________________
(૧૦)
જીવ હોય તે મરી જાય નહીં. જૂ-લીખ મારવી નહીં. (૬-૭) પરસ્ત્રી અને વેશ્યાગમન : આ વ્યસનોથી આ લોક અને પરલોક બંને બગડે છે, માટે તેમનું સેવન કરવું નહીં. લોકોમાં પણ તે નિઘ છે, માટે તેનો ત્યાગ કરવો. (બો-૧, પૃ.૯) T ક્ષણે-ક્ષણે મરણની સ્મૃતિ કરતા રહેવાથી વૈરાગ્યજ્યોતિ જાગ્રત રહે અને પાપમાં વૃત્તિ જતી અટકે. માટે
પરમકૃપાળુદેવે જણાવેલો જે માર્ગ, તેને વિષ્ન કરનાર સાત વ્યસન છે તેની જેણે, તે સાચા દેવ સમક્ષ પ્રતિજ્ઞા, હાથ જોડી નમસ્કાર કરીને લીધી છે તેણે તો મનથી પણ તે વ્યસનમાં વૃત્તિ ન જાય એટલો આકરો આચાર રાખવો ઘટે છેજી; કારણ કે કર્મ તો મનમાં ભાવને લઈને બંધાય છે. જો મન માની જાય કે નીતિનો માર્ગ જો હું ચૂકીશ તો ધર્મનો લાભ તો મને કદી મળનાર નથી, તો પાપથી અટકે. ધર્મનો પાયો નીતિ છે, તેથી જ સાત વ્યસનનો ત્યાગ, મંત્ર લેતાં પહેલાં લેવાનો હોય છે, તે લક્ષમાં રાખી આત્માની સંપત્તિ વ્યર્થ વિકલ્પોમાં ખોવાઈ ન જાય, તે માટે તે મન ઉપર મરણના વિચારની ચોકી બેસાડવાની છે. આવતી કાલે મરવાનું નક્કી જ હોય તો આજે આપણે પાપના કામમાં પગ ન મૂકીએ; તેમ વારંવાર મરણનો વિચાર આવે તો મન અનીતિના ઘાટ ઘડવાનું, પાપમાં પ્રવર્તવાનું માંડી વાળે. માટે જરૂર, નિરાશ નહીં થતાં, રોજ, પુરુષાર્થ ઉપર જણાવ્યો છે તે શરૂ કરવા
ભલામણ છેજી, (બી-૩, પૃ.૬૬૯, આંક ૮૦૧) 0 પૂ. ...ની ભાવના સસાધન માટે થઈ છે તો તેમને જણાવશો કે ૫.૩.૫.પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું
છે કે પરમકૃપાળુદેવની સાક્ષીએ સાત વ્યસનનો ત્યાગ કરવા યોગ્ય છે. આ સાતે વ્યસન કે તેમાંથી જીવતાં સુધી ત્યાગી શકાય તેટલાની, પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ વિનયપૂર્વક પ્રતિજ્ઞા લેવા જણાવશોજી.
સાત અભક્ષ્યમાંથી જેટલા સહેલાઇથી જીવતાં સુધી તજી શકાય, તેની પણ સમજણ પાડીને પ્રતિજ્ઞા લેવા જણાવશોજી. તે સાત અભક્ષ્ય : (૧) વડના ટેટા, (૨) પીપળના ટેટા, (૩) પીપળાના ટેટા, (૪) ઉમરડા, (૫) અંજીર, (૬) મધ અને (૭) માખણ. મધ, માખણની દવા માટે જરૂર પડે તેમ તેમને જણાય તો દવા સિવાય સ્વાદ કરવા ન વાપરવા નિયમ
લેવો હોય તો પણ લેવાય. (બી-૩, પૃ.૨૧૭, આંક ૨૧૫) D પ્રશ્ન : સાત અભક્ષ્યનો ત્યાગ શા માટે કહ્યો છે? પૂજ્યશ્રી : જીવને તેથી પાપ બંધાય છે. અનાદિકાળથી જીવ પાપ કરતો આવ્યો છે. એ ખાય તો ઘણું પાપ થાય છે; અને ન ખાય તો એના વિના ચાલે એવું છે. તેથી છૂટે તો ભક્તિ થાય. તેથી જીવ આગળ વધે છે. સ્વાદનો જય કરવાનો છે. માખણને માંસનો અતિચાર કહ્યો છે. એ ખાતા-ખાતાં પછી માંસાહારી થઈ જાય. સાત વ્યસન અને અભક્ષ્યના ત્યાગમાં પાંચ અણુવ્રત આવી જાય છે. વિચાર કરે તો સમજાય એવું છે. (બો-૧, પૃ.૨૭૨, આંક ૮)