________________
(૩૪૭)
પુરુષાર્થ કરો. મન તો સ્વચ્છેદે વર્તતું હોય અને બહારથી મોટી-મોટી વાતો કરે છે, તેની તને શરમ કેમ નથી આવતી ? પહેલાં પોતાને તો જીતતો નથી. મન વશ ન થયું તો બધાં સાધનો નિષ્ફળ થાય,
ક્લેશરૂપ થાય. ત્રણ લોકને જીતે પણ મન ન જીતે તો કંઈ નહીં. સત્સંગ, આશાનો નાશ, અધ્યાત્મશાસ્ત્ર અને સુવિચાર એ મનને જીતવાનાં સાધનો છે. (બો-૧, પૃ.૧૯૮, આંક ૭૩) પ્રશ્ન : મન નિર્મળ કેમ થાય? પૂજ્યશ્રી જે નિર્મળ છે, તેમને હૃયમાં રાખે, જે રાગ-દ્વેષરહિત છે, એવા સદ્દગુરુને હૃયમાં રાખે તો મન નિર્મળ થાય. (બો-૧, પૃ.૩૫૦, આંક ૫૦).
આથે બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ; આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર;
અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.' પરમકૃપાળુદેવે પોતાના છેલ્લા કાવ્યની ઉપર ટાંકેલી કડીઓમાં પરમ શાંતિપદનો માર્ગ જણાવ્યો છે. તેનો સાર એ છે કે દેહાદિ પદાર્થો પ્રત્યેનો મોહ મનની અસ્થિરતાનું અને સંસારની ઉત્પત્તિનું કારણ છે. તે મોહ દૂર કરવા આત્મદ્રુષ્ટિની જરૂર છે. તેનું કારણ સત્પષના “ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે; વર્તે છે, એ વાત નિશ્ચયરૂપ છે; તથાપિ ન વર્તતું હોય તોપણ તે આત્મસ્વરૂપને વિષે જ વર્તે છે.'' (૩૭૩) એ પરમકૃપાળુદેવે પોતે કહેલ છે. વળી લખે છે:
હાઈમનને ત્રિસ્ત, વિજ્ઞાને પરમાત્મન |
यत्र यत्र मनो याति, तत्र तत्र समाधयः ।।'' હું કર્તા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન, તે જેનું ગળી ગયું છે, અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો છે, તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે.” (૨૨૩) એ આદિ માર્ગ મહાપુરુષોએ દર્શાવ્યા છે, તે દેહદ્રષ્ટિ દૂર થયા વિના, આત્મસુખ માટે ઝૂરણા કર્યા વિના, વાતો કરવાથી, લખવાથી કે વાંચી લીધાથી હાથ લાગતા નથીજી. સત્સંગ એ સર્વોપરી સાધન કહ્યું છે. તેથી ભક્તિ, વૈરાગ્ય, સમજણ, શાંતિ પ્રાપ્ત થાય છેજી,
જ્યારે-ત્યારે આ જીવે પોતે જ તૈયાર થઇ, તે માર્ગ સર્વ પ્રકારના સંકટો સહન કરી, શોધીને ઉપાસવો પડશે. (બી-૩, પૃ.૧૬૦, આંક ૧૬૧) જેમ બને તેમ બીજે ભટકતા મનને શુદ્ધ આત્મ-સ્મરણમાં, વાંચનમાં, વિચારમાં રોકવાનો અભ્યાસ કર્તવ્ય છેજી.
જ્યાં જ્યાં જીવે પ્રતિબંધ કર્યો છે, ત્યાં ત્યાં ચિત્તનું વારંવાર જવું થાય છે. તેથી મહાપુરુષો વારંવાર પરમાત્મસ્વરૂપ પ્રત્યે પ્રેમ વધારી, બીજા પ્રતિબંધો તોડી નાખવાનો પુરુષાર્થ કર્યા કરે છે. જરૂરના