________________
૨૯૪)
ટકીને પાછો તે દેહસંબંધ છૂટી અન્ય સ્થળે તે જ રીતે જાય છે અને કર્મનાં ફળ ભોગવે છે. જેમ સાત દિવસ સુધીની ચાવીવાળી ઘડિયાળ હોય, તે ચાવી દીધી એટલે સાત દિવસ સુધી ચાલ્યા કરે, તેમ આયુષ્ય ચાલે ત્યાં સુધી આ ભવનાં કર્મો નિયમિત દેખાયા કરે છે અને ભોગવાઇ રહે તેમ છૂટતાં જાય છે અને રાગ-દ્વેષના ભાવો પ્રમાણે નવા બંધાતાં જાય છે, તે નવા દેહનું કારણ થાય છે.
(બી-૩, પૃ.૨૮૨, આંક ૨૭૪) મોહનીયકર્મ | અભિમન્યુ જ્યારે પોતાની માતાના ગર્ભમાં હતો ત્યારે તેણે છ કોઠાને કેમ જીતવા, તે શીખી લીધું. તેનો જન્મ થયો, પછી તે મોટો થયો ત્યારે ચક્રવ્યુહ યુદ્ધ જીતવા તૈયાર થયો. તે છ કોઠા તો જીતી ગયો. સાતમો છાણમાટીનો કોઠો શીખતાં રહી ગયેલો; પણ તે કહેતો કે એમાં શું જીતવું છે? એવું મનમાં ધારીને પ્રમાદમાં રહેલો, શીખેલો નહીં, તેથી હારી ગયો અને તેને મરવું પડ્યું. તેમ આ મનુષ્યદેહ છાણમાટીના કોઠા જેવો છે, તેનો મોહ જીતાતો નથી. તેને જીતે તો જીતી જાય, નહીં
તો હારી જાય. (બો-૧, પૃ.૫૧, આંક ૨૬) | બધા કર્મોમાં મોહનીયકર્મ મુખ્ય છે. જેવો કર્મનો ઉદય હોય, તેવો જીવ થાય છે. મોહને લઈને દુઃખ
થાય છે. જીવને વસ્તુ ઉપર મોહ છે, તેથી વસ્તુઓ સાંભરે છે. મોહ ચિંતા કરાવી કર્મ બંધાવે છે. પરવસ્તુમાં જેટલી આસક્તિ હોય છે, તેટલું દુઃખ લાગે છે. મોહને લઈને પરવસ્તુમાં ચિત્ત જાય છે, તે કર્મ બંધાવે છે. માટે સાવચેતી રાખવી. ચારે ગતિમાં મોહ છે. ક્યાંય ચિત્ત રાખવું નથી. (બો-૧, પૃ.૧૩૨, આંક ૭) 1 જ્ઞાનાવરણીયકર્મ એવું છે કે પુરુષાર્થ કરે તો ખસી જાય, પણ મોહનીયકર્મ ખસવું બહુ અઘરું છે. મોહનીયકર્મથી આઠે કર્મ બંધાય છે. મોહનીયકર્મ બધી પ્રવૃતિઓને કર્મો વહેંચી આપે છે. મોહનીય
ઓછું થાય તો પછી બધાં કર્મ ઓછાં થાય. (બો-૧, પૃ.૩૧૫, આંક ૬૮) D મિથ્યાત્વને જાણે, તો મિથ્યાત્વ ટળે. મિથ્યાત્વનું સ્વરૂપ
સંસારી જીવો અનાદિકાળથી અનેક દેહ ધારણ કરે છે. દેહમાં બે વસ્તુ છે : એક જીવ અને બીજી પુદ્ગલ. કર્મના નિમિત્તે શરીરની વર્ગણા ગ્રહણ કરી, “તે હું છું.' એમ માને છે; આત્મા અને દેહ, બે જુદા છે તેને એક માને છે; તે મિથ્યાત્વ છે. આત્મામાં વિભાવ (ક્રોધાદિક કર્મભનિત ભાવ) થાય છે, તેને પોતાના માને છે, તે પણ મિથ્યાત્વ છે. આત્માના પ્રદેશો, શરીર વધે ત્યારે ફેલાય છે અને શરીર ઘટે ત્યારે સંકોચાય છે; એમ શરીરપ્રમાણ રહે છે. બે પદાર્થ છે તેને જુદા માનતો નથી; તે મિથ્યાત્વ છે. શરીરની ક્રિયાને અને આત્માની ક્રિયાને એક માને છે - સેળભેળ ખીચડો કરે છે; તે મિથ્યાત્વ છે. દેહમાં મન, ઇન્દ્રિય વગેરે છે, તેને હું માને છે. આત્માનું જ્ઞાન, મન અને ઇન્દ્રિયને આધારે પ્રવર્તે છે. જાણે છે, જુએ છે, સાંભળે છે, સુંઘે છે, ચાખે છે, સ્પર્શે છે - તેમાં આત્માનો ઉપયોગ, તે ભાવ છે; અને પુદ્ગલરચના છે, તે દ્રવ્ય છે. દ્રવ્યમન આઠ પાંખડીવાળા કમળ જેવું છે અને ભાવમન તે આત્મા