________________
(૨૮૧) તેમ મળેલાં સાધનનું માહાભ્ય રાખી, જ્યાં હોઇએ ત્યાં જે નવરાશનો વખત મળે તે પુરુષનાં વચન વાંચવા, ગોખવા, વિચારવામાં કે ભક્તિ-ભજન સ્મરણમાં ગાળવાની ટેવ પાડીએ તો સત્પષની પેઠે સપુરુષના આશ્રિતને પણ બધું સવળું થાય; પણ પ્રમાદ છોડીને કરવું જોઇએ. આપને ત્યાં પણ સત્સંગના અભાવે ગોઠતું નથી એમ પત્રથી જાણ્યું. ક્ષેત્ર-ફરસના પ્રમાણે જીવને જવું, રહેવું, વિચરવું થાય છે, પણ આર્તધ્યાન કોઇ કારણે ન વર્તે, તેની કાળજી મુમુક્ષુજીવ કરે છેજી. ત્યાં વધારે વખત ભક્તિ વગેરે માટે મેળવવો હોય તો મળે એવો સંભવ ખરો; અને જેમ આબુ વગેરે એકાંત સ્થળો હોય તેવા અજાણ્યા સ્થળે, લોકોને રાજી રાખવા બહુ ખોટી થવું ન પડે વગેરે કેટલાક લાભ પણ છે. તે યથાપ્રારબ્ધ ત્યાં રહેવાનું થાય ત્યાં સુધી, જાણે નિવૃત્તિ અર્થે કોઈ પર્વત પર ગયા હોઈએ તેમ, કામ પહોંચે ત્યાં સુધી કામ અને નવરાશે ધર્મપ્રવૃત્તિમાં ચિત્ત રોકવાનો કઠણ અભ્યાસ કરવા, કમર કસી તૈયાર થાઓ તો જેટલું અઘરું લાગે છે તેટલું સવળું થવાનો સંભવ છે. પછી આપ અવસરના જાણ છો. જેમ આત્મહિત એકંદરે વધારે થતું જણાય તેમ સરવૈયું કાઢી, તપાસીને પગલે ભરવું યોગ્ય છેજી, (બી-૩, પૃ.૧૫૬, આંક ૧૫૭) જેનાથી પાપ બંધાય, એવાં વચન સમ્યફષ્ટિન બોલે. આત્મા સિવાયની બધી કથાઓ વિકથા છે. સમકિતીને જડ અને ચેતન સેળભેળ ન થઇ જાય. વચ્ચે વજની ભીંત પડી છે, તેથી આ બાજુનું આ
બાજુ અને પેલી બાજુનું પેલી બાજુ થઈ જાય. (બો-૧, પૃ. ૨૪૦, આંક ૧૩૦) T સમ્યફદૃષ્ટિને વસ્તસ્વરૂપનું યથાર્થ જ્ઞાન
‘‘છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ,
એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.'' એવું ભેદજ્ઞાન હોવાથી શુદ્ધ આત્મસ્વરૂપ પ્રત્યે તેની પ્રીતિ, પ્રતીતિ, લક્ષ રહે છે; તેથી જ “આત્માથી સૌ હીન'' લાગવાથી પાંચ ઇન્દ્રિયોનાં સુખ તથા તેના સાધનરૂપ સ્ત્રી, પુત્ર, ધન, વૈભવ પ્રત્યે અનાસક્તિ, નિર્મમત્વરૂપ વૈરાગ્ય પણ નિરંતર રહે છે. આત્મા સિવાય બીજે તેને ચેન પડતું નથી; તેમ છતાં શરીરનિર્વાહ આદિ કારણે પ્રવૃત્તિ કરવી પડે, તેમાં તેને મોટાઈ કે મીઠાશ તથા મારાપણાનો ભાવ રહેતો નથી. પારકી વેઠ જેવું લાગતું હોવાથી, તે પ્રવૃત્તિને લઈને જેવો અજ્ઞાનીને બંધ પડે છે, તેવો સમ્યફષ્ટિને બંધ પડતો નથી. અજ્ઞાનદશામાં બાંધેલાં જે લાંબી સ્થિતિનાં કર્મ, સત્તામાં તેને હોય છે, તેવાં કર્મ તે કદી બાંધતો નથી. થોડા વખતમાં ઉદય આવીને ભોગવાઈ જાય એવાં કર્મ બંધાય છે; એટલે પહેલાંનાં સિલકમાં કર્મ છે, તે ભોગવાઈ રહ્યા પહેલાં મોક્ષ તો થવાનો નથી અને આ નવા બંધાતાં કર્મો તે જૂનાં કર્મો ભોગવાઈ રહ્યા પહેલાં ભોગવાઈ જવાના છે, એથી મોક્ષે જવામાં વિલંબ કરનાર નવાં કર્મ થતાં નથી; તેથી નવાં કર્મ નથી બાંધતો, એમ એક રીતે કહી શકાય; અને સમયે-સમયે અનંતગુણી નિર્જરા થતી જાય છે. સમકિત થતાં પહેલાં પણ જ્યારથી જીવને એમ દયમાં બેસી જાય કે જ્ઞાની પુરુષની આજ્ઞા એ જ મોક્ષનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે, ત્યારથી જ જીવના દોષો નિવર્તવા લાગે છે અને જ્ઞાની પુરુષની આજ્ઞા