________________
(૨૫૯) સંસારમાં સુખી છે, એવાને પણ ધર્મ કરવાની જરૂર છે. ગરીબ હોય તે ભક્તિ કરે, આપણે તો પૈસા છે, તેથી સુખી છીએ. દુઃખી હોય તે ધર્મ કરે, એમ વિચારવું યથાર્થ નથી. સંસારનાં સુખ કે દુઃખ, બધાં દુઃખ
જ છે. (બો-૧, પૃ.૨૮૯, આંક ૩૮) T સહનશીલતા જીવને શાંતિ આપનાર છે, એમાં સંશય નથી. પ્રતિકૂળ સંયોગોમાં તેમ જ અનુકૂળ
સંયોગોમાં તે ટકી રહે તો નકામી આત્મશક્તિનો વ્યય ન થવા દેતાં આત્મવીર્યને વધારનાર થાય છે. માંદગીમાં જેમ ખોરાક સંબંધી કાળજી રાખીએ છીએ તેમ સંયમ અર્થે સાજા થયા પછી પણ વર્તાય તો ધર્મમાં ઘણી અનુકૂળતા પ્રત્યક્ષ જણાય છે; તેવી રીતે પ્રતિકૂળ સંજોગોમાં જેમ આંખો મીંચીને બીજાનું બોલેલું કે તિરસ્કાર આદિ સહન કરીએ છીએ તેમ છતી શક્તિએ અનુકૂળ સંયોગોમાં વૈરાગ્ય સહિત વર્તાય, જગતના ભાવો પ્રત્યે ઉદાસીનતા રહે તો આત્મા પામવામાં ઘણી અનુકૂળતા થાય.
સુખકી સહેલી છે, અકેલી ઉદાસીનતા; અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.” એમ પરમકૃપાળુદેવે પણ લખ્યું છે તે વિચારી, ઉદાસીનતાનો અભ્યાસ કર્તવ્ય છેજી. રાગ કે વેષમાં ન તણાવું અને સમભાવ કે ઉદાસીનતામાં રહેવું, તેને જ્ઞાની પુરુષોએ સાચો ધર્મ કહ્યો છે.
(બી-૩, પૃ.૧૨૭, આંક ૧૨૭) I પુણ્ય એ ધર્મ નથી. ધર્મ તો શુભાશુભભાવનો ત્યાગ કરી, શુદ્ધમાં રહે ત્યારે થાય છે. શુદ્ધભાવની
પ્રાપ્તિ કરવી. શુદ્ધનો લક્ષ રાખીને શુભમાં પ્રવર્તે તો શુદ્ધભાવ પ્રાપ્ત થાય. પરમકૃપાળુદેવે કોઈ ક્રિયાનો નિષેધ કર્યો નથી. સમજ કરવાની જરૂર છે. આત્મવિચારકર્તવ્યરૂપ ધર્મ છે. આત્મા જાગે ત્યારે ઘર્મ થાય. ધર્મમાં કોઈનો અધિકાર નથી. કરે તેના
બાપનો છે. (બો-૧, પૃ.૧૫૮). D “શ્રીમતુ વીતરાગ ભગવતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણિસ્વરૂપ, પરમ હિતકારી,
પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિઃસંશય આત્યંતિક ક્ષય કરનાર પરમ અમૃતસ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તા, ત્રિકાળ જયવંત વર્તો.” (૮૪૩) આવા ધર્મનું ફળ માગવું પડે તેમ નથી. ચિંતામણિ પાસે ચિંતવીએ તો ફળ આપે, પણ સાચો ધર્મ વગર ચિંતવ્ય, સંકટ સમયે પણ સમાધિ પમાડે છેજી. ધર્મ-આરાધન વખતે પણ શાંતિ અનુભવાય છે અને આજ્ઞાનું આરાધન મોક્ષ થતાં સુધી શાંતિનું કારણ બને છેજી. એવી બીજી કોઈ કમાણી નથી. “પરમશાંતિપદને ઇચ્છીએ એ જ આપણો સર્વસંમત ધર્મ છે અને એ જ ઇચ્છામાં ને ઇચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિત રહો.” (૩૭) (બી-૩, પૃ.૫૦૬, આંક ૫૪૭) | ભગવાને ધર્મ બે પ્રકારે કહ્યો છે : એક ગૃહસ્થ ધર્મ અને બીજો સર્વસંગપરિત્યાગ અથવા મુનિધર્મ.
સર્વસંગપરિત્યાગ તે સર્વોત્તમ છે. ગૃહસ્થાશ્રમમાં ઘણી અનુકૂળતા નથી હોતી. એ કાજળની કોટડી સમાન છે. પરમકૃપાળુદેવે મોહ તો ન કર્યો, પણ લોકોને જેમ સારું લાગે એમ તો રહેવું પડયું ને? સર્વસંગપરિત્યાગમાં અનુકૂળતા બહ હોય છે અને જો સર્વસંગપરિત્યાગ ન થઈ શકતો હોય તો ગૃહસ્થાશ્રમમાં પણ ધર્મસાધન કરી શકાય છે. (બો-૧, પૃ.૪૨, આંક ૧૫)