________________
(૪૭૧) તેવો પુરુષનો યોગ અને તેની આજ્ઞાની પ્રાપ્તિ થયા પછી, જીવ તેની આરાધનામાં પ્રમાદ કરે તો શરમાવા જેવું છેજી. પશુ આદિ બીજા ભવોમાં સારી ભાવના કરી; આ મનુષ્યભવ મળે એવી કમાણી કરી; સત્પષનો યોગ થાય તેટલું પુણ્ય પ્રાપ્ત કરી શક્યો; તો હવે આ ભવમાં તો તેથી ઘણું થઈ શકે તેવો યોગ છે. માટે હિંમત હાર્યા વિના, પુરુષાર્થ કાળજી રાખીને કરતા રહેવાથી, જીવનું કલ્યાણ થવા યોગ્ય છેજી. આપ સમાન બળ નહિ અને મેઘ સમાન જળ નહિ' એમ ગણી, શરીર આદિની સગવડ ઓછી કરીને, આત્મહિતને આગળ કરવું ઘટે છે તથા રોજ મરણને સંભારી, કરી લેવા યોગ્ય કામમાં પ્રમાદ ન થાય, તે તપાસતા રહેવું ઘટે છેજી. (બો-૩, પૃ.૧૫, આંક ૧૬૭) મનુષ્યભવ દુર્લભ છે. ફરી-ફરી, કલ્યાણ કરવાની આવી તક આવવી દુર્લભ છે; તો જે વ્રતનિયમ તથા નિત્યનિયમ વગેરે ધર્મકાર્ય સદ્ગુરુની આજ્ઞાએ કરવા યોગ્ય છે, તેમાં શિથિલતા ન આવે, તેમ વર્તવા યોગ્ય છે, ખોટા મિત્રો, ખોટાં પુસ્તકો, નાટક, સિનેમા વગેરે વિકારને પોષે તેવા પ્રસંગોથી દૂર રહેવું. સત્સંગની ભાવના રાખી, સામાયિકપાઠ, સ્મરણ, આત્મસિદ્ધિ વગેરે યથાશક્તિ કરતા રહેવા ભલામણ છે. અવકાશનો વખત ગપ્પાંમાં કે ગંજીફા વગેરે રમતમાં કે પ્રમાદમાં વહ્યો ન જાય, તેની કાળજી રાખી, ધર્મધ્યાન, સદ્વાંચન, સવિચાર વગેરેમાં કાળ ગાળવા યોગ્ય છે. (બી-૩, પૃ.૭૬, આંક ૬૪) મનુષ્યભવ દુર્લભ છે. ભલે રોગી હોય, ખોડખાંપણવાળો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, નિર્ધન હો કે શ્રીમંત હો, પણ મનુષ્યભવ છે તો પુરુષનાં વચન કાનમાં પડશે, વિચારાશે, સારા ભાવ થશે; પણ તે છૂટી ગયા પછી કંઈ બનનાર નથી. માટે મનુષ્યભવ પામીને આર્તધ્યાન, રૌદ્રધ્યાનમાં વખત ન જાય, તે જ સાચવી લેવાનું છે. કાળનો
ભરોસો નથી, માટે ચેતી લેવાનું છેજી. (બો-૩, પૃ.૬૭, આંક ૫૪) | મનુષ્યભવ દુર્લભ છે. ભલે શરીર સાજું-માંદું હોય કે અપંગદશા હોય, તોપણ જ્ઞાની પુરુષની આજ્ઞા
આરાધતાં જીવનાં કોટિ કર્મનો નાશ થાય છે. પરમપુરુષ પ્રત્યે જેની આશ્રયભાવના દ્રઢ છે, તેને ગમે
તેટલાં દુઃખ આવે, તેને તે સુખરૂપ માને છે. (બી-૩, પૃ.૩૧, આંક ૭૪૦) | મનુષ્યભવ દુર્લભ છે એ વારંવાર પ.પૂ પ્રભુશ્રીજી પાસેથી સાંભળ્યું છે; તે દયમાં કોતરી રાખી, સપુરુષની આજ્ઞાએ આટલો ભવ કે અમુક બચે તેટલો કાળ જાય, તેવી કાળજી કર્તવ્ય છે. ખરી કમાણી કરવાનો અવસર આ મનુષ્યભવ છે; પણ વિચક્ષણનો માર્ગ છે. જે રસ્તે લૂંટાઈ ગયા, તે રસ્તે ન જવું. લાભ થાય તેમ પ્રવર્તવું. સત્પરુષની આજ્ઞામાં જેટલો લાભ સમાયો છે, તેટલો જગતમાં
ક્યાંય નથી, એ દ્રઢ શ્રદ્ધા રાખી, થયેલી આજ્ઞાનો વિચાર કરી, તે ઉપાસવા પુરુષાર્થ કર્તવ્ય છે. (બો-૩, પૃ.૧૦૯, આંક ૧૦૨) દુર્લભ મનુષ્યદેહ શાં શાં કામમાં વહ્યો જાય છે, તેની વિચારવાન જીવે લક્ષ રાખવા, નોંધ રાખવા લાયક છે.