________________
૩૦૪) યક્ષ એ સદ્ગુરુ છે. જિનરક્ષિત એ ભગવદ્ભક્ત, ટેકવાળો, એક લક્ષથી સત્સાધના કરનાર મુમુક્ષુ છે; જિનપાલિત તે પોતાની બુદ્ધિએ ચાલનાર સંસાર-વાસનાવાળો છે; અને રયણાદેવી તે માયા છે, મોહ છે, કર્મ છે. પુણ્યકર્મરૂપ વહાણ ભાંગતાં, મોહવશ થયેલા, સ્વદેશ-મોક્ષને રસ્તેથી એક ચૂક્યો. સંસાર તરવો હોય તેણે, આ વાત વારંવાર વિચારી, જિનરક્ષિત બનવા પુરુષાર્થ, સદ્ગુરુમાં શ્રદ્ધા વધારવી ઘટે છે. બીજા વિકલ્પોમાં ન પડવું. હું શું જાણું? ધર્મ સંબંધી મને કંઈ ભાન નથી. માત્ર મારે તો બતાવેલ રસ્તે આંખો મીંચીને ચાલ્યા કરવું છે, એ નિશ્રય હિતકારક છે. (બી-૩, પૃ.૩૧૯, આંક ૩૧૧) સપુરુષ કે સર્વશનું ઓળખાણ મિથ્યાત્વમોહનીય થવા દે નહીં; તેથી જ્ઞાનીને સગાંવહાલાં, અમુક ધંધો કરનાર, ભાગીદાર કે સારા રાજા, સુધારક, ચમત્કારી શક્તિવાળા, જગતના મોટા માણસોમાંના એક તરીકે ઓળખે; પણ તે અનુકરણ કરવા યોગ્ય, ઈષ્ટ, આદર્શ કે પરમાત્મા તરીકે ન મનાય ત્યાં સુધી મોક્ષમાર્ગમાં પ્રવર્તવાનું જીવથી બની શકતું નથી, એટલે તેવા ઓળખાણથી સેવા વગેરે કરે તો પુણ્ય બાંધે; પણ સાચી શ્રદ્ધા થયા વગર કર્મથી છૂટાય, સંવર થાય તેવા ભાવ જાગ્રત થતાં નથી. તેમાં દોષ મિથ્યાત્વનો જ છે. (બી-૩, પૃ.૨૮૬, આંક ૨૭૫) દેહાધ્યાસ
જીવે અનંતકાળથી દેહાધ્યાસ પોપ્યો છે તેથી સ્વપ્નમાં પણ તે આપણને છોડવા ઈચ્છતો નથી; પણ જેણે જ્ઞાનીપુરુષનાં દર્શન કર્યા છે, તેનો સજીવન ચમત્કારી બોધ સાંભળ્યો છે, તેની આજ્ઞા ઉઠાવવાની અંશે પણ તત્પરતા રાખે છે તથા જન્મમરણથી થાક્યો છે, તેવા જીવનું પ્રથમ કર્તવ્ય તે દેહાધ્યાસને ઘસી-ઘસીને તેનો અંત આણવાનું છેજી. પરમપુરુષની દશાના સ્મરણથી, તેની અનંત કરુણાનો આભાર દયમાં વારંવાર ચીતરી, તે પ્રસન્ન થાય તેવી વિચારણા અને આચારથી આ જીવને સમજાવી, મનાવી, ઠપકો આપી કે હઠ કરીને પણ તેને બીજા પ્રકારની અણછાજતી ઇચ્છાઓથી પાછો હઠાગ્યે જ છૂટકો છે. (બી-૩, પૃ. ૨૪૨, આંક ૨૩૬) T માંદગીમાં ગમે તે ખબર પૂછે તોપણ દેહાધ્યાસ વધવાનું એ નિમિત્ત છે. તેથી જ્ઞાની પુરુષે જાણ્યો છે,
પ્રગટ કર્યો છે, ઉપદેશ્યો છે તેવો મારો આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, અવિનાશી, અછેદ્ય, અભેદ્ય, જરામરણાદિ ધર્મથી રહિત, પરમસુખનું ધામ છે, એવી ભાવના નિરંતર કર્તવ્ય છે. (બો-૩, પૃ.૭૩૮, આંક ૯૦૬).
ખા, પી દેહ ટકાવવા, દેહ જ્ઞાનને કાજ; જ્ઞાન કર્મ-ક્ષય કારણે, તેથી શિવપુર રાજ. સંયોગે આવી મળે, વિયોગે વહી જાય;
એવી વિનાશી વસ્તુની ચિંતા કરે બલાય. રુચિ અનુયાયી વીર્ય ચરણધારા સધે.' એમ શ્રી દેવચંદ્રજીએ સ્તવનમાં ગાયું છે. જ્યાં સુધી દેહાધ્યાસરૂપ રુચિ રહી છે ત્યાં સુધી તે અર્થે વારંવાર પ્રવૃત્તિ થયા કરે છે; દેહને પ્રિય કે અનુકૂળ હોય તે વારંવાર સાંભરે છે; મહેનત નહીં કરીએ તો શું ખાઇશું? એવી ચીવટ રહે છે, તેથી ખેતી આદિ કામોની કાળજી દરેક ઋતુમાં દિવસે રાત્રે રાખીએ છીએ; શરીરમાં રોગ થયો હોય તો દવા નિયમિત લેવાની