________________
૩૩૨
ન
લોભ છોડવા આપણે દાન કરીએ છીએ. પછી કહ્યા પ્રમાણે ન કરે તો લેનાર બંધને પાત્ર થાય છે, આપનાર નહીં. આ વાત વિશેષ ચર્ચવા જેવી નથી; પણ પાછી રકમ માગી તે ઠીક નથી થયું, એમ મારા મનમાં ભાસ્યું તે તમને જણાવ્યું છે; જોકે તમને તેનાં કારણો કંઇ મળ્યાં હશે; પણ આપણે આશ્વાસન અર્થે ગયેલા અને તેમાંથી તેમને આવી વાત સાંભળવાનું (પત્ર દ્વારા) મળે તે લાગી આવે, એ સ્વાભાવિક છે.
આપના મનમાં શું કારણો હશે તે જાણ્યા વિના, સામાન્ય, મેં તો મને ભાસ્યું તે જણાવ્યું છે. તે કામ ઢીલમાં ન પડી રહે તે અર્થે વખતે તાકીદ કરાવવા તમે તેમ લખ્યું હોય, પણ પૈસા પાછા માગવાનો લોભ કે બીજા કામમાં વા૫૨વાની ઇચ્છા નહીં હોય એમ અનુમાનું છું; તો તમે તેમને કંઇ શાંતિ વળે તેમ પત્ર લખી જણાવશો, એમ ઇચ્છું છું.
ભલે સંસ્થા બીજા કોઇને સોંપી દે અને તમારા પૈસા પણ તે ભેગા જાય તેમ હોય, તોપણ સમર્પિત રકમમાંથી એક બદામ સરખી પાછી ઇચ્છવી યોગ્ય નથી, એમ મુમુક્ષુના મનમાં તો થવું જોઇએ; તે સહજ તમને પરમાર્થમાર્ગમાં બળ મળે, તે અર્થે લખ્યું છેજી. વચન આપ્યું હોય તોપણ પાછા ન હઠવું તો આપેલી રકમ તો ન જ માગવી ઘટે. (બો-૩, પૃ.૭૨૧, આંક ૮૭૭)
જે દાનબુદ્ધિથી ઓરડી વગેરે કરાવી આશ્રમને સોંપવામાં આવે છે, તે મમત્વભાવ તજવા માટે છે. આશ્રમમાં મારું મકાન છે, એ ભાવ સ્વપ્ને પણ આણવા જેવો નથી. મુમુક્ષુએ તો જમણે હાથે દાન કર્યું હોય તે ડાબો હાથ ન જાણે, તેવી ત્યાગભાવના રાખવા યોગ્ય છે.
પોતાના વારસને તેનો હક્ક છે, એમ જણાવનાર ભૂલ ખાય છે. જેને પોતાનું મકાન ન હોય તેને પણ, અહીં આવનારને મકાન રહેવા મળી રહે છે. આજ સુધી તમને પણ મળી રહેતું અને હવે તમને અને તમારા વારસને નહીં મળે એવી ફિકર તમને પેઠી છે ? કે તે જ મકાન તમારે કે વા૨સે વાપરવું એવું વીલમાં લખ્યું છે ?
આ તો તમારું મમત્વ હ્રદયમાંથી દૂર થવા લખ્યું છે, ઠપકો નથી. સત્સંગમાં નહીં અવાય એવી કલ્પના પણ સેવવા યોગ્ય નથી; પણ આશ્રમમાં દેહ છૂટે તો સમાધિમરણનું કારણ મને બને એવો લક્ષ, ભાવના કર્યા કરવી ઘટે છેજી. (બો-૩, પૃ.૭૫૭, આંક ૯૫૦)
હિરવંશપુરાણ સભામંડપમાં વંચાય છે. તેમાં ૠષભદેવ ભગવાનના ગર્ભકલ્યાણકની કથા ગઇ કાલે આવી હતી. ભોગભૂમિનું તથા તેવા પુણ્ય-ઉપાર્જનનું કારણ પાત્ર-દાન, તેનું વર્ણન આવ્યું હતું.
સમ્યક્દર્શન સહિત મુનિપણું પાળનાર ઉત્તમ પાત્ર, સમ્યક્દર્શન સહિત શ્રાવકવ્રત પાળનાર મધ્યમ પાત્ર અને વ્રત વિનાના સમ્યક્દર્શનવાળા જીવોને જધન્ય પાત્ર ગણાવ્યા હતા.
તેમને ભક્તિપૂર્વક દાન દેનાર મિથ્યાવૃષ્ટિ પણ ભોગભૂમિને યોગ્ય પુણ્ય પ્રાપ્ત કરે છે. સમ્યષ્ટિ કે સન્યવૃષ્ટિ વ્રતવંત શ્રાવક દાતાર મુનિપણું પામે તો મોક્ષે જાય, નહીં તો દેવગતિ પામે. વ્રતનિયમ પાળનાર પણ મિથ્યાવૃષ્ટિજીવને ભક્તિપૂર્વક દાન દેનાર કુભોગભૂમિ કે કુમનુષ્ય યોગ્ય પુણ્ય બાંધે; અને વ્રત પણ ન હોય અને સમ્યક્દર્શન પણ ન હોય તેને દાન, ભક્તિ સહિત દેનારનું દાન વ્યર્થ જાય છે, રાખમાં ઘી રેડયા સમાન છે એમ આવ્યું હતું.