________________
(૪૦૮)
વ્રતનિયમ લેવાં સહેલાં છે, પાળવાં તેટલાં સહેલાં નથી. એ તમારા જ ગામના એક ભાઈના દાખલા ઉપરથી સમજાય તેમ છે; તેથી જ તમને ઉતાવળ કરીને નિયમ લેવા કરતાં પ્રથમ પાળી જોઇ, પછી નિયમ લેવા જણાવ્યું હતું. કદી વ્યાધિ આદિના પ્રસંગે દોષ લાગી જાય તોપણ કાયર થઇને વ્રત તજી દેવા યોગ્ય નથી. હવે તો મારાથી ન પળે, વ્રત તૂટી ગયું તો તૂટી ગયું, હવે શું બને? એમ કરીને હિંમત હારી જવા જેવું નથી. બાર માસનો નિયમ લીધો તો બાર માસ પૂરા અખંડિત પાળવાની કાળજી રાખવી ઘટે. જ્યારથી તૂટે ત્યારથી બાર માસ અખંડિત પાળી લેવા. એક વાર વચન આપ્યું હોય તે, જેમ પ્રાણ જતાં પણ સત્યવાદી જન તોડતા નથી; તેમ ધર્માત્મા જીવોએ પણ નિયમ સંગુરુની સાક્ષીએ લીધો, તે લૌકિક જનોનાં વચન કરતાં પણ વધારે દુર્લભ છે જાણી, તે નિષ્ફળ ન થાય તેવી કાળજી રાખી, પાળવા માટે પુરુષાર્થ પરાયણ થવાની જરૂર છેજી. (બી-૩, પૃ.૨૯૭, આંક ૨૮૬) હાલ માળા ફેરવવાનો વખત મળે તેમ ન હોય તો ત્રણ પાઠ રોજ ભક્તિ કરવાનો નિયમ લેશો તોપણ હરકત નથી. એકદમ ઉતાવળ કરી વધારે નિયમો લેવા અને પછી મને વખત મળતો નથી, મારાથી હવે નિત્યનિયમ નથી બનતો, એમ કરવાનો વખત ન આવે; માટે પ્રથમ પોતાની શક્તિ પ્રમાણે નિયમ
લેવા. નિયમ લીધા પછી પ્રાણત્યાગ જેવા પ્રસંગે પણ ચૂકવું નહીં. (બો-૩, પૃ.૬૯૪, આંક ૮૩૪) | તમે સટ્ટાની બાધાની માગણી કરી છે, તે વાંચી પ્રસન્નતા થઈ છેજી. જોકે સાત વ્યસનમાં જ એક રીતે તેની બાધા તો આવી જાય છે; છતાં તમારા મનમાં એમ રહે છે કે તેની બાધા નથી લીધી અને હવે લેવી છે, તો તે પણ યોગ્ય છેજી; પણ પરમકૃપાળુદેવની સાક્ષીએ જે કોઇ નિયમ રાખીએ, તે પ્રાણ જાય પણ ત્યાગ કરવા યોગ્ય નથી જ, એવી તૈયારી થયે, લેવા યોગ્ય છેજી. વ્યવહારમાં કોઈની સાથે બોલીથી બંધાઈ ગયા અને પછી ઘણું નુકસાન વેઠવું પડતું હોય તોપણ આબરૂની ખાતર, બોલેલું, સજ્જનો પાળે છે; તો જેને આધારે આપણે મોક્ષ મેળવવો છે, એવા પરમકૃપાળુદેવની સાક્ષીએ કોઈ નિયમ લઈએ તો તેની આજ્ઞારૂપ તે બાધા શિરસાવંઘ ગણી, પાછું પગલું ભરવાનો વિચાર જીવનપર્યત કરવો ઘટતો નથી. તેવી દ્રઢતા હાલ આપણામાં ન લાગતી હોય તો છ માસ, બાર માસ કરી જોયું કે મન દ્રઢ રહે છે કે નહીં. નિયમ ન લીધો હોય છતાં મનમાં નિયમ લીધો છે એમ વિચારી, એકાદ વર્ષ પોતાની વૃઢતાની પરીક્ષા કરી જોઇ, પછી નિયમ લેવાનો વિચાર રાખવો હોય તો તે પણ સુવિચાર છે; અને જો અંતરથી આત્મા બળપૂર્વક નિર્ણય જણાવે તો હાલ પણ પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ, તમે જણાવ્યું છે તેમ, સટ્ટાનો ત્યાગ કરવાનો નિયમ લઇ લેવામાં પ્રતિબંધ નથીજી. (બી-૩, પૃ.૪૯૧, આંક પ૨૬) | આપના બંને પત્રોમાં ભાઈ ...ની જિજ્ઞાસા વર્ધમાન થતી જણાવી છે તથા ચોથા વ્રતનું પચખાણ લેવા તેની ભાવના આપ જણાવો છો, તે જોતાં કોઈ સંસ્કારી જીવ લાગે છે. પરમકૃપાળુદેવ પ્રત્યે તેને પરમ પૂજ્ય બુદ્ધિ ઊપજે તે અર્થે “આત્મજ્ઞાન પામવા તે પુરુષનું અવલંબન આ કાળમાં અવશ્યનું છે, તે અવલંબન હું છું તો મેં આત્માર્થ ત્યાગ્યો.' એ ભાવાર્થનો પ.ઉ.૫.પૂ. પ્રભુશ્રીજી ઉપરનો પત્રાંક ૭૧૯ વાંચી સંભળાવી, નરોડા ગામને પવિત્ર કરનાર એ પુરુષની પ્રથમ