________________
૩૫૬
રાગ-દ્વેષ
“હાવવાતી વાત વહ, તોજું ટેર્ર વતાય ।
પરમાતમ પદ્મ નો ચઢે, રાત્રેષ તન, મારૂં ||'' (શ્રી વિદ્યાનંદની) (બો-૩, પૃ.૬૭૦, આંક ૮૦૩)
D રાગ-દ્વેષનો ક્ષય કરવો, એવી જ્ઞાનીપુરુષોની આજ્ઞા છે. રાગ-દ્વેષનો ક્ષય કરવો હોય, તેણે જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન કરવું. (બો-૧, પૃ.૧૮, આંક ૨૧)
D જડની અપેક્ષાએ જુએ તો કાચ અને હીરો સરખાં છે, કારણ કે બંને જાણતાં નથી. જ્ઞાનીને વિવેક થયો છે, તેથી જીવને જીવ અને જડને જડ જાણે છે. કાચ અને હીરો દ્રવ્યથી સરખાં જાણે છે, તેથી જ્ઞાનીને રાગ-દ્વેષ થાય નહીં. તેથી પર્યાયથી તેને સરખાં જાણે, એમ નથી. જેમ હોય તેમ જાણે પણ રાગ-દ્વેષ ન કરે. અજ્ઞાનને લઇને રાગ-દ્વેષ થાય છે. અજ્ઞાન જાય તો પછી રાગ-દ્વેષ થવાનું કંઇ કારણ રહેતું નથી.
જ્ઞાન સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુને જાણે છે, પણ રાગ-દ્વેષ ન કરે. રાગ-દ્વેષ ન કરે તો જીવ સુખી થાય. આત્મદૃષ્ટિ જેની થઇ છે, એવા યોગીને રાગ-દ્વેષ ન થાય; નહીં તો નિમિત્તવાસી જીવ છે. મૂળ દ્રવ્ય ત્રિકાળ રહે છે. જેને દ્રવ્યદૃષ્ટિ થઇ છે, તેને રાગ-દ્વેષ ન થાય. જેને રાગ-દ્વેષ થતાં નથી, તે ત્રણ લોકના નાથ થાય છે. (બો-૧, પૃ.૩૦૦, આંક ૫૫)
પ્રશ્ન : રાગ-દ્વેષના નિમિત્તે રાગ-દ્વેષ થાય જ ?
=
પૂજ્યશ્રી : નિમિત્ત મળતાં કર્મનો ઉદય થાય, પણ ઉદય વખતે સમજણ હોય તો નવાં કર્મ ન બંધાય – રાગ-દ્વેષ ન થાય. (બો-૧, પૃ.૩૪૭, આંક ૩૬)
વાલ આદિ અપથ્ય દર્દીને પ્રિય હોય તોપણ વૈધે ના કહી હોય તો તેને તજે છે, પીરસેલા પણ ચાખતો નથી; તેમ પૂર્વના પ્રારબ્ધ પ્રાપ્ત થયેલ રાગ-દ્વેષનાં કા૨ણો ઝેર જેવાં જાણી, તે તજવા યોગ્ય છેજી; ન તજી શકાય તોપણ તે પ્રત્યે વૈરાગ્યભાવ લાવી, પહેલી તકે તે તજવા છે, એવો નિર્ણય હૃદયમાં દૃઢ કર્યાથી, જીવને છૂટવાનું બને, બહુ જ હળવાં કર્મ બંધાય અને વીર્ય વિશેષ સ્ફુરે તો સમકિત પ્રાપ્ત થવા જોગ વિચારણા જાગે. સંસારના કોઇ પદાર્થ જીવને પ્રિય કરવા યોગ્ય નથી; અસંગપણું જ વારંવાર સ્મૃતિમાં આણી આ કર્મના ઘેરાવા પ્રત્યે ઉપેક્ષાભાવ, સાવ પરના જાણી, દુર્લક્ષરૂપ ભાવ કરવા યોગ્ય છેજી. વેઠ કરવી પડતી હોય તેવી પ્રવૃત્તિ, ઇચ્છારહિત કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૫૬૧, આંક ૬૨૬)
રાગવૃત્તિઓની તપાસ પણ રાખવા યોગ્ય છે. ઠેકાણે-ઠેકાણે, પ્રેમની મૂડી જીવે એવી જગાએ ધીરી છે કે તેમાંથી જીવનું હિત કંઇ પણ સધાય નહીં અને ત્યાંથી વૃત્તિ ખસે નહીં. માટે નિરર્થક વ્યાપાર ઘટાડવાનું બને, તો સાર્થક થાય તેવી પ્રવૃત્તિ માટે, જીવને અવકાશ મળે.
‘‘જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે.'' (૩૭) એમ પરમકૃપાળુદેવે કહ્યું છે, તે અનુભવવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૫૪૩, આંક ૫૯૫)
I કર્મબંધ ન થાય, તે માટે વિચાર કરવાનો છે અને તે જ પુરુષાર્થ કરવાનો છે. રાગ-દ્વેષથી કર્મ બંધાય છે. સત્પુરુષની ભક્તિ, સત્સંગનું સેવન કરવું, તે રાગ-દ્વેષ ન થવાનું કારણ છે.