________________
(૩૭૪)
કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથીજી. આપણું ધાર્યું થતું નથી તે પ્રગટ દેખાય છે; તો જે થાય તે યોગ્ય જ થાય છે, એમ જ થવાનું ભગવાને દેખેલું હશે તે તેમ જ થયું એમ ગણી, ઇચ્છાઓ રોકી સ્મરણમંત્રનું આરાધન કર્યા કરવું યોગ્ય છેજી. છત્રીસ માળાનો ક્રમ ચાલુ હશે. શાંતિ, સમાધિ, ભક્તિ, વાંચન, વિચારમાં વધારે કાળ ગાળતા રહેવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૩૯૨, આંક ૪00) સ્ત્રી T સ્ત્રીનું શરીર મહા અશુચિમય છે. તેમાં મોહ પામવા જેવું કંઈ પણ નથી. મનુષ્યને તેનું મુખ, વાળ
અને શરીર જોઈને મોહ થાય છે; પરંતુ તેમાં રમણીયતા નહીં માની લેતાં, ચામડીની અંદર છુપાયેલા અશુચિમય પદાર્થોનો વિચાર કરવો. વાળમાં શું સુંદરતા છે ? તેનું મૂળ તપાસતાં ગ્લાનિ થાય તેવું છે. મુખ ઉપરથી સુંદર દેખાય પણ સુગંધીદાર પદાર્થો ખાઈ મુખને સુગંધમય રાખવા પ્રયત્ન કરે તો પણ તે દુર્ગધમય જ છે. શરીર ચમારનાં ઘરની મશક જેવું છે, અંદર દુર્ગધવાળા પદાર્થો ભરેલા છે. યોનિસ્થાન છે, તે દુર્ગધમય રસ, લોહી ઝરવાનું સ્થાન છે. શરીરમાંથી પણ
સુગંધમય રાખવા
પરસેવો ઝાર લાને સ્થાન છે, તે દર્શનારનાં ઘરની મશક
સ્ત્રીનાં નેત્રોમાં શીતળતા માનવામાં આવે છે; પરંતુ તેના કટાક્ષ મનુષ્યને અગ્નિની જ્વાળા માફક બાળનાર છે. તેનું બોલવું મધુર લાગે પરંતુ તે વિષતુલ્ય છે. તેનો સમાગમ મૃત્યુ સમાન દુઃખદાયી છે. મહાત્માપુરુષો કે જેમણે સમકિત પ્રાપ્ત કરેલું છે અને નિરંતર આત્મરમણમાં મગ્ન રહેનારા છે, તેમને પણ સ્ત્રીનો સંસર્ગ મહા અનર્થકારક છે; તેમણે મહા પ્રયત્ન મેળવેલું આત્મધન ક્ષણમાત્રમાં નાશ કરી દે તેવો છે. પુરુષોએ આપેલા મહામંત્રનું જેને નિશદિન રટણ રહ્યા કરે છે, તેવા પુરુષને પણ સ્ત્રીનો સંસર્ગ તે મંત્રને ક્ષણમાત્રમાં વિલય કરી દઈ, જન્માંતરે પણ તેનો ઉદય થવા ન દે તેમ છે. સ્ત્રીઓ ઉપર કોઈ રીતે વિશ્વાસ મૂકવા યોગ્ય નથી. સ્ત્રીમાં એવી મોહિની છે કે પ્રથમ જીવને તેને નીરખવાનું મન થાય છે; પછી તેની સાથે વાતચીત કરવાનું મન થાય છે; પછી પોતાનાં યશ, કીર્તિ હોય તેને ધૂળમાં મેળવવા નિર્લજ્જ બને છે; પછી ભ્રષ્ટ થઈ આ લોક, પરલોક, બંને બગાડે છે. માટે જે મનુષ્ય આત્મહિત કરવું હોય તેણે સ્ત્રી તરફ દ્રષ્ટિ પણ ન કરવી, તેનાં અંગોનું નિરીક્ષણ ન કરવું અને તેના સંસર્ગમાં કદી આવવું નહીં. સ્ત્રીઓની કથા-વાર્તા સાંભળવી નહીં. નિર્વિકારી પુરુષોનો સંગ કરવો. જેવા પુરુષોનો ભંગ કર્યો હોય, તેવા ગુણો પ્રાપ્ત થાય છે.
સ્ત્રીમાં દોષ નથી; પણ આત્મામાં દોષ છે; અને એ દોષ જવાથી આત્મા જે જુએ છે તે અદ્ભુત આનંદમય જ છે; માટે એ દોષથી રહિત થવું.” (૭૮) (બો-૧, પૃ.૧૩, આંક ૧૬) T સ્ત્રીઓને, જ્ઞાની પુરુષો જે કહે છે, ઝટ માન્ય થાય છે. તીર્થકર ભગવાનના સમયમાં પણ સાધુઓ અને
શ્રાવકો કરતાં સાધ્વીઓ અને શ્રાવિકાઓ વધારે હતી. (બો-૧, પૃ.૧૨૩, આંક ૩૬) D ચેતવા માટે જણાવવું થાય છે કે મનુષ્યભવમાં અને તેમાંય સ્ત્રીના અવતારમાં તો કશુંય સુખ બળ્યું નથી.
ચક્રવર્તીની પુત્રી હોય તેને પણ, પારકી ઓશિયાળી વેઠવી પડે છે. પતિને રાજી રાખવો પડે, જીવતાં સુધી છોકરાં-છૈયાંના ઢસરડા કરવા પડે છે. હે ભગવાન! કદી સ્ત્રીભવ કે કોઈ ભવ કરવો ન પડે, તેવું