________________
ઉ૩૭) ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે એ અઠવાડિયામાં કષાય ઘટે, પહેલાં જેની સાથે મનમાં કંઈ ભેદભાવ રહેતો હોય, તે દૂર કરી, મૈત્રીભાવ સર્વ સાથે વધે, તેવી રીતે વર્તાય તો પર્યુષણ આરાધના સાચી થઈ ગણાય. ટૂંકામાં, આખા વર્ષમાં વેરવિરોધ થયા હોય તે દૂર કરી, ચોખ્ખા થવાનું આ ઉત્તમ પર્વ નિમિત્ત છેજી. સદાચરણની વૃદ્ધિ કરવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૩૧૧, આંક ૨૯૭) આ પર્યુષણની મર્યાદા ભાદરવા સુદ પૂર્ણિમા સુધીની રાખી છે), તો બાકીના દિવસોમાં દરરોજના નિત્યનિયમ ઉપરાંત સમાધિસોપાનમાંથી દશલક્ષણધર્મ નામના પ્રકરણમાં દશ ધર્મનું વર્ણન છે તે થોડુ-થોડે વાંચવાનું વિચારવા અને બને તેટલું અમલમાં મૂકવા ભલામણ છે; અને ચૌદસને દિવસે યથાશક્તિ ઉપવાસ કે એકાશન તપ કરી, શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની ભાવપૂર્વક બધાં મળી પૂજા ભણાવવાનું કે પારાયણ કરવાનું રાખો તો આત્મહિતવર્ધક છે અને પૂર્ણિમાના દિવસે પણ પારણા પછી શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર વચનામૃતમાં અર્થસહિત છાપેલ છે તે વાંચવાનું વિચારવાનું રાખશો તો ઘણી આત્મ-ઉજ્વળતા થવા સંભવ છેજી. (બી-૩, પૃ.૩૬૮, આંક ૩૭૦) D પર્યુષણ પર્વ ઉપર બને તેટલી ભક્તિભાવના, વ્રત, તપ, ઉપવાસાદિ યથાશક્તિ કર્તવ્ય છેજી. વાંચન,
પરમકૃપાળુદેવના પત્રો તથા ઉપદેશછાયાદિનું કરવા ભલામણ છેજી. ઉપશમભાવ અર્થે સર્વ કરવું છે,
એ ભૂલવા યોગ્ય નથી. (બો-૩, પૃ.૭૯૧, આંક ૧૦૧૧) - I વ્રત વગેરે જેને લેવાં હોય તે મનમાં ભાવના કરી, પરમકૃપાળુદેવની સાક્ષીએ, બને તો બધાની વચમાં
ઉતાવળે બોલીને લેવાં. જેમ કે હે ભગવાન ! આજે મારે ઉપવાસ, પાણી પીને કે પાણી પીધા વગર કરવો છે, અમુક દિવસ માટે બ્રહ્મચર્ય પાળવું છે, અમુક વખત સુધી મારે કામ, ક્રોધ, માન, માયા, લોભ કે વિકારનો ત્યાગ કરીને રહેવું છે. વાંચન માટે દશલક્ષણધર્મ પહેલેથી શરૂ કરવું. અમુક વખતે જીવનકળા, મોક્ષમાળા કે ઉપદેશછાયામાંથી વાંચવું. ગ્રંથયુગલમાં યોગવાસિષ્ઠનો અનુવાદ છે, તે સમજાય તો વાંચવા યોગ્ય છેજીબાર ભાવનાઓ સમાધિસોપાનમાંથી કે ભાવનાબોધમાંથી રાત્રે વંચાય તો હિતકારી છે. સદાચાર, ભક્તિ, ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, દાન, તપ, શાંતિની વૃદ્ધિ થાય તો પર્યુષણ પર્વની સફળતા ગણાય. માટે પોતાના આત્માના હિતની અંતરમાં દાઝ રાખી, પર્યુષણના દિવસો સુધી તો ભક્તિની કમાણી કરી લેવી છે, એવું નક્કી કરી, જેમનાથી અહીં ન અવાય તેમણે વિશેષ ભાવથી ઉલ્લાસપરિણામ રાખી ભક્તિ કરવી તો અહીં આવે તેના જેટલો કે તેથી વધુ પણ લાભ મેળવી શકે. ભાવ ઉપર બધો આધાર છે, માટે ધર્મના કામમાં ઢીલ ન કરવી. દશેરાને દિવસે ઘોડો દોડે તેમ કંઈ કરી લેવું. (બી-૩, પૃ.૭૯૦, આંક ૧૦૦૯) I પર્યુષણ પર્વ નિર્વેર થવાને અર્થે છે. મુમુક્ષુઓમાં એકબીજા પ્રત્યે ઊંચું મન રહેતું હોય તેમણે સાચા
ભાવથી સામાના દોષોને ભૂલી જઈ, પોતાના દોષોની ક્ષમા, જેના પ્રત્યે દોષ થયો હોય તેની યાચવી, ફરી તેવા પ્રસંગ ન આવે તેવી સાવચેતી રાખવી. આમ કર્યું નવા દોષો થવાનો પ્રસંગ ઓછો થાય, માન ઘટે અને થયેલું વૈર પણ મટે; એવો લાભ આપનારું આ પર્વ છે.