________________
(૪૬૮)
મનુષ્યભવને સફળ કરનાર સાધનો મળવાં તો બહુ મુશ્કેલ છે. જન્મમરણનાં દુઃખો જેને લાગ્યાં છે, તેને પુરુષાર્થ સૂઝે છે. (બો-૧, પૃ.૨૯, આંક ૬) D મનુષ્યભવની એક-એક પળ રત્નચિંતામણિ કરતાં વિશેષ મૂલ્યવાન છે, કારણ કે તે વડે મોક્ષમાર્ગ સાધી શકાય છે; પણ વિષય-કષાયમાં તેવી ક્ષણો ગાળીએ તો આ દુર્લભ મનુષ્યદેહને કોડીનો ગણ્યા બરાબર છે. માટે માનવપણું સમજે તે માનવ, એ વારંવાર લક્ષમાં રાખી, મોક્ષમાળાનો ચોથો પાઠ “માનવદેહ' મુખપાઠ કરવા ભલામણ છે. (બો-૩, પૃ.૭૮૭, આંક ૧૦૦૩) D જીવને મનુષ્યભવ દુર્લભ સમજાયો નથી. એક માણસ પાસે એક અમૃતનો પ્યાલો હતો. તેમાંથી એક ટીપું પણ મરેલા મનુષ્યના મોઢામાં નાખે તો મરેલો જીવતો થાય, તેને પગ ધોવા માટે વાપરી નાખ્યું. તેમ આ મનુષ્યભવથી મરવાનું છૂટી મોક્ષ થાય એમ છે, તેને આ જીવ ખાવા-પીવામાં, મોજશોખમાં, કમાવામાં એવી નજીવી વસ્તુઓમાં વાપરે છે. (બો-૧, પૃ.૨૬૧, આંક ૧૬૮) ઘર્મ કરવો તો છે, પણ વચ્ચે કામધંધાથી વિપ્ન આવતું હોય તો તે કામ પણ કરી લીધે છૂટકો. જે આડે આવે તે કોરે કરવું પડે, પણ લક્ષ ન ચૂકવો કે આ મનુષ્યભવ અમૂલ્ય છે અને અનંત પુણ્યસંચય થવાથી સપુરુષે પ્રરૂપેલો ધર્મ સમજવાનો, આદરવાનો લાગ આવ્યો છે તો જેમ મોસમમાં આપણે કમાઈ લઈએ છીએ તેમ મનુષ્યભવ અને યુવાવસ્થા તથા નવરાશનો વખત, એ ધર્મસાધન કરવાની ઉત્તમ મોસમ છે. કંઈ ન આવડે તો મંત્રસ્મરણ, મોઢે કરવાની આજ્ઞા મળી હોય તે ગોખવાનું કે વિચારવાનું કે વાંચવાનું કરવાથી, બીજાં કર્મ બંધાતાં અટકશે અને નિર્જરાનું કારણ થશે. કોઈ મોસમમાં ધર્મને માટે ઓછો વખત મળે તો પણ કોઈ પ્રકારે ખેદ ન કરવો. ભાવ એવો રાખવો કે “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?' અને બને તેટલું કરવું; પણ જ્યારે નવરાશનો જોગ બને, ત્યારે પ્રમાદમાં વખત ન જાય, તે સાચવવાનો લક્ષ રાખવો ઘટે છેજી. (બી-૩, પૃ.૪૬, આંક ૩૧) D આ મનુષ્યભવમાં જેવી આત્મકલ્યાણની અનુકૂળતા છે, તેવી લખચોરાસી ગતિમાં ભમતાં કોઈ પણ
ઠેકાણે મળે તેમ નથી. બહુ પુણ્યથી મનુષ્યભવ મળ્યો છે, તેની એક-એક પળ રત્નચિંતામણિથી ઘણી જ મૂલ્યવાન છે. માટે પ્રમાદ, વાસના, વેર, વિરોધ આદિ દુર્ભાવ છોડીને, સદ્ગુરુ આજ્ઞામાં જેટલો કાળ ગળાય તેટલું ખરું જીવન છે, બાકી તો ધમણની પેઠે શ્વાસોશ્વાસ લેવામાં કાળ જાય છે. ખરી મોસમમાં જેમ ખેડૂતો બધાં કામ મુલતવી રાખી, એક ખેતીના કામમાં તનતોડ મહેનત કરે છે; તેમ મનુષ્યભવની ઉત્તમ મોસમ આવી છે, તે મોક્ષને જ અર્થે છે. આજીવિકા કે જરૂરનાં દેહાદિ સંબંધી કાર્યો પતી જતાં, નવરાશનો વખત, બને તેટલો, આત્મઉન્નતિ થાય તે અર્થે ગાળતા રહેવાથી, જીવનું કલ્યાણ ત્વરિત ગતિથી થવું સંભવે છેજી. સમજુ જન સહેલાઇથી સમજી જાય છે. મૂર્ખ માણસો આખી જિંદગી આવી વાતો સાંભળે છતાં ચેતતાં નથી અને અચાનક કાળ આવી પહોંચે ત્યારે સિકંદરની પેઠે આખરે પસ્તાય છે; પણ અંતે કંઈ બની
શકતું નથી. (બી-૩, પૃ.૬૦૩, આંક ૬૯૨) | તમારો પત્ર મળ્યો. સમાચાર જાણ્યા. તમે તમારા અનિશ્ચિત મનને, હાલ તો બને ત્યાં સુધી ભક્તિમાં
રોકતા રહો, એ જ ખાસ તો ભલામણ છેજી.