________________
(૩૯) D અનાદિકાળથી જીવ મોહમાં મારું-મારું કરતો જન્મમરણ કર્યા કરે છે. તેને સદ્ગુરુના બોધની ઘણી
જરૂર છે. કેવી રીતે જીવ બંધાય છે અને કેવી રીતે તે બંધન તૂટે ? એનો ઘણો વિચાર કરી મુક્તિનો માર્ગ યથાર્થ, જીવ સમજે ત્યારથી તે દેખતો થયો કહેવાય. તે સિવાય એટલે જ્ઞાનચક્ષુ વિના જીવ આંધળો ગણાય છે; તેવા જીવો જે જે ક્રિયાઓ, ધર્મની કે અધર્મની કરે છે, તે બધી બંધનરૂપ થાય છે. તો તમે જણાવી તેવી અજ્ઞાનત્યાગની - સ્ત્રીને તજીને ચાલ્યા જવાની - વાત સ્પષ્ટ બંધનરૂપ છે. વૈરાગ્યના પણ ઘણા ભેદ છે : દુઃખગર્ભિત વૈરાગ્ય, મોહગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય.
તેમાં છેલ્લો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કલ્યાણકારી છેજી. (બો-૩, પૃ.૨૯૧, આંક ૨૮૦). 0 દુઃખગર્ભિત વૈરાગ્ય : કોઈને પૈસા વગેરેનું દુ:ખ આવી પડે અથવા કજિયા-કંકાસ ઘરમાં થયા કરતા હોય
તો તેને એમ થાય કે આ સંસાર ખોટો છે, તેથી ત્યાગ કરી દઉં; પણ તે ખરો વૈરાગ્ય કહેવાય નહીં. તે તો દ્વેષબુદ્ધિથી ત્યાગ કર્યો કહેવાય. મોહગર્ભિત વૈરાગ્યવાળાને એમ થાય કે આ સંસારને છોડી દઈ, સાધુજીવન નિરુપાધિપણે ગુજાર્યું હોય તો ઘણો આનંદ આવે. ગામે-ગામ ફરવાનું થાય, સારું-સારું ખાવાનું મળે. આવી રીતે સંસારત્યાગ કરી, સાધુજીવનમાં પણ મોહ વધારે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય એ જ ખરો છે. સંસારનું સ્વરૂપ, જ્ઞાની પુરુષનો બોધ સાંભળવાથી તેને સમજાય છે; અને તેમના આશ્રયપૂર્વક જે કંઈ ત્યાગ કરવામાં આવે, તે યથાર્થ છે. પોતાની બુદ્ધિથી ગમે તેવાં વ્રતપચખાણ કરે અથવા અસદ્દગુરુને આશ્રયે કરે, તે તો સંસાર ઘટાડવાને બદલે વધારનાર થઈ પડે છે.
માટે જ્ઞાની પુરુષ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી, પુરુષાર્થ કર્યા કરવો. (બો-૧, પૃ.૮, આંક ૧૧). D વૈરાગ્ય ભલે દુઃખથી જાગ્યો હોય, તેને સત્સંગે પોષણ મળે તો તે વૈરાગ્ય ઘણી ઊંચી દશા સુધી, જીવને
ભોમિયાનું કામ કરે છે. (બો-૩, પૃ.૫૫૯, આંક ૬૨૧). || વૈરાગ્યને પરમકૃપાળુદેવે ઉત્તમ ભોમિયો કહ્યો છે. આપણે જયાં જવું છે, જે કરવું છે, જેવા બનવું છે
તેનો માર્ગ બતાવનાર વૈરાગ્ય છે. વૈરાગ્ય એ આસક્તિ અને મોહનો કાળ છે, વિવેકનો પિતા છે, સત્સંગને સફળ કરાવે તેવો ઉપકારક છે અને વિચારનો મિત્ર છે. માટે મુમુક્ષુએ ગમે તે ઉપાયે વૈરાગ્યની વૃદ્ધિ કરવા યોગ્ય છે અને વિચારની સાથે તે વસનાર હોવાથી, વિચાર વારંવાર કરતા રહેવા યોગ્ય છે. શા માટે આ મનુષ્યદેહ મળ્યો છે ? એટલે શું કરવા આ ભવમાં જીવ આવ્યો છે ? અને શું કરી રહ્યો છે ? એની તપાસ ઘણી વાર કરતા રહેવાની જરૂર છે; તેથી અગત્યનાં કામ કયાં છે અને બિનજરૂરી કામ કયાં છે, તે સમજાય છે અને બિનજરૂરી પ્રત્યે બેદરકારી કે જોઈએ તેટલી જ કાળજી તેની રહે અથવા તે પ્રત્યે વૈરાગ્ય રહે; અને જે કર્યા વિના આત્માનું કલ્યાણ થવાનું નથી એવી સદ્ગુરુની આજ્ઞા, તેનો વિચાર, ભક્તિ, સ્મરણ, સમ્યક્રપરિણતિ પ્રત્યે અભિલાષા, પ્રેમ, લક્ષ વારંવાર રહ્યા કરે. (બો-૩, પૃ. ૧૯૦, આંક ૧૯૩) D પૂ. ....એ સમાચાર જણાવ્યા; તે વિશેષ વૈરાગ્યનું કારણ બન્યું છેજી, જેણે મનુષ્યભવમાં આવી,
જગત જોયું - ન જોયું અને અન્યત્ર ચાલ્યો ગયો, તેની સ્મૃતિ સમજુ માણસને, વૈરાગ્ય વિશેષનું કારણ બને તેવું છે. (બો-૩, પૃ.૧૬, આંક ૭૧૪)