________________
(૨૮૩) અનંતાનુબંધીની ચાર તથા દર્શનમોહનીયની ત્રણ - એ સાત પ્રકૃતિનો ક્ષય હોય તો ક્ષાયિક સમકિત કહેવાય. તે ક્ષાયિક સમકિતી નિરંતર આત્મવિચારમાં રહે છે અને તે આત્મવિચાર જ, તે જીવને સંપૂર્ણ કર્મનો ક્ષય-અભાવ કરાવી મોશે પહોંચાડે છે. સાયિક સમકિતી, સાક્ષાત્ શ્રુતકેવળી ભગવાન કે સર્વજ્ઞ ભગવાનના ચરણમૂળમાં થયેલા અપૂર્વ બોધને લઈને, જે પોતાનું અનાદિ સનાતન ધર્મમાં રહેલું સહજાન્મસ્વરૂપ, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, શુદ્ધ જ્ઞાન-દર્શનની મૂર્તિ, શુદ્ધ ઉપયોગ કે શુદ્ધ ચેતના – જે પોતાનું મૂળસ્વરૂપ છે, તે જ પોતાનું માને છે. એ સિવાયની સર્વ ઉપાધિ કે સર્વે સંજોગોને અનિત્ય, અશરણ અને પોતાના ત્રણ કાળને વિષે નહોતા અને છે પણ નહીં (એમ માને છે); એટલે દેહાદિક સર્વે અન્ય ભાવોના સાક્ષીભાવે રહે છે; અને શુદ્ધ જ્ઞાન-દર્શનની મૂર્તિ, શુદ્ધ ચૈતન્ય કે શુદ્ધ ઉપયોગસ્વરૂપ બોધમૂર્તિ એ જ મારું સ્વરૂપ છે અને ત્રણે કાળ હું તે જ સ્વરૂપ છું તથા અનંત દર્શન-જ્ઞાનસ્વરૂપ, અવ્યાબાધ, અમૂર્ત સ્વરૂપ જે છે, તે જ હું છું તથા તે જ મારું સ્વરૂપ છે, એમ માને છે. તેની દશા તો પરમ ઉપશમ, ઉપર કહી ગયેલા કષાયોના અભાવરૂપ સમદશા છે. તેના આત્મામાં, ગમે તેવાં સમ, વિષમ નિમિત્ત આવ્યા છતાં હર્ષ-શોક થતો નથી – અર્થાત સમકિતી જીવ હર્ષ-શોક કરતો નથી, એટલે તેની દશા સમ કહી. એ સમદશા એટલે સાત પ્રકૃતિના અભાવરૂપી જે દશા થઈ, તે દશા સમ ગણવી. સમકિતી દયમાં સ્ત્રી, પુત્ર, ધન, ધામાદિ જે પાંચ ઇન્દ્રિયોનાં સાધન છે, તેને કાળકૂટ ઝેર સમાન માને છે અને નિરંતર તેને વિષે આત્મપરિણતિએ કરીને ત્યાગબુદ્ધિ વર્તે છે. અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી બાહ્યત્યાગ ન થઈ શક્યો હોય તોપણ સમ્યફદ્રષ્ટિ જીવ અંતર્યામી છે, સર્વસંગથી રહિત છે; કારણ કે અસંગ એવું આત્મસ્વરૂપ એ જ પોતાનું માન્યું છે, એ સિવાયનું બાકી સર્વે એના જ્ઞાનમાં ત્યાગ
છે. (બી-૩, પૃ.૧૪૪, આંક ૧૪૪) || જેને સંસારમાં પડવાનો ભય નથી, એવા ક્ષાયિક સમ્યકુદ્રષ્ટિ જીવને પણ ભગવાન પુરુષાર્થ કરવાનું કહે
છે; કેમ કે સમ્યકુદ્રષ્ટિને પુરુષાર્થ કરતાં દેખે તો બીજાને પણ પુરુષાર્થ કરવાનું મન થાય. દરેક જીવ એકબીજા ઉપર અસર કરે છે. એકના એવા વિચારો જોઈને બીજાને પણ અસર થાય છે. (બો-૧, પૃ.૭૪). પૂ. મુનિદેવ શ્રી મોહનલાલજીની શરીરપ્રકૃતિ બહુ ગંભીર, જોખમભરી થઈ ગઈ છે; પરંતુ સદ્ગુરુશરણે યથાશક્તિ સમભાવે વેદવાનું કરે છેજીસ્મરણ, ભક્તિ-ભજન વગેરે સારાં નિમિત્તોની વચમાં રહેવાનું હોવાથી તથા પરમકૃપાળુદેવની કૃપાથી આખી જિંદગી સદ્ધર્મની ઉપાસના કરેલી હોવાથી, તેમનું કલ્યાણ જ છે. સમ્યફષ્ટિ જીવોને મૃત્યુ મહોત્સવરૂપ લાગે છે'. ત્રણે લોક ત્રિવિધ તાપથી બળી રહ્યા છે, તેમાં સમ્યફદ્રષ્ટિ જીવો જ પરમ શીતળતામય આત્મિક શાંતિ અનુભવતા હોવાથી સુખી છે. (બો-૩, પૃ.૨૯, આંક પ૭).