________________
૨૫૫
T મોક્ષના પ્રયોજનભૂત સાત તત્ત્વને યથાર્થ જાણવાં, તે સમ્યજ્ઞાન છે. સાત તત્ત્વને અયથાર્થ જાણે, તે મિથ્યાજ્ઞાન છે. જ્ઞાનના ત્રણ દોષ :
(૧) સંશય : ઠૂંઠું હોય, તે રાતે માણસ જેવું દેખાય ત્યારે સંશય થાય કે આ શું હશે ? ચોક્કસ ન થાય, એનું નામ સંશય છે.
(૨) વિપર્યય : ઊંધું જાણે; જેમ કે, દેહ તે હું છું, એમ જાણે.
(૩) અનધ્યવસાય : દેહમાં કોઇક છે ખરો, એમ જાણે.
સંશયમાં ડગમગતું છે, વિપર્યયમાં ઊલટું જણાય છે અને અનધ્યવસાયમાં કંઇક છે એમ લાગે, પણ નિર્ણય નથી.
મિથ્યાદર્શનને લઇને જ્ઞાન મિથ્યા થાય છે. મિથ્યાત્વનો ઉદય હોય ત્યારે શાસ્ત્રો ભણે તોપણ અજ્ઞાન છે; કારણ કે શાસ્ત્ર ભણીને જે કરવું હતું, તે ન થયું. જીવને મિથ્યાત્વ અવસ્થામાં મતિ, શ્રુત, અવધિજ્ઞાન હોય છે, એ મિથ્યાત્વના ઉદયથી કુજ્ઞાન કહેવાય છે. સમ્યક્દર્શન થાય ત્યારે તે સમ્યજ્ઞાન કહેવાય છે.
સમ્યદૃષ્ટિ સર્પને દોરડી કહે, તેથી કંઇ મિથ્યા કહેવાય નહીં, કેમકે પ્રયોજનભૂત નથી; અને મિથ્યાવૃષ્ટિ સર્પને સર્પ અને દોડીને દોરડી જાણે તોય મિથ્યા છે. (બો-૧, પૃ.૧૪૧)
,,
‘‘રાગાદિ મટાડવા જે જાણવું, તે સમ્યજ્ઞાન છે.’' (મોક્ષમાર્ગપ્રકાશક, સાતમો અધિકાર) (બો-૩, પૃ.૭૬૮, આંક ૯૭૬)
આત્માને દેહથી ભિન્ન અવલોકવાનો અભ્યાસ પરમગુરુના વિશ્વાસે કર્તવ્ય છેજી.
છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી (જાણનાર) સદા અવિનાશ, મૂળ
એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ'' એ આખું પદ વારંવાર વિચારતા રહેવું ઘટે છેજી. (બો-૩, પૃ.૬૦૨, આંક ૬૯૨)
દેહથી આત્મા ભિન્ન છે એમ સદ્ગુરુના ઉપદેશથી જાણી, તેની પકડ કરતાં ભેદજ્ઞાન થાય છે. જેને ભેદજ્ઞાન થાય છે, તેનો જરૂર મોક્ષ થાય છે. જે જે જીવો મોક્ષે ગયા છે, તે સર્વ એક ભેદજ્ઞાનના આરાધનથી ગયા છે; એટલે તે સર્વે ભેદજ્ઞાન પામ્યા હતા.
સત્સંગ વિના આવી સમજ આવવી દુર્લભ છે. ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે, એમ પરમકૃપાળુદેવ કહે છેજી. સત્સંગની ભાવના વધારી સત્પુરુષે આપેલા સત્સાધનને સેવતા રહેવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૧૬૮,આંક ૧૭૧)
‘‘છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ૦ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળO''
આ સમ્યજ્ઞાનનું સ્વરૂપ કહ્યું. તેનો લક્ષ કરાવવા ઉપદેશછાયામાં વિસ્તારથી વિવેચન કર્યું છેજી. ઘણી વાર લોકો પણ કહે છે કે ખોળિયું પિંજરની પેઠે પડી રહે છે અને જીવ પોપટની પેઠે ઊડી જાય છે; તથા શાસ્ત્રોમાં પણ દેહ જુદો છે, આત્મા જુદો છે એવું લખેલું પંડિતો વાંચે છે, ઉપદેશ કરે છે છતાં દેહભાવ