________________
(૩૫) આંગળી આપતાં પોંચો પકડી લે એવો સંસારનો વ્યવહાર છે. તેમાંથી બચવાના ઉપાય એક સપુરુષની વાણી, સપુરુષ ઉપર શ્રદ્ધા, તેની આજ્ઞા ઉપાસવાની તત્પરતા એ છે. આટલું છતાં પણ પૂર્વકર્મ તો ઉદયમાં આવવાનાં જ. પરંતુ “શરણ કરે બળિયાતણું' તો તે કર્મનો નાશ થવાનો છે, ફરી તે કર્મો આવવાનાં નથી. (બો-૩, પૃ.૭૭, આંક ૬૭) | આ ઉત્તમ મનુષ્યભવ જેમ તેમ જવા દેવા યોગ્ય નથી. તેમ કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવું યોગ્ય નથી.
આ કાળનાં અલ્પ અને અનિયમિત આયુષ્ય તરફ નજર કરીએ તો આ સઘળું સ્વપ્ન સમાન લાગ્યા વિના નહીં રહે. તાડના ઝાડ ઉપરથી ફળ પડે, તેને જમીન ઉપર આવતાં બહુ વાર લાગતી નથી, તેમ ગર્ભમાં આવી જન્મ થયા પછી જીવને મરણરૂપી ભૂમિકા સ્પર્શતાં બહુ લાંબો કાળ લાગતો નથી. વચલા ગાળામાં જે કાળ જાય છે તે નહીં જેવો છે, તે જન્મમરણ વચ્ચેનો કાળ આપણે આરંભ-પરિગ્રહ, ધન કમાવામાં કે સગાંસંબંધીની ચિંતામાં કે સુખની સામગ્રી એકઠી કરવામાં ગાળીએ છીએ, તે અનાદિકાળના હિસાબમાં અલ્પ સમય છે, કંઈ ગણતરીમાં નથી છતાં તેમાં જીવ કેટલો ક્લેશ કરે છે? કેટલાં બધાં કર્મ બાંધે છે? જાણે અહીં ને અહીં અનંતકાળ રહેવું હોય તેમ બધી ગોઠવણ કરે છે; પણ ઊંઘતા માણસને આંખ ઊઘડતાં જ બધું સ્વપ્ન મિથ્યા લાગે, તેમ સદ્ગુરુના બોધે સમ્યફ સમજ આવતાં, જીવને આ બધી સંસારની ધમાલ સ્વપ્ન સમાન કે સિનેમાના ખેલ જેવી કે નજરબંધી કરી લોકોને આશ્ચર્ય પમાડનાર જાદુના ખેલ જેવી, આપણી બધી પ્રવૃત્તિ લાગે છે. માટે આ નકામી અને અંતે અનર્થકારી સંસારી પ્રવૃત્તિમાં ચિત્તની વૃત્તિ વહેતી હોય, તે સદ્ગુરુને શરણે લાવી, સંસારનો નાશ કરવા ચિત્તમાં લક્ષ રાખવો યોગ્ય છે. માટે આજ સુધી થઈ તે થઇ; પણ હવે કાળ નકામો ન જાય, અને જેમાં આપણે કંઈ લેવા-દેવા ન હોય, તેવાં કામમાં પડી નકામાં કર્મબંધન કરવામાં ખોટી થવું અને મરવું, એ બરાબર છે એમ માની, આ આત્માની દયા લાવી, ઝાઝો કાળ તેને સંસારમાં રઝળવું ન પડે તેવી શુભ પ્રવૃત્તિમાં, સદ્ગુરુ આજ્ઞાએ વર્તવામાં કાળ ગાળવો યોગ્ય છે'. (બી-૩, પૃ.૪૦ આંક ૨૭). | દરિયામાં પાણી ખારું જ હોય છે, તેમ સંસારમાં દુઃખ, દુઃખ અને દુઃખ જ છે. સુખ લેવા જીવ
જાય છે પણ દુઃખ ખમીને ધરાઈ જાય છે, છતાં સંસારની મીઠાશ છૂટતી નથી, એ આશ્ચર્ય છે ! આવું સંસારનું સ્વરૂપ મહાપુરુષે જાણ્યું. તેથી તેનો મોહ છોડી, સંસારના મૂળરૂપ દેહાધ્યાસ કે મિથ્યાત્વ, તેનો તેમણે ક્ષય કર્યો અને આત્માને અર્થે જ મનુષ્યભવ ગાળીને મોક્ષે ગયા. આપણે એમને પગલે-પગલે ચાલી, દેહને બદલે આત્માની સંભાળ રાખતાં શીખીશું તો અનંત સુખને માર્ગે ચઢીશું. વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ અને ત્યાગનો લક્ષ રાખી, વર્તમાન સંજોગોમાં વર્તવું પડે તેમ ઉદાસીનભાવે વર્તવા ભલામણ છે અને ભવિષ્યમાં સંસારથી છુટાય તેમ વર્તી, આત્મહિતને મુખ્ય રાખી, જીવન
ગાળવા ભલામણ છે). (બો-૩, પૃ.૭૩૨, આંક ૮૯૪) [ આ જગતનું સ્વરૂપ દુઃખરૂપ છે. ખારા સમુદ્રમાંથી ગમે ત્યાંથી પાણી ભરી લાવો તો તે ખારું-ખાટું દવા
લાગવાનું જ, તેમ આધિ-વ્યાધિ-ઉપાધિથી ખદબદતાં સંસારમાં શાંતિ ક્યાંય ખોળી જડે તેમ નથી.