________________
૩૩૦
જગતના જીવો પોતાની સ્વચ્છંદ પ્રવૃત્તિમાં પડયા છે, તે કેવી રીતે જ્ઞાનીના માર્ગને પામે, જ્ઞાનીની આજ્ઞાને પામે ? તે વિચારતાં પ્રથમ કાર્ય એક સત્સંગ સમજાય છેજી. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે જ ધર્મ છે. તેની પ્રાપ્તિ ઘણા જીવોને કેમ થાય ? તેનો વિચાર કરી, જેને-જેને, ધન આદિની ખામીને લઇને સત્સંગ આદિ સાધનમાં વિઘ્ન નડતાં હોય, તેને તેવી અનુકૂળતા કરી આપવામાં ધન વપરાય, તે સારા માર્ગે વપરાયું ગણાય.
દૃષ્ટાંત તરીકે ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના હસ્તક સાધકસમાધિખાતાની લગભગ એક લાખ રૂપિયાની રકમ હતી, તેનું ટ્રસ્ટ કરી તેનો સદુપયોગ કરવા સૂચના કરી છે. તેમાં એક વિભાગ તો બ્રહ્મચારી ભાઇબહેનો જે આશ્રમમાં જીવનપર્યંત રહેનાર છે અને જ્ઞાનીની આજ્ઞામાં જીવન ગાળનાર છે, તેમના ખોરાક, કપડાં, દવા વગેરે તેમ જ તેમને સ્વાધ્યાય માટે ગ્રંથ વગેરે તથા ભણવા-ભણાવવામાં ખર્ચ કરવો પડે તે અર્થે વા૫૨વાનું નક્કી કર્યું છે.
બીજા વિભાગમાં જ્ઞાન ખાતે ખર્ચ કરવાની સૂચના કરી છે કે કોઇ સત્શાસ્ત્ર લખાવવાં હોય, છપાવવાં હોય, મુમુક્ષુજીવોને વહેંચવાં હોય, કે નવાં ખરીદીને પુસ્તક ભંડાર કરવો હોય તે ખાતે વાપરવા. કોઇને સારો અભ્યાસ કરાવવા બહારગામ મોકલવા પડે, તથા શિક્ષકો વગેરે રાખવા પડે કે પાઠશાળા સ્થાપી પરમકૃપાળુદેવે ઉપદેશેલા સિદ્ધાંતો બાળકો કે જનસમાજમાં પ્રચાર પામે તેવાં કામમાં વાપરવા વગેરે અનેક કાર્યોની સૂચના ટ્રસ્ટડીડમાં કરી છે. તે તમે અહીં આવો ત્યારે ઓફિસમાંથી વાંચવા મળી શકશે, એટલે ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ જે જે સન્માર્ગ બતાવેલા છે તેમાં આપણા પૈસા વપરાય તો તે તેમના અભિપ્રાયપણે, તેમની આજ્ઞાએ જ વાપર્યા ગણાય.
માત્ર દિશા જણાવવા પૂરતો આ પત્ર લખ્યો છે એટલે કોઇ કામમાં ઉતાવળ કર્યા વિના, વિચાર કરીને, વખત આવ્યે સત્કાર્ય કરવાની ભાવના હાલ રાખી, તુરતમાં તો આર્તધ્યાનમાં કાળ ન જાય તેમ વર્તવું ઘટે.
જે માર્ગે પૈસા વાપરવાથી મતાગ્રહ દૃઢ થવામાં મદદ મળે, લોકોને ભવિષ્યમાં દુ:ખનું, સંસાર-પરિભ્રમણનું પરિણામ આવે તેવાં કામ, લોકો સારાં માનતા હોય તોપણ અશુભ છેજી.
કંઇ વાપરવું હોય તો તે લોભ છોડવા વાપરવું છે, એ લક્ષે વાપરવું. પુણ્ય બંધાશે એવી ભાવના રાખવા યોગ્ય નથી. લોભ એ પરિભ્રમણનું કારણ છે. તે ટાળવા અને બીજા જીવોને પણ સમજણ, જ્ઞાનીનો બોધ પ્રાપ્ત થાય તો તે લોભ તજી પરિભ્રમણ ટાળે એ ભાવનાથી, જે ઉપાધિ છે, તે ઓછી કરવી છે. પુણ્યરૂપ ઉપાધિ પણ આખરે છોડયા વિના છૂટકો નથી. એક આત્માર્થે જ હવે તો જે ક૨વું છે તે કરવા યોગ્ય છે. એ લક્ષ ચૂકવા યોગ્ય નથી. (બો-૩, પૃ.૩૪૮, આંક ૩૫૦)
D પૂર્વકર્મના આધારે સામગ્રી સર્વને મળી છે, તેનો સદુપયોગ કર્તવ્ય છેજી.
તમે દાનભાવના જણાવી, તે વાંચી. ‘જીવનકળા’ ફરીથી છપાય છે; હાલ મોંઘવારીને લીધે વિશેષ ખર્ચ થાય તોપણ છ આના તેની કિંમત છે, તે ચાલુ રાખવાનો વિચાર ટ્રસ્ટીઓનો છે; તેમાં મદદરૂપે તે રકમ આપવા વિચાર થાય તોપણ જ્ઞાનદાનરૂપ હિતકારી છેજી.
સદ્ગુરુનો ઉપદેશ જીવમાં પરિણામ પામે તેવું કોમળ, યોગ્યતાવાળું હૃદય થવા કષાય ઘટાડવાની જરૂર છેજી. કષાયોમાં લોભની મુખ્યતા છે. જેને લોભ ઓછો, તૃષ્ણા ઓછી; તેના ભવ પણ ઓછા. નવું