________________
૪૫૧
‘‘ગમે તેવો પ્રતિબંધ હોય, મરણ સમાન વેદના હોય, ગમે તેવા માયાના ફંદમાં ફસાઇ જવાનું બને, પણ આત્મહિત કદી ન વીસરવું.'' (બો-૩, પૃ.૫૮૦, આંક ૬૫૩)
૫.પૂ. પ્રભુશ્રીજીના બોધની સ્મૃતિને આધારે આટલું નીચે લખ્યું છે, તે સર્વેએ મુખપાઠ કરવા યોગ્ય, વારંવાર વિચારવા યોગ્ય છેજી :
‘‘એક શ્રદ્ધા કરવા યોગ્ય છે કે આ સત્પુરુષે આત્મા જાણ્યો છે તે મારે માન્ય છે. બીજા ગમે તે વિકલ્પો આવે તે ખબર પડે છે, તો તે જાણનારો, તે સર્વથી જુદો ઠરે છે. તે જાણનારને માનવો. સદ્ગુરુએ કહ્યું છે તેવું તેનું સ્વરૂપ છે; મને અત્યારે ભાન નથી તોપણ મારે બીજું કંઇ પણ માનવું નથી, એ તો મારા હાથની વાત છે. એમ દૃઢ નિશ્ચય થાય તો જે સંકલ્પ-વિકલ્પ, સુખદુઃખ આવે છે તે જવા માટે આવે છે. ભલે ! બમણું આવે, પણ તેને માનવું નથી. એટલી પકડ થવી જોઇએ.
અરીસામાં સામેના પદાર્થ જણાય, પણ અરીસો અરીસારૂપ જ છે; તેમ ભલે ગમે તે મનમાં આવે, તોપણ આત્મા આત્મારૂપ જ છે. બીજું બધું પહેલાંના કર્મના ઉદયરૂપ ભલે આવે - તે બધું જવાનું છે, પણ આત્માનો કદી નાશ થનાર નથી - તેમાં માથું મારવા જેવું, ઇષ્ટ-અનિષ્ટપણું માની હર્ષ-શોક કરવા જેવું નથી. આટલી ઉંમર થતાં સુધીમાં અનેક સંકલ્પ-વિકલ્પ થઇ ગયા, પણ કોઇ રહ્યા નથી - બધા ગયા; તો નાશવંત વસ્તુની ફિકર શી કરવી ? એની મેળે જ જે નાશ પામવાના છે, તેથી મૂંઝાવું શું ? ફિકરના ફાકા મારી જવા જેવું છે.
સ્મરણનો અભ્યાસ વિશેષ રાખવો. સંકલ્પ-વિકલ્પ આવે કે સ્મરણનું હથિયાર વાપરવું અને માનવું કે ઠીક થયું કે મારે સ્મરણમાં જતું રહેવાનું નિમિત્ત બન્યું, નહીં તો પ્રમાદ થાત. સદ્ગુરુએ મંત્ર આપ્યો છે તે આત્મા જ આપ્યો છે. તે પ્રગટ થવા માટે પ્રેમની જરૂર છે. પ્રેમમાં બધું આવી ગયું. હરતાં-ફરતાં, બેસતાં-ઊઠતાં એક આત્મા જ જોવો, બેટ્ટો હોય તે બીજું જુએ. આવો દૃઢ અભ્યાસ થઇ જાય તેને પછી જે ઉદયમાં આવે તે કંઇ હાનિ કરતું નથી, મરવા આવે છે; પછી તેને કંઇ ફિકર નથી.''
આટલું વારંવાર વિચારી, સમજી, જો જીવ આચરણમાં મૂકે તો પછી તેને સંસાર શું કરી શકે ? કાયર થયા વિના, બીજી ઇચ્છાઓ અને નિમિત્તોમાં તણાઇ ન જવાય તેવી જાગૃતિ રાખી, જીવ અભ્યાસ આદરે તો અમૃત સમાન આટલો બોધ, જીવને જન્મમરણનાં દુઃખોમાંથી બચાવી, પરમપદ પમાડે તેવો છેજી. (બો-૩, પૃ.૨૪૫, આંક ૨૩૮)
I ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ, વટામણ તેમના પૌત્ર ઉપર એક પત્ર સ્વમુખે લખાવેલ છે (ઉપદેશામૃત પૃ.૯૫, પત્રાવલિ ૧-૧૫૦), તે આપ સર્વને આખી જિંદગી સુધી ઉપયોગી થાય તેવો લાગવાથી, તેની નકલ માત્ર આ વખતે ઉતારી મોકલું છું. થાય તો મુખપાઠ કરી, હ્રદયમાં કોતરી રાખી, પ્રસંગે-પ્રસંગે યાદ રાખી, વર્તન, સર્વ જીવો પ્રત્યે તેમાં કહ્યું છે તેમ, રાખવા ખાસ ભલામણ છેજી. જીવન સુખસંપભર્યું બનાવે તેવું તેમાં અલૌકિક સામર્થ્ય છેજી. (બો-૩, પૃ.૨૬૨, આંક ૨૫૬)
આપ બંને ભાઇઓના પત્ર મળ્યા છે. ઉત્તરમાં જણાવવાનું કે શ્રદ્ઘા પરમ પુજ્જા' પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા, તે શ્રદ્ધાની નિર્મળતા અર્થે આ વટામણવાળો પત્ર આપને બીડું છું; તે વાંચી પરમકૃપાળુદેવ પ્રત્યે જ ગુરુભાવ થાય અને વર્ધમાનતાને પામે, તે અર્થે રોજ એ પત્રનું વાંચન કરશો