________________
(૨૮૨).
સિવાયની પ્રવૃત્તિમાં તેને ઉત્તમતા, પ્રેમ, સાર કે ઉમંગ રહે નહીં, એટલે બધે વૈરાગ્ય વર્તે છે. આવા વૈરાગ્યથી જ જીવ સમકિતને યોગ્ય થાય છે. ‘ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન.'' બીજ, મિથ્યાવૃષ્ટિ, જે દેહાદિક પદાર્થોમાં હું અને મારું કરી રહ્યો છે, તેને રાગ-દ્વેષની પરિણતિ હંમેશાં ચાલુ હોય છે. તેથી જેવી રીતે તે સંસારનાં કાર્યો કરતાં બંધાય છે, તેવી જ રીતે અજ્ઞાન અને રાગ-દ્વેષનાં પરિણામ સહિત ધર્મને નામે દાન, શીલ, તપ, ભાવ આદિ ક્રિયા કરે છે તેમાં પણ, બંધન નિરંતર થયા જ કરે છે. જેમ કોઇ માંદો માણસ, જે જે જોવા આવે અને દવા બતાવે, તે બધાની દવા કરે તો કદી સાજે ન થાય, ઊલટો વધારે માંદો થાય; તેમ મિથ્યાવૃષ્ટિને છૂટવાના રસ્તાનું ભાન નથી અને ભાન વગરના લોકો જે જે બતાવે, તે તે ઉપાયો કરે છે, તેથી શુભ કે અશુભ કર્મ બંધાય છે અને તેના ઉદય ફળ ભોગવવું પડે છે. ટૂંકામાં, મિથ્યાદ્રષ્ટિ જે જે ક્રિયા કરે છે, તે વખતે “રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ''રૂપ બીજ વાવતો જ રહે છે, તેથી તેની ક્રિયાનું પુણ્ય કે પાપરૂપ ફળ થયા વિના રહેતું નથી; અને સમ્યકુદ્રષ્ટિને તે બીજ બળી ગયું હોય છે, તેથી વાવે તોપણ ઊગતું નથી; એટલે તેની બધી ક્રિયા છૂટવાના કારણરૂપ થાય છે. બંધાવારૂપ ફળ, તેની ક્રિયારૂપ ઝાડ ઉપર બેસતું નથી. સમ્યકુદ્રષ્ટિને વિકારનાં કારણોમાં પણ, સવિચારને લઇને વૈરાગ્ય થાય છે અને મિથ્યાદ્રષ્ટિને અવિચારદશા હોવાથી છૂટવાનાં કારણો પર્યુષણ જેવાં પણ, તકરાર કરી કર્મ બંધાવનારાં થાય છે. છાપામાં આવ્યું હતું કે પાલિતાણામાં આદીશ્વર ભગવાનના દેરાસરવાળા ચોકમાં – એવા પવિત્ર સ્થળમાં પણ, બે સાધુઓ ચોથ-પાંચમની તકરારમાં લાકડીએ-લાકડીએ લડી પડયા; એટલે જાત્રાનું સ્થળ પણ તેમને કર્મ બંધાવનારું થયું. તે ફળનું કારણ મિથ્યાત્વભાવ છેજી. (બી-૩, પૃ.૩૫૨, આંક ૩૫૪). T સમ્યફદૃષ્ટિને કર્મ બંધાતાં નથી, એમ વ્યવહારથી કહેવાય છે. (બો-૧, પૃ.૨૮૬, આંક ૩૩)
સંવર થાય તો નિર્જરા થાય છે. શુદ્ધભાવથી નિર્જરા થાય છે. તપ તો જગતમાં ઘણા કરે છે, પણ સમ્યફષ્ટિને જ સકામ નિર્જરા થાય છે. તપથી નિર્જરા થાય એમ કહ્યું, તે સમ્યફજ્ઞાન સહિત તપથી; નહીં તો ઇચ્છા થાય. સમ્યકત્વ સહિત તપ કરનારને સમભાવ હોય છે. આત્માને માટે તપ કરવું છે,
એવો ભાવ રહેવો જોઇએ. (બો-૧, પૃ.૩૩૭, આંક ૮૬) D મોક્ષમાર્ગમાં સમ્યક્ત્વની મુખ્યતા છે. મિથ્યાદ્રષ્ટિ સોનાને સોનું જાણે; અને સમ્યકુદ્રષ્ટિ પણ એ જ પ્રમાણે જાણે. સમ્યકુદ્રષ્ટિનું સાચું છે અને પેલાનું મિથ્યા છે; કેમ કે મિથ્યાદ્રષ્ટિને મોહ છે. સમ્યકુદ્રષ્ટિને સોનાનું માહાભ્ય નથી. મોક્ષ ભણી જ તેની રુચિ છે, તેથી વૈરાગ્યનું કારણ છે. (બો-૧, પૃ.૧૪૨, આંક ૧૬) | ધર્માત્મા હોય તે ઉપરથી હું ધર્માત્મા છું એમ દેખાવ ન કરે, ફેલપણું એટલે ડોળ ન કરે. સમ્યફદ્રષ્ટિ
લોકોને રાજી કરવા કંઈ કરે નહીં. હું ધર્મી છું એમ બહારથી દેખાડે નહીં. સાચો ધર્મ સમજાય તો પછી માયા ન રહે. ધર્મી હોય તે કોઇને છેતરે નહીં. એ જાણે છે કે બીજાને છેતરતાં હું છેતરાઉં છું. (બો-૧, પૃ.૨૪૪, આંક ૧૩૬)