________________
૩૬૬) તે સંસાર, જેને સ્વપ્ન સમાન સ્પષ્ટ નિરંતર લાગ્યા કરે છે અને પુરુષ તરવાનું સાધન જે નિશ્ચયપણે જાયું છે અને તે જ સાધન આ મોહાંધ જીવોને આધારરૂપ, આ ભવરૂપી વનમાં છે એમ જાણી વારંવાર ઉપદેશ્ય છે, પકડ કરવા જણાવ્યું છે, તે સત્સંગયોગે સાંભળી, વિચારી, હિતકારકરૂપ નિર્ણય કરી, તેનો આધાર ગ્રહણ કરી, દ્રઢપણે શ્રદ્ધા અને બળપૂર્વક આરાધતાં, આ કળિકાળના પ્રબળ પૂરમાં તણાતાં
બચી જવાય તેમ છેજી. (બો-૩, પૃ.૧૭૦, આંક ૧૭૫) 3 આ સંસાર દુ:ખથી ભરેલો છે. તેમાં સુખ શોધવું તે વ્યર્થ છે. કોઈ અસંસારી આત્મજ્ઞાની પુરુષની અપૂર્વ
વાણીથી જીવ મોહનિદ્રાથી જાગે, તો તે સત્પરુષની આજ્ઞાએ વર્તતાં આ સંસારને તરી જવાય છે; એવો કોઈ અપૂર્વ યોગ આ મનુષ્યભવમાં બને છે; એટલો આ અસાર સંસારમાં સાર છે. બાકી ખારા સમુદ્રનું ગમે તેટલું પાણી પી જાઓ તોપણ તૃષા મટે તેમ નથી કે શાંતિ વળે તેવું નથી.
શાંતિ પમાડે તેને તો સંત કહીએ, તેના દાસના દાસ થઈ રહીએ.” મીઠી વીરડીનું પાણી, થોડું પિવાય તોપણ તરસ છીપે છે, તેમ સપુરુષનાં દર્શન-સમાગમ કે બોધ અલ્પ
પ્રાપ્ત થાય તો પણ તે શાંતિનું કારણ છે. (બી-૩, પૃ.૮૮, આંક ૭૮) ID પરમકૃપાળુદેવનો માર્ગ સાચા બનવાનો છે; સાચા બનીએ તેવા સંયોગો તે ઊભા કરે છે. તે તેની પરમ
કૃપા ગણી, ખેદ વિસર્જન કરવા વિનંતી છે. પરમકૃપાળુદેવે શ્રી સોભાગભાઇ ઉપર સાંસારિક કારણોનો ખેદ દૂર કરવા અનેક પત્રો લખ્યા છે, તે વારંવાર વિચારશો. “ૐ ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯) ઇત્યાદિ વારંવાર વિચારી પ્રતિબંધથી છૂટવું છે. કોઈ પ્રત્યે ઈર્ષા થવાનો પ્રસંગ આવે તો “પોતાનું ભૂંડું કરનારનું પણ ભલું થાઓ.” એવી પ.પૂ. પ્રભુશ્રીજીની શિખામણ સંભારી, સંતોષપૂર્વક પૂર્વકર્મ ખંખેરી, પેલે પાર જતા રહેવું છે. આવા ક્લેશકારી સંસારમાં સુખ અને સગવડ હોઈ શકે, એવી કલ્પના પણ ભૂલ ભરેલી છે. ભવિષ્યની એક પળનો પણ વિચાર કર્યા વિના, વર્તમાનમાં જેમ નિર્મળ પરિણામ રહે તેમ એકલા વિચરી શકો તો વિશેષ શાંતિ અને આત્મબળ પ્રતીતિમાં આવશે. પછી જેવા સંયોગ ઉપસ્થિત થાય તેમ વર્તવામાં હરકત નથી. સદ્ગત શ્રી..નો બોજો લઇને ફરતાં હતાં, તેથી હવે તો હલકાં થયાં છો. લોકલાજ દૂર કરી, એક પરમકૃપાળુદેવને જ સહયોગી ગણી, આટલો ભવ પૂરો કરવો છે; એમ કરવાથી વધારે સ્વતંત્ર અને સુખી થશો. જેને ગરજ હશે, તે તમારો સહવાસ શોધશે. તમારે હવે કોઈની પાસેથી કંઈ લેવું નથી. મીરાંબાઇની પેઠે જૈન મીરાં બની જીવો; તેનાં ગુણગાનમાં મસ્ત બનો.
“વિઠ્ઠલ વરને વરીએ, જગથી નહીં ડરીએ; સંસારીનું સગપણ કાચું, પરણીને રડાવું પાછું.
એવું તે શીદ કરીએ? વિઠ્ઠલ૦” (બી-૩, પૃ.૨૯૧, આંક ૮૩૧)