________________
૨૯૭
દર્શનમોહનીયના ત્રણ ભેદ વિષે જણાવવાનું કે દર્શનમોહનું કામ સમજણમાં વિપર્યાસ કરવાનું છે. તેનો રસ ત્રણ પ્રકારે પ્રગટ થાય છે.
શાસ્ત્રમાં તેનું દૃષ્ટાંત મદ ઉત્પન્ન કરે તેવા મેણા કોદરાનું છે. જો કોઇ માણસ મેણા કોદરાને દળીને, રોટલા ખાય તો તેને એટલો બધો મેણો ચઢે કે તે ઊભો પણ થઇ ન શકે, ભાન પણ ન રહે. તેને પાણીમાં થોડી વાર ધોઇ, પાણી પર તરતા દાણા કાઢી નાખી, પ્રથમની પેઠે રોટલા કરીને ખાય તો તેને થોડો મેણો ચઢે, ચક્કર આવે, મેણો ચઢયો છે એમ જાણે પણ કામ કરી શકે નહીં; અને જે બહુ વાર ધોઇને, તેની અસર બહુ જ થોડી ૨હે તે પ્રમાણે કરી, તેને છડી-ખાંડીને પછી વાપરે તો તેને જરા અસર થાય ખરી પણ કામકાજ કરી શકે પણ કંઇક કેફ જેવું લાગ્યા કરે; અને જે તેને ભરડી, અંદરથી કોદરી કાઢી, તેને સાફ કરીને, સારી રીતે રાંધીને વાપરે તેને બીજા દાણાની પેઠે કંઇ પણ નુકસાન થતું નથી, મેણો જણાતો નથી, કારણ કે છોડાં દૂર કર્યાં છે એટલે બીજા દાણા પેઠે તે ખોરાક શુદ્ધ બનેલો છે.
તેમ મિથ્યાત્વમોહનીયકર્મ અનાદિકાળથી જીવ બાંધતો આવ્યો છે અને તે ઉદય આવ્યે ભોગવતો પણ આવ્યો છે; તેના પ્રભાવે દેહાદિ પદાર્થો, જે નાશવંત છે, તેને સદાય રહેનારા માને છે, અચિ મળ-મૂત્રથી ભરેલા, બહુ સુંદર, ભોગવવા યોગ્ય માને છે; જડ સ્વભાવવાળાં, પર છતાં પોતાનાં, પોતારૂપે જ માને છે. આ કામ મિથ્યાત્વમોહનીયનું છે, તેમાં મોક્ષ કે મોક્ષ-ઉપાય સમજાતો નથી.
કોઇ સત્સમાગમ યોગે સાચી વાત સાંભળવામાં આવે ત્યારે જીવને રુચે છે, સત્પુરુષ કહે તેમ માને છે. વળી પાછો કુસંગ થાય કે પોતાની વિપર્યાસબુદ્ધિનું બળ વિશેષ હોય ત્યારે મોક્ષમાર્ગ રોકનાર ઊંધી સમજને પણ સારી માને છે. આમ સાચાને સાચું અને ખોટાને પણ સાચું માનવારૂપ સમજણ કરાવનાર મિશ્રમોહનીય છે.
જેને વિશેષ બોધનો યોગ પ્રાપ્ત થયો હોય છે, તેને જ્ઞાનીએ કહેલી વાત માન્ય થઇ હોય છે; છતાં કંઇક વિપરીતપણું અલ્પ દર્શનમોહના ઉદયે રહ્યા કરે છે, જે તેને પણ ખ્યાલમાં આવવું મુશ્કેલ છે; પણ સમ્યક્ત્વનો નાશ થતો નથી, મોક્ષ-ઉપાયમાં પ્રવર્તવા દે છે, તેને સમકિતમોહનીય કહી છે. તે વખતે પોતે દેરાસર કરાવ્યું હોય ત્યાં તેને બહુ શાંતિ જણાય, કે ચોવીસ તીર્થંકર સમાન શુદ્ધ સ્વભાવના છતાં શાંતિનાથ, પાર્શ્વનાથ આદિમાંથી કોઇના પ્રત્યે વિશેષ રાગ અને હિતકર્તા માની, તેમાં કંઇક ભેદ સમજમાં રહ્યા કરે, આદિ દોષો શ્રદ્ધામાં મલિનતા કરે છે.
દર્શનમોહનો ઉદય ન હોય ત્યારે શુદ્ધ સમકિતની પ્રાપ્તિ થવાથી જીવ નિઃશંક, નિઃસ્પૃહ, નિર્વિચિકિત્સાવાળો, અમૂઢ, ઉપગ્રહન ગુણવાળો, સ્થિતિકરણવંત, વાત્સલ્ય અને પ્રભાવના કરનાર બને છે. આ આઠે અંગ શુદ્ધ હોય ત્યાં સમકિતમોહનો ઉદય હોતો નથી; ત્યારે તે કાં તો ઉપશમ સમકિત કે ક્ષાયિક સમકિતવાળો હોય છે; અને સમકિતમોહનીયનો ઉદય હોય તેને ક્ષયોપશમ સમકિત કહ્યું છે. (બો-૩, પૃ.૨૮૬, આંક ૨૭૫)
D દર્શનમોહનીયકર્મ, જીવને, જ્ઞાનીએ જેમ કહ્યું છે તેમ, સમજવા દેતું નથી, વિપરીતતા કરાવે છે અને ચારિત્રમોહનીયકર્મ, જ્ઞાનીએ જણાવ્યા પ્રમાણે વર્તવા દેતું નથી. દર્શનમોહનીયના ત્રણ ભેદ છે ઃ