________________
(૩૨૯) લોભમાંથી એક કાંકરી પણ ખરે તોપણ આત્મા હલકો થાય, પવિત્ર થાય. તે લોભ જીવ મંદ કરે તો મહાપુરુષનાં વચનોનું માહાભ્ય લાગે, તેમાં અપૂર્વતા આવે અને ભીખ માગીને ગુજરાન ચલાવીશું પણ સંસાર વધે તેવા લોભનો પક્ષ હવે લૂલો થાય તેમ પ્રવર્તવું છે, એવું બળ આત્મામાં વધે છે. (બી-૩, પૃ.૭૯૬, આંક ૧૦૨૪) ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી ઘણી વખત કહેતા હતા કે આ જીવને રખડાવનાર એક લોભ છે. તેને હણવા અર્થે દાન, ત્યાગ, વૈરાગ્ય કર્તવ્ય છેજી. મૂઠી દાળિયા કોઈ ભિખારીને આપતાં પણ “પુણ્ય તો બંધાશે” એવો ભાવ છોડી, મારો એટલો લોભ છૂટયો એવી ભાવના કર્તવ્ય છે. મળેલું બધુંય હું ભોગવું એવી સંજ્ઞારૂપ અનાદિની ટેવ ટાળવા અર્થે દાન આદિ શુભ પ્રવૃત્તિ કરું છું, પરંતુ તેના ફળની ઇચ્છા મારે રાખવી નથી; આત્માર્થે હવે સર્વ પ્રવૃત્તિ કરવી છે એવો લક્ષ મુમુક્ષુ જીવને સહેજે હોય.
(બી-૩, પૃ.૩૪૩, આંક ૩૪૫) T સંસાર અસાર છે, અનિત્ય છે, તેને માટે જે જે ઇચ્છીએ છીએ તે ધુમાડામાંથી બાચકા ભરવા જેવું છે.
અસાર અને અનિત્ય પદાર્થમાં હિત શું હોય? છોડાં ખાંડવાનો શ્રમ વ્યર્થ છે તેમ સાંસારિક ફળની ઈચ્છા રાખી દાન કર્યાથી આત્માને તે દાન હિત કરતું નથી. આ દેહમાં રહેલો આત્મા અનંતકાળથી ભૂખ્યો ટળવળે છે. તેને શાંતિ-સમાધિનો માર્ગ અને તેને પોતાના હિતનું ભાન થાય તેટલા માટે સત્સંગ, સબ્બોધ, તીર્થયાત્રા વગેરે કર્તવ્ય છેજી.
(બો-૩, પૃ.૧૩૬, આંક ૧૩૬) D (કોઈ મુમુક્ષુએ, વગર મંગાબે પાક મોકલ્યો, જેની આખા આશ્રમમાં લહાણી કરવી પડી. તે પ્રસંગે આ
પત્ર, ફરીથી આવું અવિચારી કામ ન કરવા લખેલ છે.). જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે ધર્મ અને આજ્ઞાનું આરાધન તે તપ છે. પૈસામાં જ ચિત્ત બાંધી રાખવાથી જેમ ધર્મ પ્રગટતો નથી, તેમ પૈસા વગર વિચાર્યું વેરવાથી પણ ધર્મ પ્રગટે તેમ નથી, પણ જ્ઞાનીની આજ્ઞા ઉઠાવતાં ધર્મ પ્રગટે છે એવો તે વાક્યનો પરમાર્થ વારંવાર વિચારી, જ્ઞાનીની આજ્ઞાની મુખ્યતા બ્દયમાં વસે તેમ વર્તવા આખી જિંદગી સુધી સંભારી રાખવા જેવી શિખામણ આ પ્રસંગ ઉપરથી શીખી લેવી ઘટે છેજી. યથાશક્તિ દાન અને તપ કરે તેથી લાભ થાય છે. શક્તિ વિચાર્યા વિના આંખો મીંચીને દીધે જાય તો તે લાંબો વખત બની શકે નહીં; તેમ જ પોતાને આર્તધ્યાનનું કારણ ન થાય અને દાન લેનારને અહિત, પ્રમાદ આદિ દોષનું કારણ ન થાય, તે સાત્વિક દાન ગણાય છે. એવા ઘણા ભેદો સમજવાની જરૂર છે. માહિતી ન હોય તો ઉતાવળા ન થવું, કોઈ જાણકારને પૂછવું; પણ “ઐસાને મળ્યા તૈસા અને તૈસાને મળ્યા તાઇ, ત્રણે મળીને તતૂડી બજાઇ.' એવું કરવા જોગ નથી. વિવેક એ ધર્મનો પાયો છે, તે ભૂલવા
જેવું નથી. (બી-૩, પૃ.૩૩૧, આંક ૩૨૭) D પ્રશ્નઃ પૈસા વાપરવા ભાવના હોય તો કેવાં શુભ કાર્યમાં વાપરવા?
ઉત્તર : જે વડે ધર્મ-પ્રાપ્તિ તથા ધર્મ-આરાધનમાં પોતાને અને પરને મદદ મળે તેવાં કામમાં વાપરવા ઘટે. વપરાયા પહેલાં તે સંબંધી વિચાર કરતાં પણ ધર્મધ્યાન થાય છે.