________________
૩૨૨
D ‘‘(૧) અવિનય, (૨) અહંકાર, (૩) અર્ધદગ્ધપણું અને (૪) રસલુબ્ધપણું. એ ચારમાંથી એક પણ દોષ હોય તો જીવને સમકિત ન થાય.'' (ઉપદેશનોંધ ૫.૬૭૮)
પૃ..
આપે ‘રસેન્દ્રિયાદિકની સ્વાદિષ્ટ વસ્તુઓમાં લોલુપતા રહ્યા કરે છે.' એમ જણાવ્યું. તે વિષે આપણે વિશેષ વિચાર કરી, કંઇક નિયમમાં અવાય તેમ વર્તવા પુરુષાર્થ કર્તવ્ય છેજી.
ચાર આંગળની જીભ અને ચાર આંગળની ઉપસ્થ-ઇન્દ્રિયને (કામેન્દ્રિયને) નહીં જીતવાથી, અનંતકાળથી જીવનું રખડવું થયું છે. હવે તેને નિરંકુશ તો નથી જ રાખવી, એવી દૃઢ ભાવના કરી, તેનો અમલ દિન-પ્રતિદિન થતો જાય તેમ કર્તવ્ય છેજી.
પરમકૃપાળુદેવની આગળ પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ, પોતે કરતા હતા તે તપસ્યા કહી બતાવી કે પાંચ વર્ષથી એકાંતરા ઉપવાસ કરું છું, પણ મનની વૃત્તિઓ ઉપર કાબૂ આવતો નથી; વૃત્તિઓ શમતી નથી. તેના ઉત્તરમાં તેઓશ્રીએ જણાવ્યું કે સ્વાદનો જય તે ખરો ઉપવાસ છે; ઇન્દ્રિયો જીતવા પ્રથમ સ્વાદની આસક્તિ તજવી.
જે વસ્તુ વધારે પ્રિય, પુષ્ટિકારક કે મનને આહ્લાદક લાગે તે બીજાને આપી દેવી, પોતે ન વાપરવી. બહુ સ્વાદ આવે ત્યારે બેસ્વાદ કરવા, પાણીનો ઉપયોગ પણ કરવો. દાળ વગેરે બહુ સરસ લાગે તો અંદર પાણી ઉમેરી દેવું, તેવું જ શાક વગેરે માટે. ભાણામાં પાણી રેડવાની હિંમત ન ચાલે તો મુખમાં કોળિયો ભર્યા પછી તુરત પાણી લઇ ઉતારી જવું.
જેને હવે આ જીભની પરાધીનતાથી મુક્ત થવું હોય, તેણે તો જમતી વખતે સ્વાદમાં તલ્લીન થઇ, સ્મરણ વગેરે ધર્મકાર્ય ભૂલવું ન ઘટે. મનને કાં તો સ્મરણમાં કે આહારની તુચ્છતા વિચારવામાં, ગમે તેવા સ્વાદિષ્ટ’ખોરાકનું બીજે દિવસે કેવું પરિણામ આવવાનું છે તેનું કે ઊલટી થાય તો કેવા રૂપે બહાર નીકળે ? તેને ખાવાની ઇચ્છા કેમ થતી નથી ? વગેરે સ્વાદથી વિપરીતભાવના વિચાર કરી, તેથી ઇન્દ્રિય-જય અને આખરે સમકિતનું પ્રથમ વિઘ્ન દૂર કરનાર જાણી, સંયમમાં વૃત્તિ દોરાય, મોક્ષ સમાન કોઇ ચીજ મધુર નથી તેવી ભાવના, ખાઇ રહેતાં સુધી ટકે તેવા પ્રયત્નો, કંઇ ને કંઇ કરતા રહેવા ભલામણ છેજી.
‘‘એકાંત સુખી મુનિ વીતરાગ,'' આદિ યોગ્ય વચનોની મનમાં ધૂન ચાલતી રહે, તેવી ગોઠવણ રસોડા તરફ જતાં પહેલાં કરવી ઘટે છેજી. પુરુષાર્થ, અભ્યાસ અને આત્મોન્નતિની જિજ્ઞાસા, દિન-દિન પ્રતિ વર્ધમાન થાય, એ જ સ૨ળ માર્ગ છેજી. (બો-૩, પૃ.૪૧૭, આંક ૪૨૪)
D જે વસ્તુમાં બહુ રસ પડે, આનંદ આવે તે વસ્તુ ઓછી ખાવી કે તેને નીરસ કરીને ખાવી. જેમ કે દાળમાં વઘાર સારો બેઠો હોય અને સ્વાદિષ્ટ લાગે તો તેમાં થોડું પાણી રેડીને ખાવું.. આમ ખોરાક નીરસ લેવાની ટેવથી, બધી ઇન્દ્રિયો ઉપર અસર થશે અને વધારે ખવાઇ પણ ન જવાય. આ ઉપાય પરમકૃપાળુદેવે પ્રભુશ્રીજીને બતાવેલો, તે કરવાથી તેમને લાભ પણ જણાયેલો.
સાધુજીવનમાં રસ ઘટાડવો મુશ્કેલ છે, કારણ કે ગામમાં ગમે તે ઘરે તે જઇ શકે અને સારામાં સારો ખોરાક ફરી-ફરીને મેળવી શકે; પણ તેમ નહીં કરતાં, જે કંઇ સારો ખોરાક શ્રાવકો આગ્રહ કરીને પાત્રામાં નાખી દેતા, તે બીજા સાધુઓને પ્રભુશ્રીજી આપી દેતા અને પોતે લૂખોસૂકો આહાર, જીવન ટકે તે પૂરતો જ લેતા. આમ કરવાથી તથા પરમકૃપાળુદેવના પત્રોમાં અત્યંત પ્રીતિ હોવાથી, તે