________________
૩૮૯) આકર્ષક પહેરવેશ અને પ્રસંગો વિચારી, આ ટૂંકા-ટૂંકા હપ્તા તમને અનુકૂળ પડશે જાણી, તેમ લખ્યું છે. ફરી વ્રત લેવામાં કંઈ હરકત નથી તથા ઉત્સાહ ઊલટો વધતો રહેશે અને તે બહાને પણ સત્સંગનો યોગ મેળવવા ભાવના રહેશે.
જ્યારથી વ્રત લો ત્યારથી ભાઇબહેન તરીકે રહેવાની ટેવ પાડવી; એક પથારીમાં સૂવું નહીં, જરૂર વિના એકબીજાને અડવું પણ નહીં; એકાંતમાં બહુ વખત વાતચીત આદિ પ્રસંગો પણ પાડવા નહીં. આ બધા વ્યવહાર-શુદ્ધિના નિયમ વાડ જેવા છે, વ્રતની રક્ષા કરનાર છે; પણ પરમકૃપાળુદેવની આજ્ઞા પાળવાની વૃઢતા એ વ્રતનું મૂળ છે. તેની સમક્ષ લીધેલા વચનને પ્રાણ જતાં પણ ન તોડું, એવી પકડ આત્મામાં થયે, તે પુરુષનો આત્મકલ્યાણક બોધ બ્દયમાં ઊતરવો સુગમ પડે છે; માટે સાદો ખોરાક, સાદો પહેરવેશ, બને તો ગરમ કરીને ઠારેલું પાણી પીવામાં વાપરવું. તમારાં માતાપિતા પણ બ્રહ્મચર્ય પાળે છે તો કુટુંબમાં પીવા માટે ગરમ પાણીની જ ટેવ રાખી હોય તો બધાને લાભકારી છેજી. સારું વાંચન, રોજ પરમકૃપાળુદેવનાં વચનોમાંથી કંઈક મુખપાઠ કરવાનું રાખવું, ભક્તિ કરવી અને મંત્રનું સ્મરણ કરતા રહેવાની ટેવ પાડવી. આમ વર્તતાં બ્રહ્મચર્ય સુલભ રીતે મળી શકે. વૈરાગ્યને પોષણ મળે તેવું વાંચન, શ્રવણ મંદિરમાં કે ઘેર કરતા રહેવાની જરૂર છેજી.
(બો-૩, પૃ.૬૩૯, આંક ૭૫૫) D આપની ભાવના પત્ર માટે જાણી, આ પત્ર લખ્યો છે; તે વાંચી કંઈ વિષમભાવ ઉદુભવવા સંભવ નથી,
છતાં કષાયયુક્ત વચન લખાય કે કોઈ કર્મના યોગે તેમ સમજાય તો ફરી તેની પણ ક્ષમા ઈચ્છું છુંજી. માત્ર અનુકંપાબુદ્ધિથી ટૂંકામાં ટૂંકું લખું છું. તમે વર્તમાન સંજોગોમાં છો તેવા સંજોગોમાં કર્મવશાત હું હોઉં અને જો મને સપુરુષનો યોગ થયો હોય તો જરૂર હું તો પૂર્વના ગમે તેવા સંસ્કાર જાતિસ્મૃતિજ્ઞાનથી જાણતો હોઉં તોપણ, જે બાઈએ આત્મજ્ઞાની પુરુષની સાક્ષીએ જીવતા સુધી બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લીધું છે તેને, તે વ્રત તોડવામાં મદદરૂપ કદી, જીવ જાય તોપણ, સંમત ન થાઉં. જો મારા પુરુષવેદનું બળવાનપણું જણાય તો તેને કોઈ પણ પ્રકારે રોકું. તેમ ન બને તો કોઈ જગતમાં મને ઇચ્છતી અન્ય સ્ત્રી હોય, મળી આવે તો તેની સાથે લગ્ન કરું, પણ જેણે પુરુષની સાક્ષીએ વિષયોને ઓકી નાખ્યા છે, તે પોતાની ઇચ્છાએ મને વીનવે, “મારે માથે બધું પાપ” એમ દેવગુરુની સાક્ષીએ કહે તોપણ તેનો સંગ, પ્રાણ જતાં પણ, હું તો ન કરું; કારણ કે તેના જેવું ભયંકર, બીજું કોઈ પાપ મને નરકે લઈ જનારું જણાતું નથી. શાસ્ત્રોમાં તો આમ કહ્યું છે : “જ્ઞાનનો નાશ થવાથી અથવા વિવેકચક્ષુનો નાશ થવાથી જ સ્ત્રીના મહા દુર્ગધી, નિંદ્ય શરીરમાં રાગી બની જીવ તેનું સેવન કરે છે; કામથી અંધ બની મહા અનીતિ કરે છે; પોતાની કે પરની સ્ત્રીનો વિચાર પણ કરતો નથી. “આ દુરાચારથી આ લોકમાં પણ હું માર્યો જઇશ, રાજા ભારે શિક્ષા કરશે, મારી આબરૂના કાંકરા થશે, મારી ધર્મકરણીમાં ધૂળ પડશે, હું ધર્મભ્રષ્ટ થઇશ, બુદ્ધિભ્રષ્ટ થઇશ અને ભૂંડા મોતે મરીને નરકે જઇશ, ત્યાં અસંખ્યાતકાળપર્યત ઘોર દુઃખ ભોગવવાં પડશે, વળી તિર્યંચગતિના (ઢોર-પશુ આદિના) અનેક ભવમાં અસંખ્ય દુઃખ