________________
(૩૮૧
નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન;
ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન.' આપ બંનેનો પત્ર પ્રાપ્ત થયો. કોઈ રીતે ગભરાવા જેવું નથી. સલાહ, સંપ, સમજૂતીથી કામ થાય છે તે દીર્ધકાળ ઉત્સાહથી પળે છે; તે થવા અર્થે વિલંબ થાય, તે વિલંબરૂપ નથી. મકાન ચણવા પહેલાં, પાકો પાયો કરવા માટે કે એકાદ ચોમાસું મજબૂતી માટે, પાયો પૂરી પડી રહેવા દે છે, તે ભવિષ્યમાં મકાન થયા પછી પાણી આવતાં ફાટ ન પડે કે તૂટી ન પડે, તે અર્થે હોય છે; તેમ જિદગીપર્યત વ્રત પાળવાની ઉતાવળ કરતા હતા અને આટલી તૈયારીઓની કચાશ છે, તેની તમને ખબર પણ નહોતી; પણ તે કામ માટેની તૈયારીનો લક્ષ ન ચૂકવો. હાલ જેમ સમાધાનીપૂર્વક કર્મોદયમાં બને તેટલી, શુભ ભાવના રાખી શકાય તેટલી રાખી, ભાવિ આદર્શમાં મદદરૂપ થાય તેનું શિક્ષણ, તેમને સ્ક્રયગ્રાહી થાય તેમ કરવું. આપણો આગ્રહ તેમને વ્રતમાં પ્રેરે તે કરતાં, વ્રત પ્રત્યે તેમને પ્રીતિ ઉત્પન્ન થાય તેમ કરવા ભલામણ છેજી, ઉત્તમ ઉપાય તો ઉત્તમ વાતાવરણ છે, તે લક્ષમાં રાખવા જણાવું છું. જ્યાં અપરિણીત કન્યાઓ જિંદગીપર્યંત બ્રહ્મચર્ય પાળી રહે છે; જ્યાં પરણેલાં, પણ સંતાન વિનાનાં સ્ત્રી-પુરુષો, બ્રહ્મચર્ય પ્રત્યેની પ્રીતિથી સુખપૂર્વક જીવન ગાળે છે, એવા આ આશ્રમના વાતાવરણમાં કુટુંબ સહિત વેકેશનના વખતમાં રહેવાનું બને તો તમે જે ન કહી શકો કે ન કરાવી શકો, તે સહજ તેમના દયમાં ઊગી નીકળે; તેમની જ ભાવના, તમારા વગર કહ્યું, આત્મકલ્યાણ માટે તીવ્ર બને, આવો સંભવ જાણી, વખત મળે ત્યારે કે વેકેશન જેવા વખતે તેમની ભાવના આશ્રમમાં આવવાની, રહી જવાની થાય તેવી વાતો પ્રસંગોપાત્ત કરશો તો ક્રમે-ક્રમે તમારી આદર્શ ભાવના સફળ થવા યોગ્ય જણાય છેજી. શ્રી જંબુકુમારે પૂર્વભવે બ્રહ્મચર્યની આરાધના કરેલી હોવાથી, તેને આઠ કન્યાઓ, અપ્સરા જેવી પરણાવી છતાં તેના બ્રહ્મચર્યમાં ખામી ન આવતાં સર્વને સંસારની અસારતા ગળે ઉતારી સર્વસંગત્યાગી થયા; અનેકને ત્યાગ કરાવનાર થયા. “જેટલું કૂવામાં હોય તેટલું હવાડામાં આવે.' એવી કહેવત છે, તેમ આપણે આપણી દશા, વૈરાગ્ય-ઉપશમ ઉપાસી, વધારતા જઈશું તેમ તેમ, વગર કહ્યું, બીજાને તે ચેપી રોગની પેઠે અસર કરશે. જે કંઈ કરવું તે પાકે પાયે કરવું છે; ઉપલક કરવું નથી; આવો એક વૃઢ નિશ્રય વ્રત લેનારે કરવા યોગ્ય છેજી. ધર્મ એ વાત અંતરની છે, તેથી કોઈની કરાવી તે થતી નથી. બીજા નિમિત્ત માત્ર છે; અને શુભ નિમિત્તે ઘણાને શુભ ભાવના થાય છે અને વધે છે. માટે શુભ નિમિત્તો ઉપર શાસ્ત્રોમાં આટલો બધો ભાર મુકાયો છે, પણ તે નિમિત્તોમાં પણ જીવને લાભ ન થાય તો નિમિત્તોનો વાંક નથી, એટલો લક્ષ ભૂલવા યોગ્ય નથીજી. જે પરણેલા છે, તેમને કેવાં વિઘ્નો આવે છે તે વિચારી, જે પરણ્યા નથી તેમણે પોતાના જીવનનો ક્રમ કેમ રાખવો, તે શીખવા યોગ્ય છે. સમજુને વિશેષ શું કહેવું? રૂબરૂમાં મળશો ત્યારે જણાવશો તો સ્મૃતિમાં આવશે તે જણાવવા હરકત નથી. કાગળમાં આવી વાતો વિષે લખવા મન થતું નથી. સ્ત્રીઓને આપણા વિચારોનો લાભ પૂરો મળતો નથી, એ મુશ્કેલીનું મૂળ છે. (બી-૩, પૃ.૪૧૧, આંક ૪૧૮)