________________
(350 T સંસારને જ્ઞાની પુરુષોએ સમુદ્ર સમાન વર્ણવ્યો છે, તેમાં જીવ અનાદિકાળથી ડૂબકાં ખાઈ રહ્યો છે;
તેમાંથી તરવા માટે આત્મજ્ઞાની ગુરુ વહાણ સમાન છે, તેનો આશ્રય લેનાર તરી શકે છે અને સર્વ સુખ પામી શકે છે; પણ જેને સમુદ્રમાં તરવાની મજા કરવી હશે, તેને પાસે થઈને જતું વહાણ પણ કંઈ કામનું નથી; તેમ જેને હજી સંસારના સુખની ઇચ્છા છે, તેમાં સુખની કલ્પના કર્યા કરે છે, તે પાણીરૂપ સંસાર તજીને સદ્ગુરુના શરણરૂપ વહાણમાં બેસી શકતો નથી. એવા અભાગિયા જીવને ખારા પાણીમાં જ બૂડી મરવાનું રહ્યું. દરિયામાં ગમે તેટલું પાણી હોય પણ તે પીવાના કામમાં આવતું નથી; તેમ સંસારના સર્વ પદાર્થો રાજવૈભવ, સુખસાહ્યબી બધાં ખારા પાણી જેવાં છે, તેની સ્વપ્ન પણ ઇચ્છા કરવા યોગ્ય નથી, એમ જ્ઞાની પુરુષો પોકાર કરી-કરીને કહે છેતે જે માનશે તેને સાચું શરણું પ્રાપ્ત થશે. સંસારમાં મનાતાં સુખ જેના છૂટી ગયાં, તેના ઉપર પરમકૃપાળુદેવની કૃપા થઈ, એમ માનવા યોગ્ય છેજી. અત્યારે નહીં સમજાય, પણ વિચાર કરતાં હૈયે બેસે, તેવી એ વાત છે.
(બો-૩, પૃ.૧૭૯, આંક ૧૮૨). D સંસારનું સ્વરૂપ તો એક જ્ઞાની પુરુષે પરમકૃપાળુદેવે યથાર્થ જાણ્યું છે. તેમણે તો સંસારમાં ઠામ-ઠામ
દુ:ખ જ દીધું છે અને આપણા જેવા મૂઢ દુષ્ટ જનોને તેમાં વગર વિચાર્યું દોડતા અટકાવવા અર્થે ઉપદેશ કર્યો છે કે “વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત લોક દુ:ખે કરી આર્ત છે, ભયાકુળ છે, રાગદ્વેષનાં પ્રાપ્ત ફળથી બળતો છે, એવો વિચાર નિશ્ચયરૂપ જ વર્તે છે; અને જ્ઞાનપ્રાપ્તિનો કંઈ અંતરાય છે, માટે તે કારાગૃહરૂપ સંસાર મને ભયનો હેતુ છે અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી, એ જ એક
ભય વિચારવાનને ઘટે છે.” (પ૩૭) (બી-૩, પૃ.૩૫૧, આંક ૩૫૩) | | સંસારની ચિંતા કરીએ કે ન કરીએ, તે સરખું છે. આપણું ધાર્યું કંઈ થતું નથી. ન જોઇતી ફિકર-ચિંતા
કરવાનું જીવ માંડી વાળે તો જીવને નિરાંત વેદાય તેમ છે; પણ હું કરું છું, હું સારું કરી શકું છું, મારી સલાહ વગર બીજા કરશે તો બગડી જશે આદિ અભિમાન જીવને ન જોઇતી ચિંતામાં દોરી, ફસાવી રાખે છે. (બી-૩, પૃ.૭૫૧, આંક ૯૩૪).
એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે;
થાયે સદ્ગુરુનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે.'' આ વચનો, જેનાં દ્રઢ અનાસક્ત પરિણામ થયાં હતાં, તેવા મહાપુરુષનાં મુખથી ગવાતાં આપણે સાંભળ્યાં છે, તેના ગવરાવ્યા ગાયાં છે, તેવા ભાવના ઉલ્લાસમાં જીવ ઊછળ્યો છે, તેને હવે આ અસાર, નીરસ, ભયંકર અને બળતા સંસારમાં ફૂદાની પેઠે પડવાનું કેમ ગમતું હશે ? તે બહુ ઊંડા ઊતરીને વિચારી, તે મહાપુરુષના પંથે તેમની પાછળ-પાછળ, તેમના પગલે-પગલે ચાલવા માટે જરૂર કમર કસવી ઘટે છેજી.
ભક્તિ શૂરવીરની સાચી, લીધા પછી કેમ મેલે પાછી ?' “પરથમ પહેલું મસ્તક મૂકી વરતી લેવું નામ જોને.” આ, ભક્તિમાં ગવાતાં પદોનો રંગ ઊતરી ન જાય, પણ ચોમાસામાં નદીમાં પૂર આવે તે ભલે ઊતરી જાય, પણ બારે માસ પ્રવાહ વહેતો હોય, તે તો સુકાવો ન જોઈએ; તેમ સપુરુષના યોગે જે ઉત્સાહ પરમપુરુષના સંગના બળે હતો, તેટલો હાલ ન જણાય તોપણ જે વલણ થયું છે તે ટકી રહે,