________________
(૩૮૫) જેવું જુદું ને જુદું જ રહે છે, પરિણામ પામતું નથી. એ બધી વાત તમે ઘણી સાંભળી છે. હવે નીચે સામાન્ય નિયમો જણાવું છું: ૧. જેણે બ્રહ્મચર્ય પાળવા માટે એક દિવસ કે અનેક દિવસ માટેનો નિયમ લીધો હોય, તેણે સ્ત્રી સાથે
દિવસે કે રાત્રે એક પથારીમાં બેસવું કે સૂવું નહીં. ૨. કામને પોષે તેવી વાતો કરવી નહીં કે કોઇ હાંસી વગેરેમાં પણ કામચેષ્ટા કે હાવભાવને પુષ્ટિ
આપવી નહીં. ૩. આલિંગન, ચુંબન આદિ ભારે અતિચારો છે. તે રસ્તે વ્રત તૂટવાના પ્રસંગો આવે છે માટે તેવા
પ્રસંગમાં દોરાવું નહીં કે સામાને તેના ભાવ પ્રગટ થતા જણાય તો તેને ચેતાવી દઇ, તે દોષો ઝેર
જેવા જાણી, ધમકાવીને પણ દૂર કરવા. ૪. માંદગીને કારણે માથું દબાવવું કે તેવી કોઈ મદદ લેવી પડે તો અપવાદરૂપ ગણી, તે સિવાય બીજા
કોઈ કારણે, બ્રહ્મચર્યના દિવસોમાં શરીર-સેવા પણ સ્ત્રી પાસેથી સ્વીકારવી નહીં. શરીર-સ્પર્શના
પ્રસંગ ઓછા કરી નાખવા. ૫. ખોરાક પણ નિયમના દિવસોમાં સાદો રાખવો. કપડાં, ઘરેણાં પણ સાદાં પહેરવાં. ટૂંકામાં,
ઇન્દ્રિયો ઉન્મત્ત ન બને તેવી કાળજી રાખવી. ૬. ભોગવેલા ભોગના પ્રસંગોની વાતો કે સ્મૃતિ કર્યા કરવી નહીં. ૭. સત્સંગ, ભક્તિ, સવિચારમાં કાળ ગાળવા વિચાર રાખવો. નિયમ બ્રહ્મચર્યનો ન લીધો હોય તેવા દિવસોમાં પણ દિવસે મૈથુનનો ત્યાગ રાખવા પૂરતા દૃઢ ભાવ રાખે તો બાર માસમાં છ માસ જેટલો કાળ બ્રહ્મચર્યવાળો ગયો, એમ હિસાબ કરતાં સમજાય છે. જેમ રાત્રિભોજનના ત્યાગવાળાને છ મહિનાના ઉપવાસનું ફળ છે તેમ દિવસે મૈથુન તજનારને પણ છે
માસનું બ્રહ્મચર્ય વર્ષમાં પળે છે, આટલું વિચારશો. (બી-૩, પૃ.૧૩૩, આંક ૧૩૩) T બ્રહ્મચર્ય દશ પ્રકારે તથા પાંચ ભાવનાએ કરી સુરક્ષિત રહી શકે છે. તેનું યથાર્થ રીતે પાલન કરવા ઇચ્છનારે સ્ત્રીઓનો સહવાસ ન રાખવો. સ્ત્રી હોય તે રૂમમાં સૂવું નહીં. તે બેઠી હોય ત્યાર બાદ બે ઘડી સુધીમાં તે જગ્યાએ બેસવું નહીં. તેમના રૂપનું નિરીક્ષણ કરવું નહીં તથા સ્પર્શ કરવો નહીં. મોટી ઉંમરની, સમાન વયની તથા નાની વયની સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવ, ભગિનીભાવ તથા પુત્રીભાવની દ્રષ્ટિથી જોવું. તિર્યંચ, નપુંસક તથા ચિત્રો જોવાથી વિકાર થાય છે, માટે તેનો ત્યાગ કરવો. ગરિષ્ઠ ભોજન કરવું નહીં. વીર્ય-અલન થવા દેવું નહીં. યુવાનવયના માણસો કે જે કામવિકારની વાર્તા કરતા હોય, તેથી દૂર રહેવું, અને વૃદ્ધ કે જેના સહવાસથી જ્ઞાનવાર્તા થાય તથા વૃદ્ધાવસ્થાનાં દુઃખ જોવા મળે, તેથી વૈરાગ્યનું કારણ થાય છે, માટે તેમનો સહવાસ રાખવો. (બો-૧, પૃ.૧૩, આંક ૧૫) બ્રહ્મચર્યવ્રત લેવું, તે ઘણું ઉત્તમ છે. લીધા પછી સાધુના જીવન મુજબ જિંદગી સુધી વખત પસાર કરવો. વ્રત ભંગ ન થવા દેવું, ઝેર ખાઈને અથવા કટાર પેટમાં મારીને મરવું પણ વ્રતમાં આંચ આવવા દેવી નહીં. ત્યાગેલી વસ્તુ પ્રત્યે, તે વિષ્ટા સમાન છે, તેવો તુચ્છભાવ રાખવો. તેનું કંઈ માહાસ્ય નથી. (બો-૧, પૃ.૯)