________________
(૨૧૦)
પરમાર્થમાર્ગની જેને દ્રઢ ઇચ્છા હશે, તે જરૂર વહેલોમોડો તે પામશે; પરંતુ પ્રમાદ કરી, બીજાં કામોનું મહત્ત્વ રાખી, વ્યર્થ કાળ ગુમાવવા જેવું નથી. પ્રાપ્ત સંયોગોમાં પોતાનાથી બને તેટલો પુરુષાર્થ, આત્મા સમજવા માટે, સદુપદેશ અને સત્સમાગમથી કરતો રહેવો ઘટે છે. રોજ મરણને સંભારવું ઘટે છે. (બી-૩, પૃ.૨૩૮, આંક ૨૩૩) | મોક્ષમાર્ગના આપણ સર્વ મુસાફરો પરમકૃપાળુદેવના શરણરૂપ ગાડીમાં બેઠા છીએ. એકબીજાના | વિચારોની, મુશ્કેલીઓની, દુઃખની વાતો કરી દિલ હલકું કરી, તે માર્ગમાં ત્વરિત ગતિએ ચલાય, તે લક્ષ છેજી. પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે બાળાભોળાનું કામ થઈ જશે. જેના હૃદયમાં આડાઅવળા, ધર્મના નામે આગ્રહો નથી અને માર્ગ જાણી તે આરાધવાની જ જેને પરમ જિજ્ઞાસા છે, તેને આ દુષમકાળમાં પણ પરમકૃપાળુદેવે “ભાખ્યો અત્ર અગોય' કહી, મોક્ષમાર્ગ ખુલ્લો કર્યો છેજી. ચોગાનમાં તરવાર પડી છે, મારે એના બાપની. જે જેટલો પુરુષાર્થ કરશે, તેનું તેને જરૂર ફળ મળશે. સાચો અગ્નિ છે, તે કામ કર્યા વિના ન રહે. પ.પૂ. પ્રભુશ્રીજીનો બોધ આ પર્યુષણમાં વંચાતો હતો તેમાં વારંવાર આવતું: “તારી વારે વાર, થઇ જા તૈયાર; સપુરુષાર્થ જીવો ત્યાં લગી કરતા રહેજો; શ્રદ્ધ પરમ ટુર્ન્સ'' - આ ભાવોને આરાધવાની ધગશ જોઇએ. (બો-૩, પૃ.૫૫૯, આંક ૬૨૩)
કલ્યાણ
| જીવનું કલ્યાણ કેમ થાય છે તે જ્ઞાનીના લક્ષમાં હોય છે. જીવ કલ્યું કે મને આમ થાય તો લાભ થાય,
આમ મારા પર સપુરુષ કૃપા કરે તો ઠીક, વગેરે કલ્પનાએ કંઈ કલ્યાણ નથી. જ્ઞાની પુરુષનાં “મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં.” એમ એક પત્રમાં જણાવ્યું છે; તેમ તેની દરેક ચેષ્ટામાં કંઈક અભુતતા હોય છે તે વારંવાર વિચાર્યું, જીવની યોગ્યતા થયે સમજાય છે. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી પણ કહેતા કે પરમકૃપાળુદેવના યોગમાં તેમની ઇશારતો અને વચનો જ નહીં સમજાયેલાં કે અલ્પાશે સમજાયેલાં, તે હવે સમજાય છે કે તેમને તે દ્વારા શું સમજાવવું હતું. બીજાને તેનો ખ્યાલ આવવો મુશ્કેલ છે પણ જેને અર્થે તેવી ચેષ્ટાઓ કરેલ હોય, તેને કાળે કરીને ઘણા લાભનું કારણ થાય છે, ત્યારે તે ફળ ઉપરથી, તે બીજ વાવનારનું માહાત્ય સમજાય છે અને અત્યંત, ભક્તિભાવમાં વૃદ્ધિ થાય છે. ટૂંકામાં, કલ્પનાથી જીવનું કલ્યાણ નથી. દશા વધારવાની જરૂર છે. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ દ્વારા દશા વધી શકે; માટે તેનો વિશેષ લાભ થતો જાય તેવા પુરુષાર્થમાં રહેવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૧૪૩, આંક પ૯૬) D કોઈના તરફ દ્રષ્ટિ નહીં કરતાં, પોતાના દોષ જોવા અને ટાળવા એ આત્મકલ્યાણનો ટૂંકો રસ્તો છે.
જ્યાં-ત્યાંથી છૂટવું છે. તેને માટે પરમકૃપાળુદેવનાં વચનો વાંચવાં, વિચારવાં, મુખપાઠ કરવાં, સમજવા અને તેમાં જણાવ્યા પ્રમાણે રાગ, દ્વેષ, મોહ, ઈર્ષા, ફિકર, ચિંતા, ઇચ્છા, વાસના તજી પરમકૃપાળુદેવને ક્ષણે-ક્ષણે યાદ કરવા. તેની કૃપાથી આત્માનું કલ્યાણ થશે, એ વિશ્વાસ રાખવો અને બીજી ઇચ્છાઓ ઊઠવા ન દેવી. ભક્તિ કરીને કશા ફળની ઇચ્છા ન કરવી.