમાં છે – એમ જણાવવા માટે સ્યાદ્વાદ શબ્દ વપરાય છે, કે યાત્પદ પણ કહેવાય છે. (બો-૩, પૃ. ૩૭, આંક ૭૫૨) દ્રવ્યની અપેક્ષાએ સિદ્ધ અને સંસારી જીવમાં ભેદ નથી. શુદ્ધ અવસ્થા છે, તે સિદ્ધ છે અને મલિન અવસ્થા છે, તે સંસારી છે. પરનો સંગ હતો ત્યારે મલિન પર્યાય હતો. અસંગ થયો ત્યારે શુદ્ધ પર્યાય થયો. બધાય જીવો સિદ્ધ સમાન છે, કર્મને લઈને ફેરફાર દેખાય છે.
બંને નય સાથે રાખે છે, તે સાદ્વાદ છે. (બો-૧, પૃ.૩૪૫, આંક ૨૬) T સ્યાસ્પદ = અનેક પ્રકારે વસ્તુને કહેવાની શૈલી. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે અનિત્ય છે, વગેરે.
(બી-૩, પૃ. ૨૦૫, આંક ૨૦૩). D પ્રશ્ન : ઉત્પાદ-વ્યય-ધ્રુવ એટલે શું? પૂજ્યશ્રી એ ત્રિપદી છે. મહાવીર ભગવાને ગૌતમસ્વામીને કહી હતી. એ સ્યાદ્વાદ છે. આત્મા પણ વસ્તુ છે. આત્મા દ્રવ્ય નિત્ય છે. પર્યાયદ્રષ્ટિએ આત્માનો ઉત્પાદ-વ્યય છે. કોઈ મનુષ્ય મરી દેવમાં જાય તો મનુષ્યપર્યાયનો વ્યય, દેવપર્યાયની ઉત્પત્તિ અને જીવ જીવરૂપે સ્થિર રહ્યો. દ્રવ્યદ્રષ્ટિથી વસ્તુ સ્થિર છે, પર્યાયવૃષ્ટિથી અસ્થિર છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય. એનો વિચાર કરે તો છે પદની શ્રદ્ધા થાય. (બા-૧, પૃ. ૧૮૫, આંક ૫૭)