________________
(૩૧૧ | કામ, ક્રોધ અને લોભ – એ ત્રણ મોટા વિકારો છે. જ્યારે જીવને ક્રોધ ચઢે છે ત્યારે પણ એને કંઈ ભાન રહેતું નથી, આંધળા જેવો બની જાય છે. કંઈ જુએ નહીં અને મોઢામાંથી જેમ આવે તેમ બકે. લોભ પણ એવો છે. જેમ જેમ લોભ કરે છે, તેમ તેમ લોભ વધતો જાય છે. લોભથી કોઈ સુખી થતું નથી. (બો-૧, પૃ.૩૩૯, આંક ૯) કોઈ માણસ બીજાને મારતો હોય તો કહે કે પાપ કરે છે; પણ ક્રોધ, માન, માયા, લોભ એ મોટાં પાપ છે. તે હોય તો તેને પાપ કહેતા નથી. ક્રોધ આવે ત્યારે તરત ખબર પડે. આંખો લાલ થઈ જાય, પોતે દુઃખી થવા લાગે; પણ જ્યારે માન આવે ત્યારે જીવને પોતાને ખબર પડવી મુશ્કેલ છે. સામાને તેની ખબર પડે. માયાની તો સામાને પણ ખબર ન પડે. એ તો પુરુષના યોગે જ જાય. માયા તો પંડિતોને પણ છેતરી જાય છે. લોભ, તે સર્વથી મોટો દોષ છે. લોભને લઈને બીજા ત્રણ દોષો થાય છે. ક્રોધ, માન, માયા - એ લોભને લઈને કરે છે. એ ચારેને કાઢવા માટે, તેના ચાર પ્રતિપક્ષી લક્ષમાં રાખવાના છે. ક્રોધનો પ્રતિપક્ષી ક્ષમા છે. માનનો પ્રતિપક્ષી વિનય છે. ક્ષમા, વિનય હોય ત્યાં ક્રોધ, માન ન રહે. માયાનો પ્રતિપક્ષી સરળતા છે. લોભનો પ્રતિપક્ષી સંતોષ છે. ક્રોધાદિને શત્રુઓ જાણે તો વહેલામોડા નીકળે. એ આત્માના મોટા શત્રુઓ છે. કેવા શત્રુઓ છે ! કેટલાય ભવનું પુણ્ય કર્યું હોય, તેને બાળી નાખે છે. પુંડરિકનો ભાઈ કુંડરિક ક્રોધથી સાતમી નરકે ગયો. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે.” (૮).
અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય' એવું રોજ બોલીએ છીએ, પણ અંદરથી લાગવું જોઇએ. પરમકૃપાળુદેવે કહ્યું છે કે “જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત.' (૨૧-૮૩) માનને કાઢવા માટે ખરો ઉપાય વિનયગુણ છે. દ્રષ્ટિ ફેરવવાની છે. જ્યાં ધર્મનું માહાભ્ય લાગે, ત્યાં શરીરનું માહાસ્ય ન લાગે. શરીર તો નાશ પામવાનું છે. અભિમાન કરીશું તોય નાશ પામશે. ગમે તેટલું અભિમાન કરે તો પણ રહે નહીં. અભિમાન કરવા જેવી તો કોઈ વસ્તુ જગતમાં નથી. સરળભાવ આવે ત્યારે માયા છૂટે. સરળતા એ મોટો ગુણ છે. જેટલી સરળતા હોય, તેટલો બોધ પરિણમે. સરળભાવ ન આવે ત્યાં સુધી બોધ ન પરિણમે. સરળતાવાળો સીધો છે અને માયાવાળો વક્ર એટલે વાંકો છે.
જ્યાં લોભ ન હોય ત્યાં સંતોષ અને સુખ છે. જેમ જેમ લોભ ઓછો થાય, તેમ તેમ સમકિત થાય છે. લોભ જાય તો બધી આકાંક્ષા જાય. ઈચ્છા માત્ર લોભ છે. એ જ મોટી ભૂલ છે. વસ્તુ ગ્રહણ કરવાની ઇચ્છા એ જ પરિભ્રમણનું કારણ છે. એક લોભ જાય તો ચારેય જાય. છેક અગિયારમાં ગુણસ્થાનકથી પાડનાર લોભ છે. લોભને કાઢવા માટે પરિગ્રહની મર્યાદા કરે; જરૂર હોય તેટલી અમુક મર્યાદા કરે કે આટલું થયા પછી ધર્મધ્યાન કરીશું. જ્યાં સુધી સમજણ ન ફરી હોય ત્યાં સુધી મર્યાદા પણ એવી જ હોય. જરૂર હોય એક લાખની અને મર્યાદા કરે ચાર લાખની, તો શાથી પાર આવે ? લોભ શત્રુ છે, એમ જાણે તો જ તેને કાઢવા લાગે. કંઇક પાછું વળવાની ઇચ્છા હોય, તો જ થાય. કષાયની ઉપશાંતતા, તે આત્માર્થીનું પહેલું લક્ષણ છે. (બી-૧, પૃ. ૫, આંક ૪૪)