________________
100) વિચાર કરી, બીજા વિકલ્પો ઓછા કરી “અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી? અને તે શું કરવાથી થાય ? (૧૯૫) તે વિકલ્પ માટે ઝૂરણા કરવા યોગ્ય છેજી.
(બી-૩, પૃ. ૧૯૬, આંક ૧૯૭) |વૈરાગ્યના પ્રસંગમાં સત્સંગ, સશાસ્ત્ર, ધર્મકથા આદિ વિશેષ હિતનાં કારણ છે; એક તો મોહ મંદ
થાય, વૈરાગ્યની વૃદ્ધિ થાય અને આત્મહિતની ગરજ વધતાં, ઊંડા ઊતરી મહાપુરુષનો આશય સમજી, તે ગ્રહણ કરવાનો સુયોગ બને છેજી. (બી-૩, પૃ.૫૫૧, આંક ૬૦૯) 0 જેટલો સંસાર પ્રત્યેનો ભાવ મોળો પડે અને સત્પરુષ પ્રત્યે ભક્તિ જાગે, તેનાં વચનામૃત ઉપર પ્રેમ વધે
અને વચનામૃતનું વિશેષ સેવન થાય તેમ તેમ વૈરાગ્ય પણ વધે અને કષાય ઘટે. માટે સત્સંગના વિયોગમાં સપુરુષનાં વચનો પણ સત્સંગતુલ્ય છે એમ ગણી, બચતો કાળ સપુરુષની ભક્તિમાં,
વાંચવા-વિચારવામાં ગાળવો હિતકારી છેજી. (બી-૩, પૃ.૭૯, આંક ૬૯) D વૃદ્ધ, માંદા વગેરેની સેવાથી વૈરાગ્ય અને બ્રહ્મચર્યની વૃદ્ધિ થાય છે. આપણે પણ ચેતી લેવા જેવું છે.
લીધો કે લેશે થઈ રહ્યું છે તો પ્રમાદ કર્તવ્ય નથી, પ્રમાદમાં તો અનંતકાળ ગયો પણ કાંઈ વળ્યું નહીં એમ
ગણી, ભાવ વધતા રાખવા ભલામણ છેજી, (બી-૩, પૃ.૧૧૯, આંક ૧૧૫) D વૈરાગ્ય અને અભ્યાસ, એ સંસારવૃક્ષને છેદવાના કુહાડા સમાન છે. તેમાં પાંચ ઇન્દ્રિયોના વિષય વિઘ્નકર્તા છે. તેના પર જય મેળવ્યાથી ઘણી માનસિક પ્રવૃત્તિ મંદ પડશે અને નિવૃત્તિનો આનંદ
આપોઆપ અનુભવાશેજી. (બી-૩, પૃ.૭૨૭, આંક ૮૮૬) અઢાર પાપસ્થાનક | ધર્મક્રિયા કરતા રહેવા સાથે, આત્માને કષાય અને વિષયોના પંજામાંથી છોડાવવાનો છે. તે લક્ષ ચુકાય
નહીં, તે માટે રોજ અઢાર પાપસ્થાનક વિચારી જવાં અને દોષો નજરે ચઢે તે ઘટાડવા વિચાર, ઉપાય
કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૩૭૭, આંક ૩૮૩) D આપે અઢાર પાપસ્થાનક વિષે કેમ વિચાર કરવા એમ પુછાવ્યું તે વિષે ટૂંકામાં જણાવવાનું કે નિરાંતનો વખત એને માટે, દિવસે કે રાત્રે થોડો રાખવો અને સવારથી સાંજ સુધી કે સાંજથી સવાર સુધી જે જે પ્રવૃત્તિ થઈ હોય, તે ઉપર વૃષ્ટિ ફેરવી જવી. જેમ કે : (૧) પ્રાણાતિપાત : આજે કોઈ જીવના પ્રાણ છૂટે તેવી પ્રવૃત્તિ મન-વચન-કાયાથી કરવા-કરાવવા કે
અનુમોદવા વડે મારાથી થઈ છે? એમ મનને પૂછવું. તે અર્થે ચોર્યાસી લાખ જીવાયોનિનો પાઠ છે, તેનો ક્રમ લેવો કે સાત લાખ પૃથ્વીકાય કવોની યોનિ કહી છે. તેમાંથી કોઇ પૃથ્વીકાય જીવ હણ્યો છે, હણાવ્યો છે કે હણતાં અનુમોદ્યો છે? એટલે માટી વગેરેનું કામ આજે કંઈ પડયું છે? મીઠું, રંગ, પથ્થર આદિ સચિત જીવો પ્રત્યે નિર્ભયપણે, વગર પ્રયોજને પ્રવર્તવું પડયું છે? અથવા પ્રવર્તવું પડયું હોય, તેમાંથી ઘટાડી શકાય તેવું હતું? એવી રીતે અપકાય એટલે સચિત પાણી, વગર પ્રયોજન ઢોળ્યું છે? પાણી વાપરતાં, આ કાચું પાણી જીવરૂપ છે, એમ સ્મૃતિ રહે છે ? તેની પ્રવૃત્તિ ઓછી થાય તેમ છે ? તેઉકાય એટલે અગ્નિનું પ્રયોજન વગર લગાડવું કે ઓલવવું થયું છે?