________________
(૧૯) T સાત વ્યસન તથા સાત અભક્ષ્ય, તેમાંથી જેટલાનો ત્યાગ કર્યો હોય તે દેહ જાય તોપણ પાળવો. કુસંગને
યોગે ઢીલું મન ન થઈ જાય, લોકોને દુરાચારમાં વર્તતા દેખી તેવાં ખોટાં આચરણ કરવાનું મન ન થાય,
તે સાચવવું. (બી-૩, પૃ.૩૫૦, આંક ૩૫૧) |વ્રત - બટાકા, શકરિયાં, સૂરણ, રતાળુ, મૂળા, ડુંગળી, ગાજર ન ખાવાનું જીવતાં સુધી તમે ધાર્યું છે
તેમ પાળજો અને અહીં આવવાનું બને ત્યારે પ્રત્યાખ્યાન એટલે પચખાણ-નિયમ લઈ લેજો. ભૂલ ન થાય તે ખાસ સાચવવું. ત્યાગ કર્યા પછી તે તે વસ્તુઓની ઇચ્છા ન થાય અને શિથિલતા ન આવી જાય તે સાચવવાનું છે. જેટલું બને તેટલું, થોડું તો થોડું, પણ વૃઢતાથી પાળવું. ટેક પાળે તેને ઘણો લાભ થાય છે અને તોડે તેને ઘણી હાનિ થાય છે. એક આત્માર્થ સાધવાની ભાવના, જન્મજરામરણનો નાશ કરી, મોક્ષની અભિલાષા કર્તવ્ય છે. સાંસારિક કોઈ ઈચ્છા રાખીને ધર્મ આરાધવા યોગ્ય નથી. પરમકૃપાળુદેવ ઉપર આસ્થા વધે અને સંસાર સેવવાના ભાવ મોળા પડે એ લક્ષ રાખી, વૈરાગ્ય-ઉપશમ વધારવા યોગ્ય છેજી. ગમે ત્યાં બેઠાં રાગ-દ્વેષ
મુકાશે ત્યાં મોક્ષ થશે, એ પરમકૃપાળુદેવનું વચન છેજી. (બો-૩, પૃ.૭, આંક ૬૪). | આપે રાત્રિભોજન અને કંદમૂળના ત્યાગના વ્રતમાં અજાણતાં દોષ લાગ્યાનું જણાવ્યું. તે માટે
જણાવવાનું કે વ્રત લેવું તે કોઈને વચન આપીએ તે કરતાં વધારે જવાબદારીવાળું ગણી, દૃઢતાપૂર્વક પાળવું ઘટે છે. બને તો દરરોજ સાંજે સૂઇ જતાં પહેલાં વિચાર કરી લેવો કે કંઈ વ્રતમાં દોષ લાગે તેવું આજે બન્યું છે કે નહીં; તથા ગામ-પરગામ જતાં પહેલાં પણ વ્રત સચવાશે કે નહીં, કે દોષ લાગવાનો સંભવ છે કે કેમ, તે પણ વિચારી જવું ઘટે છે; અને તેની કાળજી રાખી તેવા પ્રસંગમાં વધારે સાવચેત રહેવું જોઇએ. હવેથી તેવા પ્રસંગ ન બને તે માટે ઉપર જણાવેલી કાળજી અવશ્ય, દૃઢતાથી રાખવાનો ટેક રાખશોજી. મંદવાડના પ્રસંગે દવા વૈદ્યની ચાલતી હોય ત્યારે ચરી પાળવામાં કાળજી રાખીએ છીએ - તે તો દેહને માટે છે, પણ તેથી વિશેષ કાળજી વ્રત માટે રાખવી ઘટે છે; કારણ કે મનોબળ વધવા માટે વ્રત લીધાં છે. એ માટે વ્રતનું માહાભ્ય વિચારીને અને આપણાં અહોભાગ્ય કે પુરુષની સાક્ષીએ આપણને વ્રત પ્રાપ્ત થયું છે, માટે તેની આજ્ઞા મારે આ ભવમાં આટલી તો અવશ્ય ઉઠાવવી એમ વૃઢ નિશ્ચય રાખીને, લીધેલાં વ્રતમાં ભૂલ ન આવવા દેવી, એ સર્વ મુમુક્ષુ ભાઈબહેનોનું કર્તવ્ય છે.
યોગદૃષ્ટિની સક્ઝાય” અહીં રોજ બોલાય છે. તેમાં ચોથી દ્રષ્ટિમાં હજી સમકિત પ્રાપ્ત થયું નથી પણ સમકિતની સન્મુખ જીવ છે, તેને કેટલી દૃઢતા ધર્મમાં હોય છે, તે વિષે લખ્યું છે :
ધર્મ અર્થે બહાં પ્રાણનેજી, - છાંડે, પણ નહીં ધર્મ;
પ્રાણ અર્થે સંકટ પડે છે, જુઓ એ દૃષ્ટિનો મર્મ.” સર્વને સમજવા, વિચારવા અર્થે આ લખ્યું છે, કારણ કે એ તરફનાં ઘણાં ભાઇબહેનોએ વ્રત લીધાં છે અને સત્સંગનો જોગ રહેતો નથી. તેમણે વ્રતનું માહાત્મ સત્સંગે સાંભળવા યોગ્ય છે. સપુરુષના વિયોગમાં, જો તેણે આપેલી આજ્ઞા કે વ્રત, જીવ દૃઢતાથી પાળે તો અવશ્ય દેવગતિ પામે અને જાણીજોઇને વ્રતભંગ કરે તો નરકે જાય, એમ શાસ્ત્રમાં છે તે વિચારશો. (બી-૩, પૃ.૯૩, આંક ૮૫).