________________
(૩૭0) T મનુષ્યભવમાં અનેક જીવોની સાથે પ્રયોજન પડે છે. તેમાં માતાપિતાનો ઉપકાર સર્વોપરી
સંસાર-સંબંધી ઉપકારોમાં ગણાયો છે. તેમનું ઋણ કોઈ રીતે વાળી શકાય એમ નથી. માત્ર તેમને ધર્મમાર્ગમાં સ્થિર કરવામાં કે અંતિમ સેવામાં પોતાનું બનતું કરવાથી કંઈ અંશે તે ઋણ પતે છે, એમ જ્ઞાની પાસેથી સાંભળ્યું છેજી. તેમની આશિષ પણ જીવને શાંતિદાયક અને શ્રેયનું કારણ બને છેજી. માટે બીજાં બધાં કામો કરતાં માતાની સેવામાં, તેમને પરમકૃપાળુદેવનાં વચનોનું પાન કરાવવામાં, પરમકૃપાળુદેવના અચિંત્ય માહાભ્યનું બને તેટલું વર્ણન કરવામાં, તે મહાપ્રભુ આ કાળમાં આપણા તરણતારણ છે, તે જ “ગ્રહો પ્રભુજી હાથ” ““ચરણ તળે ગ્રહી હાથ' ભવસાગરમાં વહેતા પ્રાણીને બચાવનાર, ઉત્તમ ધામમાં સ્થાપનાર, પરમ વિશ્રામરૂપ છે. એ પુરુષના ગુણગ્રામમાં, માવતરની સેવામાં કાળ જશે તે લેખાનો છેજી. “એ શું સમજે ? એમને હવે સંભળાતું નથી, અત્યારે ક્યાં ભાન છે ?' એમ ગણી આપણે સેવામાં પ્રમાદી થવાની જરૂર નથીજી. એ સાંભળે કે ન સાંભળે પણ બોલનાર તો સાંભળે છેને ! આપણે આપણી ફરજ ન ચૂકવી. માટે પરમકૃપાળુદેવનું શરણ, તેમની કથા, તેમનાં વચનો, મંત્રનું સ્મરણ, ભક્તિ, પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનાં દર્શન-સમાગમ થયો હોય તેનું સ્મરણ, “સદ્ગુરુપ્રસાદમાંથી ચિત્રપટોનું દર્શન, આશ્રમમાં કે ઘામણમાં જ્યાં મંત્ર મળ્યો હોય તે પ્રસંગોની યાદી આપવાથી પણ ઉલ્લાસભાવ પામી જીવ બળવાન થાય છે અને મરણસંકટને સહેલાઈથી તરી સમાધિમરણ થાય તેવા ભાવમાં આવી જાય છેજી. ટૂંકામાં, જગતનું વિસ્મરણ અને જ્ઞાની પરમકૃપાળુદેવના શરણમાં બુદ્ધિ સ્થિર થાય તેવી મદદ તેમને મળતી રહે તેવા પુરુષાર્થની યોજના કરવા વિનંતી છેજી. સંભળાતું હોય અને તેમની ભાવના સાંભળવાની હોય તો સમાધિસોપાનમાંથી “સમાધિમરણ', મૃત્યુમહોત્સવ' તથા પૂ. પ્રભુશ્રીજીનો નાસિકનો બોધ સંભળાવતા રહેવા વિનંતી છે જી. (બી-૩, પૃ.૪૫૫, આંક ૪૭૭) | આપના પિતાને છેવટે પરમકૃપાળુદેવ ઉપર શ્રદ્ધા થઈ અને મરણપર્યત રહી, તે આનંદની વાત છે.
માતાપિતાને ધર્મનો બોધ કરવો એમ પરમકૃપાળુદેવે કહ્યું છે તેમ, તેમને સાચા ધર્મની પ્રાપ્તિ તમારા નિમિત્તે થઈ તે તમારી પુત્ર તરીકેની ફરજ કે તેમનું દેવું વાળ્યું ગણાય. (બી-૩, પૃ.૭૫), આંક ૯૩૦) D મુમુક્ષુ : માબાપ પોતે પાંચ રૂપિયાનું ઘી ન વાપરે અને છોકરાને ભણવા મહિને પચાસ રૂપિયા મોકલે.
હવે જ્યારે માબાપને તેની જરૂર હોય ત્યારે છોકરો છોડીને ચાલ્યો જાય તો? પૂજ્યશ્રી : આત્માર્થે જતો હોય તો કંઈ વાંધો નહીં, માબાપને મોહ છે એટલે થોડા દિવસ લાગે, પછી તેય ધર્મ પામે. નેમિનાથના દેહમાં રાજુલને મોહ હતો. નેમિનાથે દીક્ષા લીધી તો રાજુલેય પાછળ દીક્ષા લીધી. ઋષભદેવનાં માતાએ એમની પાછળ રડી-રડીને આંખો ગુમાવી હતી. .... તેમને કેવળજ્ઞાન થયું.