________________
૪૩૯
મુશ્કેલી વેઠયે, તે માર્ગ પ્રાપ્ત થવો સંભવે છે; પરંતુ આપણા જેવાં અબુધ અને અશક્ત જીવોને તેના શરણે ભક્તિ અને વિશ્વાસનો માર્ગ સુલભ લાગે છે.
નોકષાય બહુ આત્મઅહિત નથી કરતો. કષાય અત્યંત અહિત કરે છે.
મોહ કરવો ન ઘટે, થતો હોય તો સત્પુરુષ પ્રત્યે કરવો. તે પરમપુરુષના જીવનની કવિતા સમજવા, સાહિત્યનાં ગંદાં ચીંથરાં ચૂંથવા પડે તો થોડો વખત ચૂંથવામાં હરકત લાગતી નથી. ખરી રીતે તો કવિ અને તત્ત્વજ્ઞાનીમાં ભેદ નથી. જ્યાં સત્ય છે ત્યાં એકતા છે; પરંતુ આપણી અપૂર્ણતા વિઘ્નરૂપ લાગે છે. સાહિત્યનાં પાત્રોથી ચિત્ત ચંચળ થતું હોય, તો પ્રત્યક્ષ સંસારનાં સ્ત્રી-પુરુષોના સંસર્ગમાં કેવું રહેશે તે વિચારી, તે દોષો દૂર થવા વિશેષ ઝૂરણા અને ભક્તિ આદરી, ચિત્તશુદ્ધિનો માર્ગ લેવો વિશેષ હિતકર છે. જોકે નિમિત્તો દૂર કરી, પુરુષાર્થ તે દોષો દૂર થાય તેમ કરવાનું યોગ્ય લાગતું હોય તો તે હિતકર છે, જેથી વિશેષ જાગ્રત રહેવાનું બને. તે મુશ્કેલ લાગે તોપણ કરવું.
કોલેજ કોર્સ સંબંધી મારો કોઇ પ્રત્યે પક્ષપાત નથી. જો ભક્તિભાવ હૃદયમાં હશે તો ગમે તેવા કોર્સથી ડરવાનું નથી. કાયમનું નુકસાન નથી થવાનું.
તા.ક. પવિત્ર હૃદયને શૈલીની પંચાત નથી પડતી. આડંબરની જરૂર નથી. સરળતા જેવી સુંદર શૈલી બીજી કોઇ નથી. પરમકૃપાળુદેવ અને તેમની દિશામાં મહાત્મા ગાંધીજીની ભાષાશૈલી પવિત્રતા, સરળતા, સુગમતા તરફ વહેતી હોય છે. તેમ જે જણાવવું હોય તે સ્પષ્ટ થાય તેવી શૈલી રાખવી. જેમ કષાયની મંદતા તેમ લખાણ પણ સુંદર બનશે. બીજાના તરફ લક્ષ ન આપતાં, પોતાના ભાવો સ્પષ્ટ બને, તેમ લક્ષ રાખવો ઘટે છેજી. (બો-૩, પૃ.૫૬૮, આંક ૬૩૯)
આપનો પત્ર મળ્યો. ગમે ત્યાંથી આત્મહિત થાય, ગમે તે પ્રકારે તે જ કર્તવ્ય છેજી.
ચિત્તમાં શાંતિ રાખી, રજાઓ, વડોદરા કે આશ્રમમાં જ્યાં અનુકૂળતા હોય ત્યાં, ધર્મધ્યાનમાં ચિત્ત સ્વસ્થ રહે ત્યાં, ગાળવા યોગ્ય છેજી.
રેન્ક (rank) માટે બીજા ઇચ્છા રાખે તે સ્વાભાવિક છે; પણ તે તેમના તથા તમારા હાથની વાત નથી. તેમને જણાવવું કે બનતો પુરુષાર્થ કરું છું; તેનું ફળ કેવું આવે, તે કોઇના હાથની વાત નથી. આપણે જેમ નાપાસ થવું નથી, તેમ નંબર ઊંચો આવે તો ના નથી; પણ એને માટે શરીર બગાડવું, ઉજાગરા ક૨વા એમ તો કોઇ પણ ન ઇચ્છે. પ્રારબ્ધાધીન થના૨ હશે તે થશે, તે સંબંધી ઇચ્છા પણ કરવી નથી. પુરુષાર્થ બને તેટલો કર્યે જવો. નકામા સંકલ્પ-વિકલ્પોમાં તણાવું નહીં. (બો-૩, પૃ.૫૧૩, આંક ૫૫૫)
7 તમારું કાર્ડ મળ્યું. ગભરાવાનું કંઇ કારણ નથી. આ પરીક્ષામાં જેમાં વધારે માર્ક આવ્યા હોય અને જે પોતાને ઓછી તકલીફે તૈયાર થાય તેમ લાગે, તે વિષય લઇ લેવો. પરીક્ષા એ ધ્યેય નથી. દરદ હોય તો તે જોર ન પકડે કે તેને ટેકો ન મળે, તે લક્ષ રાખવો.
ન
અભ્યાસની કાળજીમાં શરીર ન બગડે અને શરીરના વિકલ્પોમાં આત્મમાહાત્મ્ય ગૌણ ન થઇ જાય. આત્મા માટે અભ્યાસ આદિ છે. પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રેમભાવની વૃદ્ધિ થાય, તેમ વર્તવા ભાવના રાખો, એ જ હાલ ભલામણ છેજી.