________________
૪૪૧) અહીં તેવી જોગવાઈ છે. ઘણી બહેનો સંસ્કૃત અભ્યાસ કરે છે; પણ તેવો પુણ્યનો યોગ હોય તો આ ક્ષેત્રમાં અભ્યાસ તથા સત્સંગ અર્થે લાંબી મુદ્દત રહી શકાય. વર્ષ-બે વર્ષનો ચાલુ અભ્યાસ, સંસ્કૃતનો ન થાય ત્યાં સુધી સંસ્કૃતમાં કંઈ ગમ પડે તેવું લાભકારક શીખી શકવું, મુશ્કેલ છે. તમે ધાર્યું હશે કે માસ-છ માસ મહેનત કરીશું એટલે સંસ્કૃત શીખી જવાશે, પણ તેવી સહેલી ભાષા એ નથી. છતાં પુરુષાર્થ કરેલો નકામો નહીં જાય. ગુજરાતીમાં લખાયેલું સારી રીતે સમજાય, તેટલો લાભ થવો સંભવે છેજી. પરમકૃપાળુદેવનો એક ટૂંકો પત્ર, આપને આ પ્રસંગે વિચારવા ઉતારી મોકલું છું : “ “જ્ઞાનનું ફળ વિરતિ છે.' વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવનાં કાર્યોથી અને વિભાવનાં પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવનાં કાર્યોનો અને વિભાવનાં ફળનો ત્યાગી ન થયો, તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું (ભણવું વગેરે) અજ્ઞાન છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે.'' (૭૪૯) (બી-૩, પૃ.૪૨૦, આંક ૪૨૮) D તમે સંસ્કૃત શીખો છો તે જાણી, સંતોષ થયો છે. મહેનત લેશો તે અલેખે નહીં જાય. ગુજરાતી વધારે
સારું સમજી શકાશે, વિચારમાં મદદ મળશે; પણ “હું કંઈ જ જાણું નહીં.' એ નિશ્વય દ્રઢ કરી રાખવા યોગ્ય છે; નહીં તો અહંકારને આમંત્રણ આપવા જેવો બધો અભ્યાસ છે. ““હું મારું હૃદયેથી ટાળ, પરમારથમાં પિંડ જ ગાળ." - આ વચન દ્ધયમાં કોતરી રાખવા યોગ્ય, મારે-તમારે-બધાને છેજી. (બી-૩, પૃ.૪૪૭, આંક ૪૬૬) D પોતાનું જીવન વિચારીને પોતાના દોષો કાઢવા માટે આ બધું વાંચવાનું છે. ભણવાનું છે, તે અભિમાન
કરવા માટે નથી, પણ વિનય કરવા માટે ભણવાનું છે. જેમ ફળ આવવાથી ઝાડ નીચે નમે છે, તેમ જેમ જેમ ભણે તેમ તેમ વિનય ગુણ આવે. અભિમાન જાય તો ભણ્યો ગણાય. (બો-૧, પૃ.૨૪૩, આંક ૧૩૫) : 0 પ્રશ્ન : વેદની ન આવે ત્યાં સુધી દેહથી ભિન્ન છું, ભિન્ન છું, એમ કરીએ; પણ વેદની આવે તે વખતે
પાછી વૃત્તિ દેહમાં જતી રહે છે. પૂજ્યશ્રી એ ખરી રીતે અભ્યાસ નથી. અભ્યાસ કર્યો હોય તો વેદના આવે ત્યારે ખબર પડે. અભ્યાસ કરવાનો હોય, ત્યારે અનુકૂળતા જોઇએ. અભ્યાસ થઈ ગયા પછી ગમે તેવી પ્રતિકૂળતા આવે તોપણ કંઈ અસર ન થાય. કામદેવ વગેરે શ્રાવકો, એ અભ્યાસ કરવા માટે સ્મશાનમાં કાયોત્સર્ગ ધ્યાનમાં રહેતા. ગમે તેવાં કષ્ટ આવે પણ મારે કાયોત્સર્ગથી ચૂકવું નથી. અભ્યાસ કરવામાં પહેલાં તો અનુકૂળતા જોઇએ, જેમ કે સામાયિક કરે ત્યારે સારું સ્થાન જોઈએ; પણ અભ્યાસ થઈ ગયા પછી, ગમે ત્યાં બેસે તોપણ ભાવ સ્થિર રહી શકે. બધાનો આધાર મન ઉપર છે.
અભ્યાસ હોય તો વૃત્તિ એક ઠેકાણે રહી શકે છે. (બો-૧, પૃ.૨૦૩, આંક ૮૨) |અભ્યાસ અને અધ્યાસ એક નથી. અભ્યાસ એટલે વારંવાર એનું એ કરવું.