________________
[]
૩૩૫
વિવાહ વગેરેના પ્રસંગે જેમ પાઘડી ઉતારીને પણ સામાને મનાવી લઇએ છીએ તેમ આ પર્યુષણપર્વ નિર્વેર, મૈત્રીભાવ અને ધર્મનો પ્રભાવ વધે તે અર્થે છેજી, તે લક્ષમાં લેશોજી. (બો-૩, પૃ.૩૧૨, આંક ૨૯૯)
ખમાવું સર્વ જીવોને, સર્વે જીવો ખમો મને; મૈત્રી હો સર્વની સાથે, વૈરી માનું ન કોઇને. ક્ષમાશૂર અર્હત્ પ્રભુ, ક્ષમા આદિ ગુણ ધાર; સૌને ખમી ખમાવવા, પર્યુષણ દિન સાર.
જહાં દયા ત્યાં ધર્મ છે, જહાં લોભ ત્યાં પાપ; જહાં ક્રોધ ત્યાં કાળ છે, જહાં ક્ષમા ત્યાં આપ.
કષાય અગ્નિ સમાન છે એમ કહેવાય છે, છતાં અહીં દરિયાપાર બનતી વાતો, બધું પાણી ઓળંગીને આફ્રિકા સુધી પહોંચી, બીજાનાં મન બાળે એવો કષાય-અગ્નિ તો કોઇ ચમત્કારી કહેવાય.
આ પર્વ પર્યુષણપર્વ કહેવાય છે, એટલે આત્મઆરાધન (પરિ + ઉપાસના) ક૨વા વર્ષમાં એક અઠવાડિયું નિર્મિત થયેલું છે. તેમાં મુખ્ય કાર્ય તો પોતાનો આત્મા, ક્રોધાદિ કષાય-અગ્નિમાં નિરંતર બળ્યા કરે છે, તેને કોઇ શાંતિના સ્થળમાં જઇ, સાંસારિક વાતાવરણ ભૂલી જઇ, બળતા-ઝળતા આત્માને નિષ્કષાયભાવ૩૫ ઉપશમ-જળમાં નવડાવી, પવિત્ર કરવાનો ઉદ્દેશ આ પર્વનો છે. એવા શુભ ક્ષેત્રમાં સ્થાન ન બની શકે તો જ્યાં પ્રારબ્ધના ઉદયે વસવું થતું હોય ત્યાં પણ એક અઠવાડિયું, બને તો માંદગીના જેવી રજા લઇને, એકાંતવાસમાં પોતાના દોષો જોઇ, દોષો ટાળવા પ્રયત્ન કરી, અંતરશાંતિના પ્રયાસમાં રહેવું ઘટે છેજી.
તે દિવસોમાં મોક્ષમાળા, ઉપદેશછાયા, જીવનકળા, આલોચનાદિ પદ સંગ્રહ, તત્ત્વજ્ઞાન વગેરેમાંથી સાંચન, વિચાર અને કોઇ પાસે સત્સંગનો યોગ હોય તો બે-ચાર મુમુક્ષુના સંગે ધર્મધ્યાન, જપ, તપ, ભક્તિભાવ, જ્ઞાનચર્ચાનું નિમિત્ત, દર વર્ષે રાખવા યોગ્ય છેજી.
સર્વ જીવો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિરૂપ કાયાવાળા કે કીડા-કીડી, ભમરા-ભમરી, માખી, પશુ-પંખી, મનુષ્યમાંત્ર, દેવ, નરકવાસી આદિ જે કોઇ જીવોની સાથે આ ભવ-પરભવમાં અથડામણી થઇ હોય, વેરવિરોધ થયાં હોય તે સર્વ જીવો પ્રત્યે ક્ષમા ઇચ્છી, નિર્વેરબુદ્ધિવાળા બની, શાંત થવા યોગ્ય છેજી.
એમ દર વર્ષે નામું માંડી વાળવાના અભ્યાસવાળાને લાંબા કર્મ બાંધવાનો યોગ ઓછો બની આવે છે. જેની સાથે અણબનાવ થયો હોય, તેની સાથે માંડવાળ કરી લેવાની ભાવના દરેક મુમુક્ષુના હ્દયમાં હોય છે; તેમ કુટુંબીજનો પણ પૂર્વના સંસ્કારે એકત્ર થયાં છે, તેમની સાથે કોઇ પણ પ્રકારની વેરબુદ્ધિ મનમાં રાખવી ઘટતી નથી. આપણા મનમાંથી કાઢી નાખવું કે ‘આ ખરાબ છે, દોષિત છે, મારું બગાડનાર છે, મારા કુટુંબને પજવનાર છે કે મારા પ્રત્યે અભાવ રાખનાર છે.' આવા ભાવો ભૂલી જઇ આજથી જાણે નવો સંબંધ બંધાતો હોય તેમ ચોખ્ખા-કોરા કાગળ જેવા થઇ જવું.
મુખ્યપણે તો આપણું અંતર ચોખ્ખું કરવું છે અને તે આપણા હાથની વાત છે. જગતમાં મારે કોઇની સાથે વેર નથી, કોઇનું ભૂંડું મારે ઇચ્છવું નથી, ભૂંડું કરી ગયું હોય તેનું પણ ભલું જ મારે તો ઇચ્છવું છે.