________________
(૪૩૪
ભગવાનની પ્રતિમા, તે સમભાવની મૂર્તિ જ છે. જેનામાં સમભાવ છે, તેમાં દ્રષ્ટિ રાખે તો સમભાવ આવે. સમજીને શમાય.તો સમભાવ આવે. રાગ-દ્વેષ એ મોજાં છે, એ સમાઈ જાય તો સમભાવ આવે. ગમે તે થવું હોય તે થાઓ, રૂડા રાજને ભજીએ, એમ જેને હોય, તેને સમભાવ આવે. સમભાવ આવે
તો પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત થાય છે. (બો-૧, પૃ.૩૦૦, આંક ૫૫) D સમભાવ આવવા માટે બે ઘડી મન-વચન-કાયાથી પાપ ન કરવું, એવો નિયમ કરી, બે ઘડી સુધી એક
સ્થાને બેસે, તે સામાયિક કહેવાય છે. સામાયિકમાં ધર્મની વાત થઈ શકે છે. વ્યાખ્યાન પણ સાંભળી શકાય છે. સૂત્રના પાઠ બોલાય, પદો બોલાય, માળા ફેરવાય. સામાયિકમાં શાસ્ત્ર લખી શકાય છે. પૂ. શ્રી અંબાલાલભાઈ પુસ્તકોની નકલ કરતા ત્યારે સામાયિક લઈને બેસતા. પરમકૃપાળુદેવે એમને કહેલું કે રોજ અમુક વખત સામાયિક લઈને બેસવું; તે વખતે પુસ્તકો નકલ કરી લેવા મોકલ્યાં હોય, તેની નકલ ઉતારવી.
(બો-૧, પૃ.૨૫૯, આંક ૧૬૫) || પૂણિયા શ્રાવક રોજ બે આનાની કમાણીમાંથી, બે જણનો નિર્વાહ ચલાવવાનું કરતા અને કંઈ બચત
કરી, ફૂલ ખરીદી, ભગવાનની પૂજા કરતા. સામાયિક (બે ઘડી આત્મવિચાર-ધ્યાન) એવું કરતા કે ભગવાને શ્રેણિકરાજાને કહ્યું કે પૂણિયા શ્રાવકની એક સામાયિકનું ફળ તને મળે તો તું નરકે જતો બચે; એટલે એક સામાયિકવ્રત, યથાયોગ્ય થાય તો તેનું પુણ્ય એટલું હોય છે કે તે ભોગવવાનું સ્થાન દેવલોક સિવાય બીજું નથી. અત્યારે જે કમાણી દેખાય છે, તે “ભિખારીના ખેદ' વિષે મોક્ષમાળામાં પાઠ છે, તેના જેવી છે. તેમાં રાચવા જેવું નથી. (બો-૩, પૃ.૭૫૭, આંક ૯૫૧) [ આ કાળમાં આત્માની સામાયિક થઈ શકે છે. ““જ્ઞાનીપુરુષનાં વચનો સાંભળી સાંભળીને ગાંઠે
બાંધો તો આત્માની સામાયિક થશે.' (ઉપદેશછાયા પૃ.૭૦૯) પણ તે કદાગ્રહ મૂકે તો થાય. કદાગ્રહ એટલે જ્ઞાનીનું કહેવું માને નહીં. આત્માને સ્થિર કરવાનું જ્ઞાની પુરુષો કહે છે. જ્ઞાની પુરુષો કહે છે કે સંસારમાં અનંત દુઃખ છે, છતાં જીવને સુખ લાગે છે. વિચાર કરતો નથી. જ્ઞાનીનું કહેલું માનતો નથી, કદાગ્રહ મૂકતો નથી. તેથી સંસારમાં રઝળે છે અને અનંત દુઃખ પામે છે. (બો-૧, પૃ.૧૫૮, આંક ૧૬ T સામાયિકમાં આલંબનદોષ એટલે ભીંત વગેરેને અઢેલીને બેસવું, તકિયે અડીને બેસવું તે. ટૂંકામાં ટટાર, જાગ્રતિભાવમાં ન રહેવું તે આલંબનદોષ. સામાયિક સાંજે કે સવારે અથવા બપોરે કરે ત્યારે ઊંઘ આવી જાય, તે પણ દોષ છે. ઊંઘમાં ચિત્ત ક્યાં ભટકે છે, તેની ખબર રહેતી નથી. ઊંઘ એ મરણની માસી છે. મડદા જેવું માણસ થઈ જાય છે. તે ધર્મમૂર્તિ ન કહેવાય. સામાયિકનું વ્રત તો ધર્મમાં ભાવ જોડી રાખવા અર્થે છે, તેથી સામાયિકમાં ઊંઘવું તે વ્રતમાં દોષ લાગ્યો ગણાય. મોક્ષમાળામાં ૩૮મા પાઠમાં એ દોષોના અર્થ પરમકૃપાળુદેવે લખ્યા છે. (બો-૩, પૃ.૬૪૬, આંક ૭૬૭)
).