________________
(૩૭૫) આ ભવમાં ગમે તેમ કરીને મારાથી બનો, એવી ભાવના રોજ-રોજ ભાવવા યોગ્ય છે. તે વિષે એક કથા પ્રવેશિકા પાઠ ૯૮-૯૯માં છે, તે વિચારશો. મીરાંબાઇની તો જૂની વાત છે. હાલ આશ્રમમાં પણ બહેનો છે કે જે પરણી જ નથી અને પરણવાની પણ નથી. જ્ઞાનીની આજ્ઞાએ વ્રત પાળીને રહે છે; તેવું ઉત્તમ જીવન જીવવાની તક પરમકૃપાળુએ કૃપા કરીને આપી છે; તે માટે તે મહાપ્રભુજીનો મહાઉપકાર માનવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૧૭૯, આંક ૧૮૯૨) D માત્ર આવા પ્રસંગમાં પૂર્વકર્મના યોગે હું ફસાઇ પડવાની તૈયારીમાં હોઉં તો મને શા વિચાર આવવા
જોઇએ ? અથવા હું શું કરું? તેનો વિચાર મનમાં ઉદ્ભવ કરી, મારા આત્માને કોમળ બનાવવા અર્થે પ્રયત્ન કરું છુંજી. જો હું તમારી પેઠે સ્ત્રીભવમાં હોઉં તો એમ વિચારું કે મેં પૂર્વભવમાં કોઇ સત્પષની આગળ સાચેસાચી વાત પ્રગટ કરવાને બદલે માયાકપટ કરી, તેમને છેતરવાની બુદ્ધિ કરી હશે, તેથી આ ધિક્કારવા યોગ્ય સ્ત્રીવેદ બાંધ્યો હશે. તેને લઈને પરાધીનપણું, નિર્બળપણું, અતિશય લજ્જા તથા
જ્યાં પુરુષ પ્રત્યે નજર જાય ત્યાં વિકાર થવા યોગ્ય ચંચળ પ્રકૃતિ બાંધી, આત્માને નિરંતર મેં ક્લેશિત કર્યો છે. પૂર્વે વ્રત લઇને ભાંગ્યાં હશે, તેથી આ ભવમાં વિધવાપણું પ્રાપ્ત થયું. પૂર્વે બહુ ભોગોની ઇચ્છા કરી હશે, તેથી આ ભવમાં ભોગોની સામગ્રી ઓછી મળી, કારણ કે લોભ પાપનું મૂળ છે. પૂર્વે કોઇની સેવાચાકરી કરી નહીં હોય તેથી આ ભવમાં કોઈ મને સંભાળનાર, મારી સેવાચાકરી કરનાર નથી. પૂર્વે પ્રતિબંધ બાંધ્યો હશે, તેથી આ ભવમાં સદ્ગુરુ ભગવાનની પ્રાપ્તિ થયાં છતાં ધર્મમાં ચિત્ત સ્થિર રહેતું નથી, અને ભૂંડા ભોગો મેળવવા ભટક્યા કરે છે. મોક્ષે લઈ જાય તેવા મહાપુરુષોની તન-મન-ધનથી સેવા પૂર્વે થઈ નહીં હોય, તેથી આ ભવમાં મોક્ષે જવા યોગ્ય સામગ્રી મળ્યા છતાં, મોક્ષ કરતાં મોહ વધારે સારો લાગે છે. જો આ ભવમાં પૂર્વભવના જેવી જ ભૂલો કરી, ફરી વર્તન તેવું જ રાખીશ એટલે આ ભવમાં જો સપુરુષ આદિ પ્રત્યે કપટબુદ્ધિ સેવીશ, તો સ્ત્રીવેદ છેદવાનો લાગ આ ભવમાં મળ્યો છે તે વહી જશે; અને પરભવમાં કાગડી, કૂતરી, બિલાડી કે ગધેડી જેવા હલકા ભવોમાં, સ્ત્રીવેદ પાછળ ને પાછળ ફરશે. જો ભગવાનતુલ્ય સપુરુષ આ ભવમાં મળ્યા છે, તેમણે આપેલા વ્રતને મોહને વશ થઈને કે કોઈની ભૂંડી શિખામણથી ભોળવાઈને તોડીશ તો ભવિષ્યમાં ઘણા ભવ રંડાપો ભોગવવાનું લલાટે લખાશે. જો હજી વિષયભોગોનો લોભ નહીં છોડું તો નરકમાં કરોડો વર્ષ સુધી દુ:ખો ભોગવી, એવા ભવમાં ભટકવું પડશે કે જ્યાં ભોગોની પ્રાપ્તિમાં અંતરાય સદાય પડયા કરશે. જો આ ભવમાં સત્સવાના પ્રસંગો શોધી, સપુરુષની ભક્તિ નહીં કરું અને છોકરાં-છૈયાંની પંચાતમાં આ ભવ ખોઈ નાખવા જેવું કર્મ કરી બેસીશ તો પરભવમાં નિરાધાર, અનાથ, દુઃખી દિવસો દેખવાનું લલાટમાં લખાશે.