________________
(૩૫૮)
રાગાદિક દૂર થાય ત્યાં, ખરી અહિંસા ધાર;
રાગાદિ પ્રગટાવતાં, હિંસા સ્વરૂપ વિચાર. તમારો પત્ર મળ્યો. કોઈ સંન્યાસી સાથે કંઈ અથડામણી થઈ, તેનો ક્ષોભ પણ પત્રમાં ઉલ્લેખ પામ્યો છે. ધાર્મિક જીવનની શરૂઆતમાં બહુ સંભાળવાનું એ છે કે કુસંગ કે કુતર્ક ચઢી જવાથી જીવને વિક્ષેપનાં કારણો ઊભાં થાય છે. રાગ-દ્વેષમાં આપણો આત્મા તણાય કે આપણા નિમિત્તે કોઇને રાગ-દ્વેષમાં પ્રવર્તવાનું બને, ત્યાં બંને પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે, તે આત્મઘાત છે; આમ પોતે પોતાનો વેરી, આ જીવ થતો આવ્યો છે. રમત કરવા પણ વીંછીના દરમાં આંગળી ઘાલે તો ડંખ વાગવાનો સંભવ છે. બાકી જગતમાં આત્માની વાત તો દુર્લભ છે, ઠેકાણે-ઠેકાણે પૂછવાથી પ્રાપ્ત થાય તેમ નથી. દરેક ગજના શિરમાં મોતી હોતાં નથી, વન-વને સિંહ વસતા નથી, પર્વતે-પર્વતે હીરાની ખાણ હોતી નથી, તેમ સંન્યાસ (ત્યાગીના) વેશવાળા દરેક આત્મજ્ઞાની હોતા નથી.
(બી-૩, પૃ.૨૯૩, આંક ૨૮૨) સંસાર 1 જ્ઞાની પુરુષોએ આ સંસારમાં ગમે તેવાં અનુકૂળ સુખો હોય, કોઈ પણ પ્રકારની લૌકિક સુખની ખામી ન
હોય તોપણ આ સંસારનું સ્વરૂપ વિષમ, ભયંકર અને ક્લેશરૂપ કહ્યું છે. એકાંત દુઃખરૂપ આ સંસારમાં ભ્રાંતિપણે જે સુખ માન્યું હતું, તે પણ દુઃખ જ હતું. જે સુખનો વિયોગ માનીએ છીએ, તે પણ દુઃખનો જ વિયોગ છે. અનુકૂળતા-પ્રતિકૂળતા કર્મના સંયોગે પ્રાપ્ત થાય છે. અનુકૂળ સંયોગો અવિચારદશામાં સુખરૂપ લાગે છે અને પ્રતિકૂળ સંયોગો દુ:ખરૂપ લાગે છે; પણ કોઈ કર્મના સંયોગ આત્માને સુખ આપવા સમર્થ નથી. માટે સાંસારિક અનુકૂળતાઓમાં ખામી આવવાથી, જીવ તેવા સુખની ઝંખના કરે છે, તે દુઃખને જ નોતરે છે. માટે વિચારવાન જીવે જ્ઞાનીએ જે સુખ માન્યું છે, ચાખ્યું છે અને પ્રશંસ્યું છે એવા આત્મિક સુખની ઝૂરણા કરવી. તે અર્થે જ જીવને જાગ્રત કરવા સંસારમાં આપત્તિઓ આવે છે અને તે વખતે જો જીવ જાગ્રત થાય તો તે કલ્યાણરૂપ નીવડે છે. ભક્તાત્માઓને તો તે વિશેષ કલ્યાણકારક સમજાય છે. (બી-૩, પૃ.૧૮૦, આંક ૧૮૩) T સંસાર એ ઝાંઝવાનાં પાણી જેવો છે, મૃગતૃષ્ણા જેવો છે. સંસારમાં સુખ છે નહીં; જે દેખાય તે ભ્રાંતિ છે. સંસારનાં દુઃખોમાં કટુતા એટલે કડવાશ લાગે છે, છતાં એને જ ઇચ્છે છે – સંસારની જ ઈચ્છા રહ્યા કરે
છે, તે માણસ ગધેડા જેવો છે. (બો-૧, પૃ.૧૬૧, આંક ૩૨) D જેમ ગધેડાનું પૂછડું પકડયું હોય અને લાત મારે તોય છોડે નહીં, તેમ જીવ સંસારમાં દુઃખ ભોગવે છે,
તેમ છતાં તેને જ પકડી રાખે છે, છોડતો નથી. (બો-૧, પૃ.૨૯૦, આંક ૪૦) D મહાત્મા જ્ઞાની પુરુષોએ સંસારનું સ્વરૂપ જાણ્યું ત્યારે એક નિશ્ચય ઉપર આવ્યા કે કોઈ પણ પ્રકારે
સંસારમાં સુખ નથી.